શું ભગવાનનું અસ્તિત્વ છે ? ભગવાનનાં અસ્તિત્વનાં કોઇ પુરાવા છે ?પ્રશ્ન : શું ભગવાનનું અસ્તિત્વ છે ? ભગવાનનાં અસ્તિત્વનાં કોઇ પુરાવા છે ?

જવાબ :
શું ભગવાનનું અસ્તિત્વ છે ? એ રસપ્રદ છે કે આ ચર્ચા પર બહુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આધુનિક સર્વે આપણને જણાવે છે કે દુનિયામાં 90% થી વધારે લોકો આજે ભગવાનનાં અસ્તિત્વમાં વિશ્વાસ રાખે છે અથવા ઉચ્ચ શક્તિમાં. તો પણ ગમે તે રીતે જવાબદારી એમના પર મૂકવામાં આવે છે જે એ વિશ્વાસ રાખે છે કે ભગવાનનું અસ્તિત્વ છે ગમે તે રીતે એ સાબિત કરવા માટે કે તેનું ખરેખર અસ્તિત્વ છે. જો તે ...... વધુ તર્કસંગત હોત.

જેમ કે, ભગવાનનાં અસ્તિત્વને સાબિત અથવા સાબિત ન કરી શકાય. જો કે બાઈબલ એ કહે છે કે આપણે એ વિશ્વાસની સાથે સ્વીકારી લેવું જોઇએ કે ખરેખર ભગવાનનું અસ્તિત્વ છે, “ અને વિશ્વાસ વગર ભગવાનને પ્રસન્ન રાખવું અસંભવ છે, કારણ કે જે પણ એની પાસે આવે છે એણે વિશ્વાસ રાખવો જોઇએ કે તેનું અસ્તિત્વ છે અને તે તેમને બક્ષિસ આપે છે જે એને સચ્ચાઇથી જુએ છે ” (હેબ્ર્યુસ 11:6). જો ભગવાનની ઇચ્છા હોત તો, તેઓ સાધારણ રીતે પ્રકટ થઇ શકત અને પૂરા સંસારને સાબિત કરી દેત કે તેનું અસ્તિત્વ છે. પરંતુ જો તેઓ આવું કરત, તો વિશ્વાસની કોઇ જરૂર નથી. “ત્યારે ઇસુએ તેમને કીધું, ‘કારણકે તમે મને જોયો, તમે વિશ્વાસ કર્યો; અને તેમને આશિર્વાદ આપ્યા જેમણે નથી જોયું અને તો પણ વિશ્વાસ કર્યો’ ” (જહોન 20:29).

એનો અર્થ એ નથી થતો, જેમ કે, ભગવાનનાં અસ્તિત્વનાં કોઇ પુરાવા નથી. બાઈબલ કહે છે કે, “ સ્વર્ગ ભગવાનનાં સૌંદર્યને જાહેર કરે છે; આકાશ તેમના હાથેથી કરેલા કાર્યોને જાહેર કરે છે. પ્રત્યેક દિવસે તેઓ પ્રચારનો ધોધ વહેવડાવે છે; દર રાતે જ્ઞાનનું પ્રદર્શન કરે છે. એવી કોઇ બોલી અથવા ભાષા નથી જ્યાં તેઓનો અવાજ ન સંભળાતો હોય. તેમનો અવાજ ધરતીનાં દરેક ખૂણામાં પહોંચે છે, તેમનાં શબ્દો સંસારનાં અંત સુધી પહોંચે છે. (સામ 19: 1-4). તારાઓ તરફ જોઇને, સૃષ્ટિની વિશાળતાને સમઝી રહ્યા છે, કુદરતની અદ્દભૂતતાનું અવલોકન કરી રહ્યા છે, સૂર્યાસ્તની ખૂબસૂરતીને જોઇ રહ્યા છે – આ બધી વસ્તુઓ નિર્માતા ભગવાનની તરફ ઇંગિત કરે છે. જો આ બધું પૂરતું ન હોય તો, આપણા પોતાના હ્રદયમાં ભગવાનનાં પુરાવા છે. એકલેસિયેસ્ટ 3:11 આપણને કહે છે, “ ... તેણે મનુષ્યોનાં દિલોમાં મરણોત્તર જીવન બેસાડ્યું છે ” આપણી અંદર કઇંક ઊંડુ છે કે જે ઓળખે છે કે આ જીવનનાં પેલે પાર કઇંક છે અને કોઇક આ વિશ્વની પેલે પાર છે. બોદ્ધિક રીતે આપણે આ જ્ઞાનને નકારીશું, પરંતુ આપણામાં ભગવાનની ઉપસ્થિતિ અને આપણા દ્વારા તે ત્યાં હજુ છે. આ બધા છતાં, બાઈબલ આપણને ચેતવણી આપે છે કે કેટલાક ભગવાનનાં અસ્તિત્વને હજુ પણ નકારશે, “ મૂર્ખાઓ તેમનાં દિલમાં કહે છે કે, ‘ભગવાન નથી’ (સામ 14: 1). ઇતિહાસથી લઇને અત્યાર સુધી 98% લોકો, બધી સંસ્કૃતિમાં, બધા સમાજમાં, બધા ખંડો પર કોઇક પ્રકારનાં ભગવાનનાં અસ્તિત્વમાં માને છે, આ વિશ્વાસનું ત્યાં કઇંક (અથવા કોઇ) કારણ તો હોવું જોઇએ.

