settings icon
share icon
પ્રશ્ન

મે હમણાં હમણાં જ ઈસુ ઉપર વિશ્વાસ કર્યો છે... હવે શું?

જવાબ


મે હમણાં હમણાં જ ઈસુ ઉપર વિશ્વાસ કર્યો છે... હવે શું?

અભિનંદન! તમે એક જીવન–બદલનારો નિર્ણય લીધો છે! કદાચ તમે આ પુછો છો, “હવે શું? ઈશ્વર સાથે હું મારી યાત્રા કેવીરીતે શરુ કરુ?” નીચે દર્શાવેલા પાંચ તબક્કાઓ તેમને બાઇબલમાંથી નિર્દેશ આપશે જ્યારે તમને તમારી યાત્રા વિશે કોઇ પ્રશ્ન હોય ત્યારે, www.GotQuestions.org/Gujarati ની મુલાકાત લો.

૧. ખાતરી કરી લો કે તમે મોક્ષને સમજો છો.

૧ યોહાન-૫:૧૩ આપણને કહે છે, “તમને અનંતજીવન છે એમ તમે જાણો, માટે તમારા ઉપર મે આ વાતો લખી છે”. ઈશ્વરની ઇચ્છા છે કે આપણે મોક્ષને સમજીએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણને એ વાતનો ચોક્ક્સ પણે આત્મવિશ્વાસ રહે કે આપણે બચી ગયા છીએ. ટૂંકમાં, આવો આપણે મોક્ષની મુખ્ય વાતો તરફ જઈએ:

(અ) આપણે દરેકે પાપ કર્યુ છે. આપણે દરેકે એવા કાર્યો કર્યા છે જે ઈશ્વરને નાખૂશ કરે છે (રોમન-૩:૨૩).

(બ) આપણા પાપના કારણે, આપણે ઈશ્વરથી અનંતકાળ માટે અલગ થવાના દંડના પાત્ર છીએ (રોમન- ૬:૨૩).

(ક) ઈસુ આપણા પાપોના દંડ ચૂકવવા વધસ્તંભ ઉપર મૃત્યુ પામ્યા (રોમન-૫:૮,૨ કરિંથી–૫:૨૧). ઈસુ આપણી જગ્યાએ મૃત્યુ પામ્યા, આપણે જે સજાના હકદાર હતા તે તેમણે લઈ લીધી. તેમનું મૃત્યુમાંથી પાછું સજીવન થવું એ એ બાબતની સાબિતી છે કે ઈસુનુ મૃત્યુ આપણા પોતાનુ મુલ્ય ચૂકવવા માટે પુરતું છે.

(ડ) ઈશ્વરએ દરેક લોકોને ક્ષમા અને મોક્ષ આપે છે જેઓ પોતાનો વિશ્વાસ ઈસુ ઉપર રાખે છે- તેમની મૃત્યુ ઉપર વિશ્વાસ કરવા દ્વારા કે તે આપણા પોતાનું મુલ્ય ચૂકવવા માટે હતી. (યોહાન-૩:૧૬, રોમન–૫:૧, રોમન–૮:૧).

તે મોક્ષનો સંદેશ છે! જો તમે તમારા મોક્ષદાતાના રૂપમાં ઈસુ ઉપર વિશ્વાસ કર્યો છે તો તમે બચાવવામાં આવ્યા છો! તમારા દરેક પાપોને ક્ષમા કરવામાં આવ્યા છે, અને ઈશ્વર ક્યારેય તમને ન છોડવાનો કે ન ત્યાગવાનો વાયદો કરે છે (રોમન-૮:૩૮-૩૯, માથ્થી–૨૮:૨૦). યાદરાખો, તમારો મોક્ષ ઈસુ ખ્રિસ્તમાં સુરક્ષિત છે (યોહાન-૧૦:૨૮-૨૯). જો તમે તમારા મોક્ષ દાતાના રૂપમાં ફક્ત ઈસુ ઉપર વિશ્વાસ રાખો છો, તો તમે દ્ર્ઢ વિશ્વાસ રાખો કે તમે ઈશ્વર સાથે સ્વર્ગમાં અનંતકાળ માટે રહેશો!

૨. એક સારી મંડળીની શોધ કરો જે બાઇબલનું શિક્ષણ આપતી હોય.

મંડળીને એક ઈમારતના રૂપમાં ન વિચારો. મંડળી એટલે લોકો. તે ખૂબજ અગત્યનું છે કે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસીઓ એક બીજા સાથે સંગતિ કરે. તે મંડળીના પ્રાથમિક ઉદેશ્યમાંનુ એક છે. હવે જ્યારે તમે તમારો વિશ્વાસ ઈસુ ખ્રિસ્ત ઉપર રાખ્યો છે, તો અમે તમને ખૂબ જ હિંમત સાથે પ્રોત્સાહન આપીએ છીએ કે તમે તમારા વિસ્તારમાં એક બાઇબલ ઉપર વિશ્વાસ કરનારી મંડળીની શોધ કરો અને તેના પાળક સાથે વાત કરો. તેમને તમારા ઈસુ ખ્રિસ્ત પરના નવા વિશ્વાસ વિશે જણાવો.

