શું છે મોક્ષની યોજના/મોક્ષનો રસ્તો ?પ્રશ્ન : શું છે મોક્ષની યોજના/મોક્ષનો રસ્તો ?

જવાબ :
તમે ભૂખ્યા છો ? શારીરિક રૂપે ભૂખ્યા નહી, પરંતુ જીવનમાં કઇંક વધુ માટે તમે ભૂખ્યા છો ? તમારી અંદર કઇંક ઊંડું છે જે ક્યારેય સંતુષ્ટ નથી લાગતું ? જો એવું છે, ઇસુ રસ્તો છે ! ઇસુ કહે છે, “ હું જીવનની રોટલી છું. તે જે મારી પાસે આવે છે ક્યારેય ભૂખ્યો નથી જતો, અને તે જે મારામાં વિશ્વાસ રાખે છે ક્યારેય તરસ્યો નથી રહેતો ” (જહોન 6 :35).

શું તમે મૂંઝવણમાં છો? શું તમે ક્યારેય જીવનમાં રસ્તો અથવા ઉદ્દેશ નથી શોધી શકતા? શું એવું લાગે છે કે કોઇએ પ્રકાશ બંદ કરી દીધો છે અને તમે બટન શોધી શકતા નથી? જો એવું છે તો, ઇસુ રસ્તો છે ! ઇસુ જાહેર કરે છે, “ હું દુનિયાનો પ્રકાશ છું. જે મને અનુસરે છે તે ક્યારેય અંધકારમાં નહી ચાલે, પરંતુ જીંદગીનો પ્રકાશ તેની પાસે હશે” (જહોન 8 :12).

શું તમે ક્યારેય એવો અનુભવ કર્યો કે તમારા જીવનની તાળાબંદી થઇ ગઇ છે ? શું તમે બહુ બધા દરવાજાનો પ્રયત્ન કર્યો છે, ફક્ત એ શોધવા માટે કે તેમની પાછળ શું છે ખાલી અને અર્થરહિત ? શું તમે પ્રવેશની તલાશમાં છો જીંદગી નિભાવવા માટે? જો એવું છે તો, ઇસુ રસ્તો છે ! ઇસુ જાહેર કરે છે, “હું દરવાજો છું; જે કોઇ પણ મારામાંથી પ્રવેશ કરશે તેનો ઉદ્ધાર થશે. તે અંદર આવશે અને બહાર જશે, અને ગોચર મેળવશે” (જહોન 10 :9).

શું બીજા લોકો હંમેશા તમને નીચું દેખાડે છે? શું તમાર સંબંધ છીછરા અને ખાલી છે? શું એવું લાગે છે કે દરેક તમારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે? જો એવું છે તો, ઇસુ રસ્તો છે ! ઇસુ કહે છે, “ હું સારો ભરવાડ છું. સારો ભરવાડ ઘેટાં માટે તેનું જીવન સમર્પિત કરી દે છે... હું સારો ભરવાડ છું; હું મારા ઘેટાંને જાણું છું અને મારું ઘેટું મને જાણે છે” (જહોન 10 :11, 14).

શું તમને આશ્ચર્ય છે કે આ જીવન બાદ શું થશે ? શું તમે તમારી જીંદગીથી થાકી ગયા છો એ વસ્તુઓ માટે કે જે ફક્ત સડી ગઇ છે અથવા કાટ લાગી ગયો છે ? શું કેટલીક વખત તમને શંકા જાય છે કે જીંદગીનો કોઇ અર્થ છે કે નહી? શું તમે મૃત્યુ બાદ પાણ જીવિત રહેવા ચાહો છો? જો એવું છે તો, ઇસુ રસ્તો છે ! ઇસુ જાહેર કરે છે, “હું પુનર્જીવન છું અને જીવન. તે જે મારામાં વિશ્વાસ રાખે છે જીવિત રહેશે, તે મૃત્યુ પામશે તો પણ; અને જે જીવિત છે અને મારામાં વિશ્વાસ રાખે છે તે ક્યારેય નહી મરે” (જહોન 11 :25 -26).

રસ્તો શું છે ? સત્ય શું છે ? જીવન શું છે ? ઇસુ જ્વાબ આપે છે, “ હું રસ્તો છું અને સત્ય અને જીવન. પિતા પાસે કોઇ નથી આવતું સિવાય મારા દ્વારા ” (જહોન 14 :6).