વધારામાં ભગાવાનનાં અસ્તિત્વનાં વિશે બાઇબલમાં કરવામાં આવેલ દલીલો સિવાય તર્કસંગત દલીલો છે. સૌથી પહેલાં, સતત્વ સ્વરૂપ મીમાંસા સંબંધી દલીલો છે. સૌથી મહત્વની પ્રખ્યાત સતત્વ સ્વરૂપ મીમાંસા સંબંધી દલીલ ભગવાનની સમાન્ય કલ્પનાનો ઉપયોગ કરે છે ભગવાનનાં અસ્તિત્વને સાબિત કરવા માટે. તે શરૂ થાય છે ભગવાનની વ્યાખા સાથે જેમ કે “આનાં કરતાં મહાન કલ્પના ન કરી શકાય ” ત્યાર બાદ એ દલીલ કરવામાં આવે છે કે અસ્તિત્વમાં હોવું એ મહાન છે અસ્તિત્વમાં ન હોવા કરતાં, અને આથી સૌથી મહાન કલ્પના યોગ્ય પ્રભાવનાં અસ્તિત્વની હોવી જોઇએ. જો ભગવાનનું અસ્તિત્વ નથી તો ભગવાન સૌથી મહાન કલ્પના ન હોઇ શકે, પરંતુ તે ભગવાનની વ્યાખ્યાની વિરુદ્ધ હશે. અને બીજી છે હેતુવાદથી સંબંધિત દલીલ. હેતુવાદથી સંબંધિત દલીલ છે કે જ્યારથી સૃષ્ટિએ એવું આશ્ચર્યચકિત પ્રારૂપ પ્રદર્શિત કર્યું છે, ત્યાં એક દૈવીય પ્રારૂપ હોવું જોઇએ. ઉદાહરણ રૂપે, જો પૃથ્વી થોડા સો મીલ સૂર્યની પાસે અથવા તેનાંથી દૂર હોત તો પણ, જીંદગીને આટલો સહારો આપવો યોગ્ય ન હતો જેટલો કે વર્તમાનમાં આપી રહ્યા છીએ. જો આપણા વાતાવરણનાં મૂળ તત્વ થોડા ટકા જુદા હોય તો, પૃથ્વી પરની બધી જીવિત વસ્તુઓ મરી જશે. માત્ર એક પ્રોટોન મોલીક્યૂલની વિષમતા અકસ્માત નિર્માણ કરત 10243 માં 1 (તે 10 છે જે 243 0 ’સ પછી આવશે ). એક માત્ર કોષ જે લાખો પ્રોટિન મોલીક્યુલથી નિર્મિત છે.

ભગવાનનાં અસ્તિત્વની ત્રીજી તર્કસંગત દલીલને કેહવામાં આવે છે વિશ્વશાસ્ત્રની દલીલ. દરેક પરિણામનું એક કારણ હોવું જોઇએ. આ સૃષ્ટિ અને બધું તેમાં હોવું એ એક પરિણામ છે. ત્યાં કશુંક હોવું જોઇએ જે કારણ બને છે બધાનું જે અસ્તિત્વમાં આવે છે. છેવટે, ત્યાં કશુંક હોવું જોઇએ “કારણ વગરનું ” પદ્ધતિસર જે કારણ બને બધાનાં બદલે અસ્તિત્વમાં આવવા માટે. તે “કારણ વગરનું ” કઇંક ભગવાન છે. ચોથી દલીલે છે જે ઓળખાય છે નૈતિક દલીલનાં રૂપે. અત્યાર સુધીનાં ઇતિહાસમાં દરેક સંસ્કૃતિમાં કાયદાનાં કેટલાક સ્વરૂપ હતા. દરેકને ખરા અને ખોટાની સમઝ છે. ખૂન, જુઠ્ઠું, ચોરી, અને અનૈતિકતા મોટા ભાગે વૈશ્વિક રીતે નકારી કાઢવામાં આવ્યા છે. ખરા અને ખોટાની સમઝ ક્યાંથી આવે છે શું પવિત્ર ભગવાનની તરફથી નહી?

