ઇસુને તમારા વ્યક્તિગત ઉદ્ધારક તરીકે સ્વીકાર કરવાનો શું અર્થ છે ?પ્રશ્ન : ઇસુને તમારા વ્યક્તિગત ઉદ્ધારક તરીકે સ્વીકાર કરવાનો શું અર્થ છે ?

જવાબ :
તમે ઇસુ ખ્રિસ્તને ક્યારેય પણ સ્વીકાર કર્યા છે તમારા વ્યક્તિગત ઉદ્ધારક તરીકે ? તમે જ્વાબ આપો એ પહેલાં, મને પ્રશ્નને સમઝાવવાની અનુમતિ આપો. યોગ્ય રીતે આ પ્રશ્નને સમઝવા માટે, પહેલાં તમારે યોગ્ય રીતે સમઝવું પડશે “ઇસુ ખ્રિસ્ત”, “વ્યક્તિગત” અને “ઉદ્ધારક.”

ઇસુ ખ્રિસ્ત કોણ છે ? ઘણા લોકો ઇસુ ખ્રિસ્તને એક સારા માણસ તરીકે સ્વીકારે છે, મહાન શિક્ષક, અથવા ભગવાનનાં પયગંબરનાં રૂપમાં. આ બધી વસ્તુઓ નિશ્ચિતપણે ઇસુ માટે સાચી છે, પરંતુ તેઓ સ્પષ્ટ નથી કરતા કે તે ખરેખર કોણ છે. બાઇબલ આપણને જણાવે છે કે ઇસુ જીવંત ભગવાન છે, ભગવાન માનવ બની ગયો (જુઓ જહોન 1:1,14). ભગવાન ધરતી પર આપણને શિખવવા માટે આવ્યા છે, આપણને સાજા કરવા, આપણને સુધારવા, આપણને ક્ષમા કરવા – અને આપણા માટે મરવા ! ઇસુ ખ્રિસ્ત ભગવાન છે, નિર્માતા, સર્વોપરી માલિક. તમે આ ઇસુને સ્વીકારો છો ?

ઉદ્ધારક શું છે અને આપણને ઉદ્ધારકની કેમ જરૂર છે ? બાઇબલ આપણને જણાવે છે કે આપણે બધાએ પાપ કર્યા છે, આપણે બધાએ બુરા કૃત્યો કર્યા છે (રોમનસ 3:10-18).આપણાં પાપોનાં પરિણામસ્વરૂપ, આપણે ભગવાનનો ગુસ્સો અને નિર્ણયનાં લાયક છીએ. અનંત અને શાશ્વત ભગવાનનાં વિરુદ્ધ કરવામાં આવેલાં પાપો માટે માત્ર સજા અનંત સજા છે (રોમનસ 6:23; રીવીલેશન 20:11-15). આ કારણથી આપણને ઉદ્ધારકની જરૂર છે.

ઇસુ ખ્રિસ્ત ધરતી પર આવ્યા અને આપણા સ્થાન પર મૃત્યુ પામ્યા. ઇસુની મૃત્યુ, જીવંત ભગવાન તરીકે, આપણાં પાપોની અનંત ચુકવણી હતી (2 કોરિનથિયંસ 5:21). આપણા પાપોનાં દંડની ચુકવણી માટે ઇસુ મૃત્યુ પામ્યા (રોમનસ 5:8). ઇસુએ કિંમત ચુકવી જેથી આપણે તે ન આપવી પડે. મૃત્યુમાંથી ઇસુનું પુનર્જીવન સાબિત કરે છે કે તેની મૃત્યુ પૂરતી હતી આપણા પાપોનાં દંડની ચુકવણી માટે. એટલા માટે ઇસુ જ એક અને માત્ર એક ઉદ્ધારક છે (જહોન 14:6; એક્ટ 4:12)! તમે ઇસુમાં વિશ્વાસ કરો છો તમારા ઉદ્ધારક તરીકે ?

શું ઇસુ તમારા “વ્યક્તિગત” ઉદ્ધારક છે ? ઘણાં લોકો ખ્રિસ્તી નિષ્ઠાને સમઝે છે જેમ કે દેવળમાં જવું, ધાર્મિક વિધિઓ કરવી, ચોક્કસ પાપોનો સ્વીકાર ન કરવો. આ ખ્રિસ્તી નિષ્ઠા નથી. સાચી ખ્રિસ્તી નિષ્ઠા છે ઇસુ ખ્રિસ્ત સાથે વ્યક્તિગત સંબંધ. ઇસુને તમારા વ્યક્તિગત ઉદ્ધારક તરીકે સ્વીકાર કરવા એટલે કે તમારો વ્યક્તિગત વિશ્વાસ મૂકવો અને તેનામાં વિશ્વાસ કરવો. બીજાઓનાં વિશ્વાસ દ્વારા કોઇનો ઉદ્ધાર નથી થયો. કોઇ નિશ્ચિત કાર્ય કરવાથી કોઇને માફ કરવામાં નથી આવતા. ઉદ્ધારનો માત્ર એક જ રસ્તો છે વ્યક્તિગત રીતે ઇસુનો તમારા ઉદ્ધારક તરીકે સ્વીકાર કરવો, તમારા પાપોની ચુકવણી રૂપે તેની મૃત્યુમાં વિશ્વાસ કરવો, અને તેનું પુનર્જીવન તમારા શાશ્વત જીવનની બાંયધરીનાં રૂપે (જહોન 3:16). ઇસુ તમારો વ્યક્તિગત ઉદ્ધારક છે ?

જો તમે ઇસુને તમારા વ્યક્તિગત ઉદ્ધારક તરીકે સ્વીકારવા ચાહો છો, નીચેનાં શબ્દો ભગવાનથી કહો. યાદ રાખો, આ પ્રાર્થના અથવા બીજી કોઇ પ્રાર્થના કહેવાથી તમારો બચાવ નહી થાય. ફક્ત ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવાથી તમને તમારા પાપોથી બચાવી શકશો. આ પ્રાર્થના ભગવાનમાં તમારો વિશ્વાસ વ્યક્ત કરવાનો માત્ર એક રસ્તો છે અને તેને ધન્યવાદ આપો તામારા મોક્ષ માટે પૂરું પાડવા માટે. “ભગવાન, હંસ જાણું છું કે મેં તમારા વિરુદ્ધ પાપ કર્યા છે અને સજાને લાયક છું. પરંતુ ઈસુ ખ્રિસ્ત સજા લઇ લે છે જેનાં માટે હું લાયક હતો આથી તેનામાં વિશ્વાસ દ્વારા મને માફી મળી શકે. મેં તમારો ક્ષમાનો પ્રસ્તાવ પ્રાપ્ત કર્યો છે અને મોક્ષ માટે તમારામાં મારો ભરોસો મૂક્યો છે. મેં ઇસુનો મારા વ્યક્તિગત ઉદ્ધારક તરીકે સ્વીકાર કર્યો છે ! આભાર તમારી અદ્દભૂત કૃપા અને ક્ષમા માટે – શાશ્વત જીવનની ભેંટ ! આમીન ! ”

તમે ખ્રિસ્ત માટે નિર્ણય લીધો છે કારણકે તમે અહીં શું વાચ્યું છે ? જો એવું છે તો, મહેરબાની કરીને “મેં આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” પર ક્લીક કરો નીચે બટન.ગુજરાતી હોમ પેજ પર પરત કરોઇસુને તમારા વ્યક્તિગત ઉદ્ધારક તરીકે સ્વીકાર કરવાનો શું અર્થ છે ?