મંડળીનો બીજો ઉદેશ્ય બાઇબલનુ શિક્ષણ આપવાનુ છે. તમે શીખી શકો છો કે કેવી રીતે ઈશ્વરના નિર્દેશોને તમારા જીવનમાં લાગુ કરવા. બાઇબલ ને સમજવુ એ એક સફ્ળ અને સામર્થી ખ્રિસ્તી જીવન જીવવાની ચાવી છે. ૨ તિમાંથી ૩:૧૬-૧૭ કહે છે, “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારુ તૈયાર થાય”.

મંડળીનો ત્રીજો ઉદેશ્ય આરાધના છે. ઈશ્વરે કરેલા દરેક કાર્યો માટે ધન્યવાદ આપવો તે આરાધના છે! ઈશ્વરે આપણને બચાવ્યા છે! ઈશ્વર આપણને પ્રેમ કરે છે. ઈશ્વર આપણા માટે પુરું કરે છે. ઈશ્વર આપણને માર્ગદર્શન અને નિર્દેશ કરે છે. આપણે શા માટે તેમનો ધન્યવાદ ન આપવો જોઇએ? ઈશ્વર પવિત્ર છે, તે ન્યાયી છે, પ્રેમાળ છે, દયાળુ છે, અને કૃપાથી ભરેલા છે. પ્રકટીકરણ-૪:૧૧ કહે છે, “ઓ અમારા પ્રભુ તથા દેવ, મહીમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે, કેમ કે તે સર્વ ને ઉત્પન્ન કર્યા અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં”.

૩.ઈશ્વર ઉપર ધ્યાન કેન્દ્રીંત કરવા માટે દરરોજ સમય કાઢો.

આપણા માટે દરરોજ ઈશ્વર ઉપર ધ્યાન કેન્દ્રીંત કરવું તે ખૂબ જ મહત્વનું છે. કેટલાંક લોકો તેને “એકાંતનો સમય” કહે છે. જ્યારે બીજા તેને “ઉપાસનાનો” સમય કહે છે, કારણકે આ તે સમય છે જ્યારે આપણે આપણી જાતને ઈશ્વર સમક્ષ અર્પણ કરીએ છીએ. કેટલાંક લોકો આ સમય ને વહેલી સવારે અલગ કરે છે, જ્યારે બીજા લોકો સાંજના સમયે કરે છે. તેનાથી કોઇ ફરક નથી પડતો કે તમે આ સમય ને શું કહો છો અથવા ક્યારે તે કરો છો. મહત્વની વાત તો તે છે કે નિયમીત પણે તમે ઈશ્વર સાથે સમય વ્યક્ત કરો. કઈ બાબતો મળીને ઈશ્વર સાથેના આપણા સમયને બનાવે છે?

(અ) પ્રાર્થના. સામાન્ય રીતે પ્રાર્થના એ ઈશ્વર સાથે વાત કરવી છે. તમારી ચિંતાઓ અને સમસ્યાઓ વિશે ઈશ્વર સાથે વાત કરો. ઈશ્વર પાસે માંગો કે તે તમને બુધ્ધિ અને માર્ગદર્શન આપે. તમારી જરૂરિયાતોની પૂર્તિ માટે ઈશ્વર પાસે માંગો. ઈશ્વર ને કહો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો અને તેમણે તમારા માટે કરેલા દરેક કાર્યો માટે તેમની કદર કરો છો. આ બધી બાબતોને પ્રાર્થના કહે છે.

(બ) બાઇબલ વાંચન. મંડળીમાં સન્ડે સ્કૂલ, અને/અથવા બાઇબલ અભ્યાસમાં બાઇબલ વિશે શીખવા ઉપરાંત તમારે પોતાના માટે પણ બાઇબલનું વાંચન કરવું જરૂરી છે. એક સફ્ળ ખ્રિસ્તી જીવન જીવવા માટે જરૂરી એવી બધી બાબતો બાઇબલની અંદર છે. તેમાં ઈશ્વરનું માર્ગદર્શન આપવામાં આવેલું છે કે કેવી રીતે સારા નિર્ણયો લેવા, કેવી રીતે ઈશ્વરની ઇચ્છા જાણવી, કેવી રીતે બીજાઓની કાળજી રાખવી, અને કેવી રીતે આત્મિકતામાં વ્રુધ્ધિ પામવી. બાઇબલ એ આપણા માટે ઈશ્વરનું વચન છે. બાઇબલ એ આપણે કેવી રીતે આપણું જીવન એવું જીવીએ જેથી ઈશ્વર પ્રસન્ન થાય અને આપણે સંતુષ્ટ થઈએ તે માટેનું ઈશ્વરનું માહીતી પુસ્તક છે.

