settings icon
share icon
પ્રશ્ન

ઈસુ ખ્રિસ્ત કોણ છે?

જવાબ


વિષયમાં વિચાર થાય છે. લગભગ દરેક મુખ્ય ધર્મ એવી શિક્ષા આપે છે કે ઈસુ પ્રબોધક હતા અથવા સારા શિક્ષક હતા અથવા ધાર્મિક માણસ હતા. સમસ્યા તો એ છે કે બાઇબલ આપણને કહે છે કે ઈસુ અનંતકાળથી જ એક પ્રબોધક, સારા શિક્ષક અથવા ધાર્મિક માણસ કરતાં અધિક હતા.

સી.એસ.લુઇસ પોતાની પુસ્તક મેર ક્રિશ્વિયાનિટી (ફક્ત ખ્રિસ્તપણું) માં આ લખે છે, “હું અહીંયા કોઈને પણ એ વાસ્તવિક મૂર્ખતા ભરેલી વાતને કહેવાથી રોકવાનો પ્રયત્ન કરી રહ્યો છું જેને લોકો વારંવાર તેના (ઈસુ ખ્રિસ્ત) વિષયમાં કહે છે: ‘હું ઈસુને એક મહાન નૈતિક શિક્ષકના રૂપમાં સ્વીકાર કરવા માટે તૈયાર છું, પરંતુ હું તેમના ઇશ્વર હોવાના દાવાનો સ્વીકાર નથી કરતો’. આ એક એવી વાત છે જે આપણે ન કહેવી જોઈએ. એક માણસ જે ફક્ત એક માણસ હતો અને આ પ્રકારની વાતો કહેતો હતો જેવી ઈસુએ કહી એ મહાન નૈતિક શિક્ષક ન હોઇ શકે. એ કાં તો એક ગાંડો વ્યકિત હશે. એ સ્તર પર જ્યાં કોઈ વ્યકિત કહે કે તે એક પાકેલું ઈડું છે-અથવા તો તે નરકનો શેતાન હોઈ શકે છે. તમારે તમારી પસંદગી કરવી જોઈએ, કાં તો આ વ્યક્ત જે ઇશ્વરનો પુત્ર હતો, અને છે, અથવા પછી કોઈ ગાંડો અથવા તેનાથી પણ વધારે ખરાબ. તમે મૂર્ખતા માટે તેને ચૂપ કરાવી શકો છો, તમે તેના પર થૂંકી શકો છો અને એક શેતાનના રૂપમાં તેને મારી નાંખી શકો છો અથવા તમે તેના પગે પડીને તેને પ્રભુ અને ઈશ્વર કહીને બોલાવી શકો છો, પરંતુ આપણે ક્યારેય પણ કૃપાથી ભરેલી મૂર્ખતા સાથે એ નિર્ણય ન લેવો જોઈએ કે તે એક મહાન શિક્ષક હતા. તેણે આ વિકલ્પ આપણાં માટે ખુલ્લો નથી રાખ્યો. તેનો એવો કોઇ ઇરાદો નથી”.

તેથી, ઈસુએ પોતા માટે કોણ હોવાનો દાવો કર્યો છે? બાઈબલ શું કહે છે કે તે કોણ છે? સૌ પ્રથમ, આવો યોહાન-૧૦:૩૦ માં ઈસુના શબ્દોને જોઇએ, “ હું તથા બાપ એક છીએ”. પહેલી નજરમાં, આ ઇશ્વર હોવાના દાવાના રૂપમાં નથી લાગતું. તેમ છતાં, તેના કથન પ્રત્યે યહૂદીઓની પ્રતિક્રિયા જુઓ, “યહૂદીઓએ તેને ઊત્તર આપ્યો કે, કોઇ સારા કામને લીધે અને તને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને લીધે, અને તું માણસ છતાં પોતાને દેવ ઠરાવે છે, તેને લીધે” (યોહાન-૧૦:૩૩). યહૂદીઓએ ઈસુના કથનને ઇશ્વર હોવાનો દાવો સમજ્યો હતો. આગળની કલમોમાં, ઈસુએ ક્યારેય યહૂદીઓને સુધારવા માટે આ નથી કહ્યુ કે, “મેં ઈશ્વર હોવાનો દાવો નથી કર્યો”. એ સંકેત કરે છે કે ઈસુ એવી ઘોષણા કરવા દ્વારા કે “હું અને બાપ એક છીએ” (યોહાન-૧૦:૩૦). ખરેખર કહે છે કે તે જ ઇશ્વર છે, યોહાન ૮:૫૮ બીજું ઉદાહરણ છે: “ઈસુએ તેઓને કહ્યુ કે, હું તમને ખચીત ખચીત કહું છું કે, ઈબ્રાહિમનો જન્મ થયા પહેલાંનો હું છું!” ફરી એક વાર, પ્રતિક્રિયાના રૂપમાં, યહૂદીઓએ પથ્થર ઉપાડીને ઈસુને મારી નાખવાનો પ્રયત્ન કર્યો (યોહાન-૮:૫૯). ઈસુએ પોતાની ઓળખાણ “હું છું” કરીને આપી તે જુના કરારમાં ઇશ્વરના નામનું સીધી રીતે નિર્દેશ કરે છે (નિર્ગમન- ૩:૧૪). શા માટે યહૂદીઓ ફરીથી ઈસુ ઉપર પથ્થર મારો કરવાં માંગતા હતા જો તેણે કંઇ એવું ન કહ્યુ હતુ જેને તેઓ ઇશ્વરની નિંદા સમજતા હતા, એટલે કે, ઇશ્વર હોવાનો દાવો ?

