અનંત જીવન પ્રાપ્ત કર્યુ?


પ્રશ્ન : અનંત જીવન પ્રાપ્ત કર્યુ?

જવાબ :
બાઇબલ અનંત જીવનના સ્પષ્ટ માર્ગને પ્રસ્તુત કરે છે. પ્રથમ આપણે માનવુ જોઇએ કે આપણે ઇશ્વરની વિરુધ્ધ પાપ કર્યુ છે: “કારણકે સઘળાએ પાપ કર્યુ છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે” ( રોમન- ૩:૨૩). આપણે દરેકે એવા કાર્યો કર્યા છે જે ઈશ્વરને નાખુશ કરે છે, જે આપણને સજાને પાત્ર બનાવે છે. અત્યાર સુધી આપણાં દરેક્ના પાપો અનંતકાળના ઈશ્વરની વિરુધ્ધ હતા, તેના માટે અનંતકાળની સજા પૂરતી છે. “કેમકે પાપનો મુસારો મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું ક્રુપાદાન અનંતજીવન છે” (રોમન-૬:૨૩).

જેમકે, ઈસુ ખ્રિસ્ત, પાપ રહિત (૧ પિતર ૨:૨૨), ઈશ્વરનો અનંતકાળનો દિકરો મનુષ્ય બન્યો (યોહાન-૧:૧,૧૪) અને આપણો દંડ ચુકવવા માટે મ્રુત્યુ પામ્યો. “પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપણા પરનો પોતાનો પ્રેમ પ્રગટ કરે છે” (રોમન-૫:૮). ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર મ્રુત્યુ પામ્યા (યોહાન-૧૯:૩૧-૪૨). આપણે જે સજાના હકદાર હતા તે તેમણે લઈ લીધી (૨ કરિંથી- ૫:૨૧). ત્રણ દિવસ પછી તે મ્રુત્યુમાંથી સજીવન થયા (૧ કરિંથી- ૧૫:૧-૪), પાપ અને મૃત્યુ ઉપર પોતાનો વિજય સાબિત કરે છે. “તેણે પોતે ઘણી દયા રાખીને ખ્રિસ્તીનું પુનરુત્થાન કરવા દ્વારા જીવિત આશામાં આપણને નવો જન્મ આપ્યો” (૧ પિતર-૧:૩).

વિશ્વાસ દ્વારા આપણે ખ્રિસ્ત વિશેની આપણી માનસિકતા બદલવી જોઈએ. તે જે છે, તે જે કરે છે અને શા માટે, મોક્ષ માટે (પ્રે.ક્રુ.-૩:૧૯) જો આપણે વિશ્વાસ તેનામાં રાખીએ, આપણાં પાપોની ચુકવણી કરવા માટે વધસ્તંભ પરના તેમના મૃત્યુમાં વિશ્વાસ રાખીએ, આપણને માફ કરવામાં આવશે અને સ્વર્ગમાં અનંત જીવનનો વાયદો પ્રાપ્ત કરીશું. “ કેમકે દેવે જગત પર એટલી પ્રિતી કરી કે તેણે પોતાનો એકાંકીજનિત દિકરો આપ્યો. એ સારુ કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે.” (યોહાન-૩:૧૬). “ જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મૂએલામાંથી પાછો ઉઠાડ્યો, એવો વિશ્વાસ તારા અંત:કરણમાં રાખીશ. તો તું તારણ પામીશ”. (રોમન-૧0:૯) ખ્રિસ્તે વધસ્તંભ ઉપર પૂરા કરેલાં કાર્ય ઉપર વિશ્વાસ કરવો એજ માત્ર અનંતજીવનનો સાચો રસ્તો છે. “કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છે અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે. કરણીઓથી નહિ, રખેને કોઇ અભિમાન કરે”. (એફેસીઓને પત્ર -૨:૮-૯)

જો તમે ઈસુ ખિસ્તને તમારા મોક્ષદાતાના રૂપમાં સ્વીકાર કરવા ચાહો છો, અહીંયા પાર્થનાનો નમૂનો આપવામાં આવ્યો છે. યાદ રાખો, આ પ્રાર્થના અથવા બીજી કોઈ પ્રાર્થના કરવાથી તમારો બચાવ નહીં થાય. ફક્ત ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ તમને પાપોથી બચાવશે. આ પ્રાર્થના ઈશ્વર પ્રત્યેનો તમારો વિશ્વાસ અને તમારા મોક્ષ માટે રસ્તો પૂરો પાડયો તે માટે ધન્યવાદ વ્યક્ત કરવા માટે છે. “ઈશ્વર, હું જાણું છું કે મે તમારા વિરુધ્ધ પાપ કર્યુ છે અને હું સજાને પાત્ર છું. પણ ઈસુ ખ્રિસ્તે તે સજા પોતે લઈ લીધી છે જેનો હું લાયક હતો જેથી તેનામાં વિશ્વાસ મુકુ છું. ધન્યવાદ તમારી અદભૂત દયા અને ક્ષમા માટે- અનંતજીવન ની ભેંટ !

શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.

English
ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત
અનંત જીવન પ્રાપ્ત કર્યુ?