૪. એવા લોકો સાથે સંબંધ વિક્સાવો જે તમને આત્મિક મદદ કરી શકે છે.

૧ કરિંથી -૧૫:૩૩ આપણને કહે છે કે, “ભૂલશો મા, દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે”. બાઇબલ આપણાં ઉપર પડવા વાળી “ખરાબ” લોકોના પ્રભાવ વિષે આપવામાં આવેલી ચેતાવણીઓથી ભરેલું છે, પાપી પ્રવૃતિઓ સાથે જોડાયેલા લોકો સાથેની સંગતિ આપણા માટે પણ તે પ્રવૃતિઓ માટેનાં પ્રલોભનનું કારણ બની જાય છે. આપણે જે લોકોની આસપાસ છીએ તેઓનું ચરિત્ર આપણા ઉપર પણ તેમની “છાપ” છોડી જાય છે. તેથી એ ખૂબ જ મહ્ત્વપૂર્ણ છે કે આપણે એવા લોકોને આપણી આસપાસ રાખીએ જે ઈશ્વરને પ્રેમ કરે છે અને તેમના પ્રત્યે સમર્પિત છે.

એક અથવા બે મિત્રોને, કદાચ તમારી મંડળીમાંથી શોધવાનો પ્રયાસ કરો, જે તમારી મદદ કરી શકે અને તમને ઉતેજન આપી શકે (હિબ્રુ-૩:૧૩, ૧૦:૨૪). તમારા મિત્રોને કહો કે તે તમને તમારા એકાંતના સમય વિશે, તમારી પ્રવૃતિઓ વિશે, અને ઈશ્વર સાથેના તમારા સંબંધ વિશે તમને જવાબદાર બનાવી રાખે , તેઓને પૂછો કે શું તમે પણ તેઓ માટે તેમ કરી શકો છો. આનો અર્થ એ નથી કે તમારે તમારા બધાં મિત્રોને છોડી દેવા જે પ્રભુ ઈસુને પોતાના મોક્ષદાતાના રૂપમાં નથી ઓળખતા. નિરંતર તેઓના મિત્ર બની રહો અને તેમને પ્રેમ કરો. હવે સરળતાથી તેઓને જાણવા દો કે ઈસુએ તમારા જીવનને બદલી નાખ્યું છે અને હવે તમે તે દરેક કાર્યોને નથી કરી શકતા જે તમે પહેલાં કરતા હતા. ઈશ્વરને કહો કે તે તમને ઈસુ વિશે તમારા મિત્રો સાથે વાત કરવા માટેનો અવસર આપે.

૫. બાપ્તિસ્મા લો.

ઘણાં લોકોને બાપ્તિસ્મા વિશે ગેરસમજ છે, “બાપ્તિસ્મા” શબ્દનો અર્થ પાણીમાં ડુબકી મારવી છે. બાપ્તિસ્મા ઈસુમાં તમારા નવા વિશ્વાસ અને તેમની પાછળ ચાલવાના તમારા નિર્ણયનું સાર્વજનિક રીતે ઘોષણા કરવાનું બાઇબલ આધારીત રીત છે. પાણીમાં ડુબકી મારવાની ક્રિયા એ દર્શાવે છે કે આપણે ઈસુની સાથે દટાયા છીએ. પાણીમાંથી બહાર આવવું એ ઈસુનું ફરીથી સજીવન થવા વિશે બતાવે છે. બાપ્તિસ્મા લેવું એ આપણી પોતાની ઈસુના મૃત્યુ, તેમના દટાવાં અને ફરીથી સજીવન થવાની સાથે ઓળખાણ કરાવવાનું છે (રોમન- ૬:૩-૪).

બાપ્તિસ્મા એ નથી કે જે તમને બચાવે છે, બાપ્તિસ્મા તમારા પાપોને ધોતું નથી. બાપ્તિસ્મા તો બસ આજ્ઞાપાલનનું એક પગલું છે, મોક્ષ માટે ફક્ત ખ્રિસ્ત ઉપરના વિશ્વાસનું સાર્વજનિક ઘોષણા છે. બાપ્તિસ્મા એટલા માટે મહત્વનું છે કારણકે તે આજ્ઞાપાલનનું પગલું છે. ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસ અને તેમના પ્રત્યેના તમારા સમર્પણની સાર્વજનિક ઘોષણા છે. જો તમે બાપ્તિસ્મા લેવા માટે તૈયાર હોય, તો તમારે પાળક સાથે વાત કરવી જોઇએ.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

મે હમણાં હમણાં જ ઈસુ ઉપર વિશ્વાસ કર્યો છે... હવે શું?
© Copyright Got Questions Ministries