settings icon
share icon
પ્રશ્ન

જીવનનો અર્થ શું છે?

જવાબ


જીવનનો અર્થ શું છે? હું કેવી રીતે જીવનમાં ઉદેશ્ય, પૂર્ણતા, અને સંતોષ શોધી શકું? શું હું કોઇ વાતનું કાયમનું મહત્વની પ્રાપ્તિ કરી શકું છું? ઘણા બધા લોકોએ આ મહત્વના પ્રશ્ન ઉપર વિચારવાનું ક્યારેય નથી છોડયું. તેઓ વર્ષો પાછળ વળીને જુએ છે અને આશ્ચર્ય કરે છે કે તેઓના સંબંધો શા માટે તૂટી ગયા અને શા માટે તેઓ ખાલીપણાનો અનુભવ કરે છે, તેઓએ તે બધું જ મેળવી લીધું હતું જે મેળવવા તે નીકળ્યા હતા છતાં પણ એક ખિલાડી જે બેસબોલ ની રમતમાં ખૂબજ વધારે ખ્યાતિ મેળવી ચૂકેલો હતો, તેને પૂછવામાં આવ્યું કે જ્યારે તેણે શરૂઆતમાં બેસબોલ રમવાનું આરંભ કર્યુ હતું તો તેની શી ઇચ્છા હતી કે કોઈ તેને શું સલાહ આપે. તેણે ઉત્તર આપ્યો, “મારી ઇચ્છા હતી કે કોઈ મને કહ્યુ હોત કે જ્યારે તમે શિખર પર પહોંચી જાવ છો, તો ત્યાં કશું જ નથી હોતું.” ઘણા ઉદેશ્ય પોતાના ખાલીપનને ત્યારે પ્રગટ કરી છે જ્યારે તેનો પીછો કરવામાં કોઈ વર્ષ વ્યર્થ થઈ ગયું હોય છે.

આપણી માનવતાવાદી સંસ્કૃતિમાં, લોકો ઘણા ઉદેશ્યનો પીછો એ વિચારીને કરે છે કે તેઓ તેમાં તે અર્થને મેળવી લેશે. આમાં કેટલાંક કાર્યોમાં વ્યવસાયિક સફળતા, સંપતિ, સારા સંબંધો, જાતિય સંબંધ, મનોરંજન, અને બીજાઓ સાથે સારૂ કરવું તે સામેલ છે. લોકોએ એવું સાક્ષી આપ્યુ છે કે જ્યારે તેઓએ સંપતિ, સંબંધો અને આનંદના લક્ષ્યોને પ્રાપ્ત કરી લીધા, ત્યારે પણ તેઓની અંદર એક ઉંડી શૂન્યતા હતી, ખાલીપણાનો એક એવો અનુભવ જેનાથી કોઈ વસ્તુ ભરેલી પ્રાપ્ત નથી થતી.

બાઇબલની સભાશિક્ષક નામના પુસ્તકના લેખકે આ વાતનો અનુભવ કર્યો જ્યારે તેણે આ કહ્યું, “વ્યર્થતાની વ્યર્થતા! વ્યર્થતાની વ્યર્થતા!.....સઘળું વ્યર્થ છે”. (સભાશિક્ષક–૧:૨) રાજા સુલેમાન પાસે, જે સભાશિક્ષકના લેખક છે. માપ કરતાં પણ વધારે સંપતિ, તેના અથવા આપણા સમયના લોકો કરતાં વધારે બુધ્ધિ, સેંકડો સ્ત્રીઓ હતી, મહેલો અને બગીચાઓ હતા જે ઘણા રાજ્યો માટે ઇર્ષ્યાનું કારણ હતા, સારામાં સારુ ભોજન અને મદિરા, અને મનોરંજનના ઘણા બધા સાધનો તેણી પાસે હતા. છતાં પણ તેણે એક સમયે આવું કહ્યું કે જે કંઈ તેનું હ્રદય ઇચ્છતું હતું, તેનો તેણે પીછો કર્યો, અને તેના પર પણ તેણે એવો સાર કાઢ્યો કે, “તેણે સૂર્યની નીચે” – એવું જીવેલું જીવન જેવું કે જીવનમાં કેવળ આજ કંઈક છે જે આપણે આંખોથી જોઈ શકીએ છીએ અને ઇંદ્રિયોથી મહેસુસ કરી શકીએ છીએ, વ્યર્થ છે! રચના આજ અને અત્યારનો અનુભવ કરવા સિવાય બીજી કોઈ વસ્તુ માટે પણ કરી છે. સુલેમાને ઇશ્વર વિશે કહ્યું, “વળી તેણે તેઓના હ્રદયમાં સનાતનપણું મૂક્યું છે.....” (સભાશિક્ષક–૩:૧૧). આપણાં હ્રદયોમાં આપણે જાણીએ છીએ કે ફક્ત “આજે- અને -અત્યારે” જ બધું નથી.

