settings icon
share icon
પ્રશ્ન

ખ્રિસ્તી કોણ છે?

જવાબ


શબ્દકોશની પ્રમાણે ખ્રિસ્તી શબ્દની વ્યાખ્યા કંઇક આવી હશે. “એક વ્યકિત ઈસુને ખ્રિસ્તના રૂપમાં અથવા ઈસુની શિક્ષાને ધાર્મિક રૂપમાં વિશ્વાસ કરે છે”. ઘણા શબ્દકોશની વ્યાખ્યાની જેમ, આ એક સારી શરૂઆત છે. પણ ખ્રિસ્તી કોણ છે, તેનો અર્થ બાઈબલના સત્યોના આધારે બતાવવામાં આવતી વાસ્તવિકતાને પાછળ રાખી દે છે. “ખ્રિસ્તી” શબ્દનો ઉપયોગ નવા કરારમાં ત્રણવાર કરવામાં આવ્યો છે (પ્રે.ક્રુ-૧૧:૨૬, ૨૬:૨૮, ૧પિતર–૪:૧૬). ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા (પ્રે.ક્રુ-૧૧:૨૬) કારણકે તેઓની વર્તુણૂંક, પ્રવૃતિ અને ભાષા ખ્રિસ્ત જેવી હતી. “ખ્રિસ્ત” શબ્દ નો સામાન્ય અર્થ. “ખ્રિસ્તના સમૂહનો સદ્સ્ય” અથવા ખ્રિસ્તનો અનુયાયી” છે.

કમનસીબે સમય વિત્યા બાદ, “ખ્રિસ્તી” શબ્દે ઘણાં ખરા અંશે પોતાની ઓળખને ગુમાવી દીધી છે. અને તેને વારંવાર તે વ્યકિત માટે ઉપયોગ કરવામાં આવે છે જે ધાર્મિક હોય અથવા જેની પાસે ઊંચા નૈતિક મૂલ્યો હોય પણ તે ઈસુ ખ્રિસ્તનો સાચો અનુયાયી હોઇ પણ શકે છે અને ન પણ હોઇ શકે. ઘણાં લોકો જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ અને ભરોસો નથી રાખતા તેઓ પોતાને ખ્રિસ્તી ગણે છે કારણકે તેઓ મંડળીમાં જાય છે અથવા તેઓ “ખ્રિસ્તી” દેશમાં રહે છે, પણ મંડળીમાં જવાથી તમારાથી ઓછા સમૃધ્ધ લોકોની સેવા કરવી, અથવા સારા વ્યકિત બનવાથી તમે ખ્રિસ્તી નથી બની જતા. જેમ ગાડી સમી કરવાની જગ્યાએ જવાથી તમે ગાડી નથી બની જતા તેમ મંડળીમાં જવાથી તમે ખ્રિસ્તી નથી બની શકતા. મંડળીના કર્યો માટે દાન આપવુ એ તમને ખ્રિસ્ત નથી બનાવતું.

બાઈબલ આપણને શીખવે છે કે આપણને જે સારા કાર્યો કરીએ છીએ તે આપણને ઇશ્વરની સામે સ્વીકારવા યોગ્ય નથી બનાવતા, તિતસ ૩:૫ કહે છે, “ત્યારે આપણાં કરેલાં ન્યાયીપણામાંનાં કૃત્યોથી નહી પણ તેની દયાથી, પુનર્જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી નવીનીકરણથી તેણે આપણને તાર્યા” તેથી, એક ખ્રિસ્તી તે છે જેણે ઇશ્વર ધ્વારા નવો જન્મ મેળવેલો છે. (યોહાન-૩:૩, યોહાન-૩:૭, ૧પિતર-૧:૨૩) અને જેણે પોતાનો વિશ્વાસ અને ભરોસો ઈસુ ખ્રિસ્ત પર મૂક્યો છે. એફેસી-૨:૮ આપણને કહે છે તે છે “.... તમે કૃપાથી વિશ્વાસ ધ્વારા તારણ પામેલા છો અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે”.

સાચો ખ્રિસ્તી એ વ્યકિત છે જેણે પોતાનો વિશ્વાસ અને ભરોસો ઈસુ ખ્રિસ્તના વ્યકિત્વ અને કાર્ય ઉપર મૂક્યો છે, જેમાં તેઓ પાપોના મૂલ્ય માટે વધસ્તંભ ઉપર મૃત્યુ પામ્યા અને ત્રીજા દિવસે મરેલામાંથી સજીવન થયાનો સમાવેશ થાય છે. યોહાન-૧:૧૨ આપણને કહે છે, “પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો”. સાચા ખ્રિસ્તીની ઓળખ બીજાઓ પ્રત્યેનો પ્રેમ અને ઈશ્વરના વચનની આજ્ઞાકારીતા છે (૧ યોહાન-૨:૪,૧૦). સાચો ખ્રિસ્તી ખરેખર ઇશ્વરનું સંતાન છે, ઈશ્વરના સાચા પરિવારનો સદસ્ય છે, અને એ છે જેને ઈસુ ખ્રિસ્તમાં નવો જન્મ આપવામાં આવ્યો છે.

શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

ખ્રિસ્તી કોણ છે?
© Copyright Got Questions Ministries