જે ભૂખ તમે અનુભવ કરો છો તે ધાર્મિક ભૂખ છે, અને તે ફક્ત ઇસુ દ્વારા જ ભરી શકાશે. ઇસુ જ માત્ર એક છે જે અંધકારને દૂર કરી શકે છે. ઇસુ સંતુષ્ટ જીંદગીનો દરવાજો છે. ઇસુ મિત્ર છે અને ભરવાડ જેની તમને તલાશ છે. ઇસુ જીવન છે – આ દુનિયામાં અને ત્યાર બાદ. ઇસુ મોક્ષનો રસ્તો છે!

તમને ભૂખ લાગવાનું કારણ છે, અંધારમાં ખોવાઇ જવાનું તમને કારણ દેખાય છે, તમે કારણ નહી શોધી શકો જેનો જીવનમાં અર્થ હોય, આનું કારણ એ છે કે તમે ભગવાનથી અલગ થઇ ગયા છો (એકલેસિયેસ્ટ્સ 7 :20; રોમનસ 3 :23). તમારા દિલમાં જે ખાલીપણું અનુભવ કરો છો તે છે ભગવાન તામારા જીવનમાંથી ગુમ થઇ ગયા છે. આપણને બનાવવામાં આવ્યા હતા ભગવાન સાથે સંબંધ રાખવા માટે. આપણા પાપોનાં કારણે આપણને તે સંબંધથી અલગ રાખવામાં અવ્યા. એનાંથી પણ ખરાબ, આપણાં પાપોનાં કારણે આપણે ભગવાન થી અલગ થઇ ગયા બધા મરણોત્તર જીવન માટે, આ જીવનમાં અને બીજા (રોમનસ 6 :23; જહોન 3 :36).

આ સમસ્યાનું સમાધાન કેવી રીતે થઇ શકે? ઇસુ રસ્તો છે ! ઇસુએ આપણા પાપોને પોતાનાં પર લઇ લીધા છે (2 કોરિનથિયંસ 5 :21). ઇસુ આપણા સ્થાન પર મૃત્યુ પામ્યા (રોમનસ 5:8) , સજા લેવા માટે જેને આપણે લાયક હતા. ત્રણ દિવસ બાદ, ઇસુ મૃત્યુમાંથી ઊભા થયા, પાપ અને મૃત્યુ પર તેનો વિજય સાબિત કરવા (રોમનસ 6:4-5) . તેણે આવું શા માટે કર્યું ? ઇસુએ પોતે તે પ્રશ્નનો જ્વાબ આપ્યો કે, “ આનાંથી વધુ પ્રેમ કોઇને પણ ન હોઇ શકે કે તેણે પોતાની જીંદગી તેનાં મિત્રો માટે સમર્પિત કરી દીધી” જહોન 15 :13). ઇસુ મૃત્યુ પામ્યા કે જેથી આપણે જીવી શકીએ. જો આપણે આપણો ભરોસો ઇસુમાં મૂકીએ, આપણાં પાપોની ચુકવણી રૂપે તેની મૃત્યુમાં વિશ્વાસ રાખીએ – આપણા બધાં પાપો માફ કરી દેવામાં આવ્યા છે અને દૂર થઇ ગયા છે. આપણે ત્યારે આપણી ધાર્મિક ભૂખને સંતોષી શકીશું. પ્રકાશ ચાલુ થશે. આપણને આપણું જીવન પૂરું કરવા માટે પ્રવેશ માર્ગ મળશે. આપણે આપણો સાચો સૌથી સારો મિત્ર ઓળખીશું અને સારો ભરવાડ. આપણે જાણીશું કે આપણી મૃત્યુ બાદ પણ જીંદગી હશે – સ્વર્ગમાં જીવનને ફરીથી સજીવન કરવું ઇસુ સાથે મરણોત્તર જીવન માટે.

“ભગવાનને સંસાર માટે એટલો પ્રેમ હતો કે તેમણે પોતાનો એક અને ફક્ત એક પુત્ર આપ્યો એટલા માટે કે કોઇ પણ જે એનામાં વિશ્વાસ રાખે છે ક્યારેય નાશ નહી પામે પરંતુ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે” (જહોન 3:16).

તમે ખ્રિસ્ત માટે નિર્ણય લીધો છે કારણકે તમે અહીં શું વાચ્યું છે ? જો એવું છે તો, મહેરબાની કરીને “મેં આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” પર ક્લીક કરો નીચે બટન.ગુજરાતી હોમ પેજ પર પરત કરોશું છે મોક્ષની યોજના/મોક્ષનો રસ્તો ?