ઉત્પતિ, બાઇબલની પહેલી પુસ્તકમાં આપણે જોઈએ છીએ કે, ઇશ્વરે માણસને પોતાના સ્વરૂપમાં બનાવ્યો (ઉત્પતિ–૧:૨૬). તેનો અર્થ એ છે કે આપણે બીજી વસ્તુ કરતાં ઇશ્વરની વધારે સમાન છીએ (કોઈ પણ અન્ય પ્રકારના જીવનથી). આપણે એ પણ જોઈ શકીએ છીએ કે માણસ જાતિના પાપમાં પડવા પહેલાં અને પૃથ્વી શ્રાપિત થયાં પહેલાં, નીચે લખેલી બાબતો સાચી હતી: (૧) ઇશ્વરે માણસને એક સામાજીક પ્રાણી બનાવ્યું છે (ઉત્પતિ–૨:૧૮-૨૫), (૨) ઇશ્વરે માણસને કાર્ય આપ્યું (ઉત્પતિ -૨:૧૫), (૩) ઇશ્વરની માણસ સાથે સંગતિ હતી (ઉત્પતિ -૩:૮), અને (૪) ઇશ્વરે માણસને આખી પૃથ્વી પર અધિકાર આપ્યો (ઉત્પતિ–૧:૨૬). આ બધી બાબતોનું મહત્વ શું છે? ઇશ્વરે દરેકની ઇચ્છા રાખી કે તે આપણાં જીવનમાં પૂર્ણતા લાવે, પરંતુ આમાંથી દરેક (ખાસ કરીને માણસની ઇશ્વર સાથેની સંગતિ) ની ઉપર માણસના પાપમાં પડવા, અને પૃથ્વી પર શ્રાપનું પરિણામ બનતા પ્રતિકૂળ પ્રભાવ પડ્યો (ઉત્પતિ –૩). પ્રકટીકરણમાં, જે બાઇબલનું છેલ્લું પુસ્તક છે, ઇશ્વર પ્રગટ કરે છે કે તે આ વર્તમાન પૃથ્વી અને આકાશ ને જેમકે આપણે તેને જાણીએ છીએ, સર્વનાશ કરી દેશે, અને એક નવા આકાશ અને નવી પૃથ્વીની રચના કરશે. તે સમયે, તે છૂટકારો મેળવેલી માણસજાતિ સાથે પૂર્ણ સંગતિની પુનઃસ્થાપના કરશે, જ્યારે છૂટકારો ન મેળવેલ ન્યાય પછી અયોગ્ય એવા લોકોને આગની ખીણમાં નાખી દેશે (પ્રકટીકરણ–૨૦:૧૧-૧૫). અને પાપનો શ્રાપ જતો રહેશે, અને પછી પાપ, દુઃખ, બિમારી, મૃત્યુ કે દર્દ વગેરે.. નહી રહે (પ્રકટીકરણ–૨૧:૪). અને ઇશ્વર તેઓની સાથે વાસો કરશે, અને તેઓ તેના પુત્ર થશે (પ્રકટીકરણ–૨૧:૭), આ રીતે, આપણે ચક્ર ને પુરું કરી લઈએ છીએ અર્થાત ઇશ્વરે તેમની સાથે સંગતિ કરવા આપણી રચના કરી. માણસે એ સંગતિ તોડતા પાપ કર્યું, ઇશ્વરે તેની અનંતકાળ સુધી તે સંગતિને પુનઃ સ્થાપિત કરે છે. ઇશ્વરથી અનંતકાળ માટે અલગ થવા માટે ફક્ત મરવા માટે જીવનની યાત્રાને કંઈ પણ અને બધું મેળવતા પૂરું કરવું એ વ્યર્થતાથી પણ વધારે ખરાબ છે ! પણ ઇશ્વરે ન કેવળ અનંત આનંદને શક્ય બનાવવા માટે (લૂક-૨૩:૪૩), પરંતુ આ જીવનને પણ સંતોષજનક અને અર્થપૂર્ણ બનાવવા માટે એક માર્ગ બનાવ્યો છે. કેવી રીતે આ અનંત અને “પૃથ્વી પર સ્વર્ગ” મેળવી શકાય?

ઇસુ ખ્રિસ્ત દ્વારા જીવનને પુનઃસ્થાપિત કરવાનો અર્થ

જીવનનો વાસ્તવિક અર્થ, બન્ને અત્યારે અને અનંતકાળનું, ઇશ્વર સાથેના સંબંધની પુનઃસ્થાપનામાં મેળવી શકાય છે જે આદમ અને હવાએ પાપમાં પડવા દ્વારા ગુમાવી દીધી હતી. આજે, ઇશ્વર સાથેનો તે સંબંધ ફક્ત તેમના દીકરા, ઇસુ ખ્રિસ્ત દ્વારા જ સંભવ છે (પ્રે. કૃ.-૪:૧૨; યોહાન-૧૪:૬; યોહાન–૧:૧૨). અનંતજીવન તે/તેણી પોતાના પાપોનો પસ્તાવો કરવાથી મેળવી શકે છે (તે પાપમાં વધારે ન રહેવાની ઇચ્છા અને ખ્રિસ્ત તેમને બદલે અને તેઓને એક નવાં વ્યક્તિ બનાવે તેવી ઇચ્છા અને મોક્ષદાતાના રૂપમાં ઇસુ ખ્રિસ્ત પર નિર્ભર રહેવાની શરૂઆત ( આ મુખ્ય વિષય માટે “મોક્ષની યોજના શું છે ?” પ્રશ્ન જુઓ).