યોહાન-૧:૧ કહે છે, “શબ્દ દેવ હતો”. યોહાન ૧:૧૪ કહે છે, “શબ્દ દેહધારી થયો”. આ સાફ રીતે સંકેત કરે છે કે ઈસુ શરીર રૂપમાં ઇશ્વર છે. શિષ્ય થોમસ ઈસુ વિશે કહે છે કે, “મારા પ્રભુ અને મારા દેવ” (યોહાન-૨૦:૨૮) ઈસુએ તેને સુધાર્યો નહિ. પ્રેરિત પાઉલ આ રીતે તેનું વર્ણન કરે છે કે, “… મહાન દેવ અને તારનાર, ઈસુ ખ્રિસ્ત” (તિતસ-૨:૧૩). પ્રેરિત પિતર પણ આવું જ કહે છે, “…. આપણા દેવ અને તારનાર ઈસુ ખ્રિસ્ત” (૨ પિતર-૧:૧). પિતા ઇશ્વર પણ ઈસુના પૂર્ણ ઓળખના સાક્ષી છે, “ પણ પુત્ર વિશે તે કહે છે, “ઓ દેવ, તારું રાજ્યાસન સનાતન છે, અને તારો રાજદંડ ન્યાયીપણાનો દંડ છે”. જુના કરારની ઈસુ માટેની ભવિષ્યવાણીઓ તેના ઈશ્વર હોવાની ઘો કરે છે, “કેમ કે આપણા સારુ છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, એ નામ આપવામાં આવશે” (યશાયા-૯:૬).

તેથી, જેમ સી.એસ.લુઈસે જેમ દલીલ કરી છે, જે ઈસુને એક સારા શિક્ષક ના રૂપમાં માનવાનો કોઈ વિકલ્પ નથી. ઈસુએ સ્પષ્ટ અને નિર્વિવાદ રીતે ઈશ્વર હોવાનો દાવો કર્યો છે. જો તે ઈશ્વર નથી, તો તે જુઠો છે. અને તેથી તે પ્રબોધક, સારો શિક્ષક, અથવા ધાર્મિક માણસ નથી. ઈસુના શબ્દોની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરતા, આધુનિક “વિધ્વાન” દાવો કરે છે કે “વાસ્તવિક ઐતિહાસિક ઈસુ” એ એવી ઘણી વાતોને નથી કહી જેને બાઇબલમાં તેઓએ કહી છે. ઈસુ એ શું કહ્યુ અને શું ન કહ્યુ એ વિશે ઇશ્વરના વચનો સાથે વાદ-વિવાદ કરવા વાળા આપણે કોણ? કેવી રીતે કોઈ એક “વિદ્વાન” જે ઈસુ ખ્રિસ્તના બે હજાર વર્ષો પછી આવ્યો અને ઈસુની સાથે રહેનાર, તેની સેવા કરનાર અને ઈસુ દ્વારા શિક્ષણ પામેલા તેમના અનુયાયીઓ કરતા, વધારે ઉત્તમ રીતે કહી શકે કે ઈસુ એ શું કહ્યુ અને શું ન કહ્યુ (યોહાન -૧૪:૨૬)?

ઈસુની સાચી ઓળખ ઉપરનો પ્રશ્ન શા માટે મહત્વપૂર્ણ છે? આ બાબતનું શું અગત્ય છે કે ઈસુ ઈશ્વર છે અથવા તો નથી? સૌથી મહત્વનું કારણ કે શા માટે ઈસુએ ઇશ્વર હોવું જોઈએ તે એ છે કે જો ઈસુ ઈશ્વર નથી, તો તેમની મૃત્યુ આખા જગતના પાપોના દંડનું મૂલ્ય ચુકવવા માટે પર્યાપ્ત ન હોત (૧ યોહાન-૨:૨). ફક્ત ઇશ્વર જ આવા અસિમિત મૂલ્યને ચુકવી શકે છે (રોમન-૫:૮, કરિંથી- ૫:૨૧). ઇસુને ઇશ્વર બનવાની જરૂર હતી જેથી તે આપણું ઋણ ચુકવી શકે. ઈસુઅને માણસ બનવાની જરૂર હતી જેથી તે મૃત્યુ પામી શકે. ફકત ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા જ મોક્ષ માર્ગ છે. ઈસુ ઈશ્વરત્વ છે કેમ કે તેણે ઘોષણા કરી છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઇ આવતું નથી” (યોહાન- ૧૪:૬).

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

ઈસુ ખ્રિસ્ત કોણ છે?
© Copyright Got Questions Ministries