આ બધા છતાં, બાઇબલ આપણને કહે છે કે લોકો નકારી દેશે ભગવાનનાં સ્પષ્ટ અને કબૂલ ન કરી શકાય તેવા જ્ઞાનને અને બદલામાં જૂઠનો વિશ્વાસ કરશે. રોમનસ 1:25 જાહેર કરે છે, “ તેઓ જૂઠ માટે ભગવાનનાં સત્યનો વિનિમય કરતા હતા, અને નિર્માતાનાં બદલે નિર્મિત વસ્તુઓની પૂજા અને સેવા કરતા હતા– કે જેની હંમેશા સ્તુતિ કરીએ છીએ. આમીન. ” બાઇબલ એ પણ જાહેર કરે છે કે જે લોકો ભગવાનમાં વિશ્વાસ નથી કરી રહ્યા તેમને માફ કરવામાં નથી આવતા, “જ્યારથી આ સંસારની રચના થઇ ભગવાનનાં અદ્રશ્ય ગુણ – તેની શાશ્વત શક્તિ અને દૈવીય પ્રકૃતિ – સ્પષ્ટરૂપે દેખાય છે, સમઝીને કે શેમાંથી બન્યું છે, તેથી માણસો માફી વગરનાં છે” (રોમનસ 1:20). લોકો ભગવાનમાં વિશ્વાસ નહી કરવાનો દાવો કારે છે કારણકે તે “ વૈજ્ઞાનિક નથી” અથવા “કારણકે કોઇ પુરાવા નથી.” સાચું કારણ એ છે કે એક વખત લોકો સ્વીકારી લે કે ભગવાન છે, તેમને પણ અનુભવ થવું જોઇએ કે તેઓ ભગવાનને જ્વાબદાર છે અને તેનાં તરફથી ક્ષમાની જરૂરિયાતમાં. (રોમનસ 3:23; 6:23). જો ભગવાનનું અસ્તિત્વ નથી, તો આપણે એ કરીશું જે આપણે ઇચ્છીએ છીએ એની ચિંતા કર્યા વગર કે ભગવાન આપણને જોઇ રહ્યો છે. આથી જ ઉત્ક્રાંતિને આપણા સમાજમાં કેટલાક લોકોએ મજબૂતીથી પકડી રાખી છે – લોકોને એક વૈકલ્પિક આપવા માટે નિર્માતા ભગવાનમાં વિશ્વાસ રાખવા માટે. ભગવાનનું અસ્તિત્વ છે અને છેવટે દરેક જાણે છે કે તેનું અસ્તિત્વ છે. સાચી વાત એ છે કે કેટલાક આક્રમક પ્રયત્ન તેનાં અસ્તિત્વને ખોટું સિદ્ધ કરે છે ખરેખર તેનાં અસ્તિત્વ માટેની દલીલ.

ભગવાનનાં અસ્તિત્વ માટેની એક છેલ્લી દલીલની પરવાનગી આપો. આપણે કેવી રીતે જાણીએ છીએ કે ભગવાનનું અસ્તિત્વ છે? ખ્રિસ્તીઓની જેમ, આપણે જાણીએ છીએ કે ભગવાનનું અસ્તિત્વ છે કારણકે આપણે તેની જોડે દરરોજ વાત કરીએ છીએ. આપણે સંભળાય તે રીતે તેને સાંભળી શકતા નથી આપણી પાછળ બોલતા, પરંતુ આપણે તેની ઉપસ્થિતિને સમઝીએ છીએ, તેની આગેવાનીને મેહસૂસ કરીએ છીએ, આપણે તેનાં પ્રેમને જાણીએ છીએ, આપણે ઇચ્છીએ છીએ તેની મોહકતા. આપણા જીવનમાં જે વસ્તુઓ બને છે તેનાં માટે ભગવાન સિવાય બીજો કોઇ સંભવ ખુલાસો નથી. ભગવાન આપણને એકદમ આશ્ચર્યકારક રીતે બચાવી લે છે અને આપણી જીંદગી બદલી નાંખે છે કે જેને આપણે મદદ ન કરી શકીએ પરંતુ તેનાં અસ્તિત્વનો સ્વીકાર કરીએ અને વખાણીએ. આ દલીલોમાંની કોઇ પણ દલીલ તેઓ કોઇને પણ સમઝાવી ન શકે જેઓ તેનાં અસ્તિત્વને નકારે છે જે નિખાલસપણે સ્પષ્ટ છે. અંતમાં, ભગવાનનું અસ્તિત્વ વિશ્વાસ દ્વારા સ્વીકારાવું જોઇએ (હેબ્ર્યુસ 11:6). ભગવાનમાં વિશ્વાસ એ અંધારામાં આંધળો કૂદકો નથી; તે એક સુરક્ષિત પગલું છે સારી રીતે – પ્રજ્વલિત રૂમમાં કે જ્યાં 90% લોકો પેહલાં થી ઊભા છે.ગુજરાતી હોમ પેજ પર પરત કરોશું ભગવાનનું અસ્તિત્વ છે ? ભગવાનનાં અસ્તિત્વનાં કોઇ પુરાવા છે ?