જીવનનો સાચો અર્થ ફક્ત ઇસુને પોતાના મોક્ષદાતા માની લેવામાં જ નથી (જેમકે આ આશ્ચર્યકારક વાત છે). પણ, જીવનનો સાચો અર્થ ત્યારે મળે છે જ્યારે એક વ્યક્તિ શિષ્યના રૂપમાં ખ્રિસ્તનું અનુકરણ કરે છે, તેના દ્વારા શિક્ષા પ્રાપ્ત કરે છે, તેના વચનમાં તેની સાથે સમય ગાળે છે, પ્રાર્થનામાં તેની સાથે વાત કરે છે, અને તેની આજ્ઞાઓનું પાલન કરવામાં તેની સાથે ચાલે છે. જો તમે અવિશ્વાસી હોય તો (અથવા એક નવાં વિશ્વાસી) તમારે તમારી જાતને કહેવું જોઈએ, “આ મને કંઈ પણ ઉતેજીત કે સંપૂર્ણ ન લાગ્યું!” પણ મહેરબાની કરીને થોડું વધારે વાંચો. ઇસુએ નિમ્નલિખિત કથન કહ્યાં છે: “ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતે પર લો, ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમ કે મારી ઝૂંસરી સહેલ છે. ને મારો બોજો હલકો છે” (માથ્થી–૧૧:૨૮-૩૦). “તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું” (યોહાન–૧૦:૧૦). “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે” (માથ્થી–૧૬:૨૪-૨૫). “જેથી તું યહોવામાં આનંદ કરીશ, અને તે તારા હ્રદયની ઇચ્છાઓ પૂરી પાડશે” (ગીતશાસ્ત્ર–૩૭:૪).

જે પણ આ વચનો કહે છે તે એ છે કે આપણી પાસે પસંદગી છે, આપણે પોતે આપણા જીવનનું માર્ગદર્શન ચાલું રાખી શકીએ છીએ, જેનું પરીણામ એક શૂન્ય લાવશે, અથવા આપણે આપણાં જીવનો માટે ખરાં મનથી ઇશ્વર અને તેમની ઇચ્છાઓની પાછળ ચાલવાની પસંદગી કરી શકીએ છીએ, જેનું પરિણામ સંપૂર્ણ જીવન, આપણી હ્રદયની ઇચ્છાઓનું પૂરું થવું અને સંતોષ અને સંતુષ્ટિ પ્રાપ્ત કરવાથી ભરાઇ જવું, આવું એટલા માટે છે કારણકે આપણો સૃષ્ટિકર્તા આપણને પ્રેમ કરે છે અને આપણાં માટે ઉત્તમ વાતોની ઇચ્છા રાખે છે (જરૂરી નથી કે સહેલું જીવન હોય, પણ તે સંપૂર્ણતાનું જીવન હશે).

જો તમે રમતોના મિત્રો છો અને એક વ્યવસાયિક રમત જોવા જવાનું નક્કી કર્યું છે, તમે થોડાંક પૈસા ખર્ચીને “પાછળની” સીટ જે મેદાનની સૌથી ઉપરની લાઈનમાં મેળવી શકો છો અથવા તમે થોડાંક સૈંકડો રૂપિયા ખર્ચીને રમતની સીટ મેળવી શકો છો. આવું જ ખ્રિસ્તી જીવનમાં છે. ઇશ્વરના કાર્યને પૃત્યક્ષ રીતે જોવું એ રવિવારના ખ્રિસ્તીઓ માટે નથી. તેઓએ મૂલ્ય ચૂકવ્યું નથી. ઇશ્વરના કાર્યને પૃત્યક્ષ રીતે તે લોકો જોઈ શકે છે જે તે/તેણીએ પોતાની ઇચ્છાની પાછળ ચાલવાનું બંધ કર્યું હોય જેથી તે/તેણી ઇશ્વરની ઇચ્છા પાછળ ચાલી શકે. તેઓ એ મૂલ્ય ચૂકવ્યું છે (ખ્રિસ્ત અને તેમની ઇચ્છા પ્રત્યે પૂરું સમર્પણ ); તેઓ જીવનની સંપૂર્ણતાનો અનુભવ કરે છે; અને તેઓ પોતાની જાતનો, તેમના મિત્રોનો, અને તેમનાં સર્જનહારનો પસ્તાવા વગર સામનો કરી શકે છે! શું તમે મૂલ્ય ચૂકવ્યું છે? શું તમે ચૂકવવા માટે ઇચ્છા રાખો છો? જો હા, તો , તમે અર્થ અને ઉદેશ્ય માટે ફરી ક્યારેય ભૂખ્યા નહી રહો.

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

જીવનનો અર્થ શું છે?
© Copyright Got Questions Ministries