પ્રશ્ન
હસ્તમૈથુન – શું આ બાઇબલના આધારે પાપ છે?
જવાબ
બાઇબલ હસ્તમૈથુનનો વિશેષ રીતે ક્યાયં ઉલ્લેખ નથી કરતી અથવા એ નથી કહેતી કે હસ્તમૈથુન કરવું પાપ છે કે નહી. પવિત્રશાસ્ત્ર વારંવાર ઉત્પતિ-૩૮:૯-૧૦ માં ઓનાનની કહાની તરફ સંકેત કરે છે કેટલાંક આ સંદર્ભની વ્યાખ્યા કરતાં એવું કહે છે કે ભૂમિ પર તમારું વીર્ય ઢોળવું: એક પાપ છે, તથાપિ, આ એકદમ તેવું જ નથી જેવું કે આ સંદર્ભમાં કહેવામાં આવ્યું છે. ઇશ્વરે ઓનાનને ભુમિ પર “તેનું વીર્ય ઢોળવા” માટે દોષિત ન હ્તો ઠરાવ્યો પણ કારણકે ઓનનને પોતાના ભાઇ માટે વારસનો પ્રબંધ કરવાની પોતાની જવાબદારીની અવગણના કરી. એક બીજો સંદર્ભ માથ્થી-૫:૨૭-૩૦ ઘણી વાર હસ્તમૈથુનને એક પાપ હોવાના પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ઇસુ વાસનાઓથી ભરેલા વિચારોની વિરુધ્ધ બોલે છે અને પછી તે એવું કહે છે, “ જો તારો કમણો હાથ તેને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે”. જ્યારે આ સંદર્ભ અને હસ્તમૈથુનમાં ઘણી સમાનતાઓ છે. એવું નથી કે ઇસુ અહીંયા હસ્તમૈથુનો ઉલ્લેખ કરે છે.
બાઇબલમાં ક્યાંય પણ હસ્તમૈથુન પાપ છે એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, એટલા માટે એવો પ્રશ્ન જ નથી ઉઠતો કે જે કાર્ય હસ્તમૈથુન માટે કરવામાં આવે છે તે પાપથી ભરેલાં છે કે નહીં : પણ હસ્તમૈથુન હંમેશા વાસનાથી ભરેલં વિચારો, યૌન ઉતેજના અને/અથવા સાહિત્યના પરિણામ સ્વરૂપે હોય છે. આ તે સમસ્યાઓ છે જેનું નિવારણ લાવવું જરૂરી છે. જો વાસનાના પાપ, અનૈતિક વિચારો, અને અશ્લિલ સાહિત્યનો ત્યાગ કરવામાં આવે અને તેના ઉપર વિજય મેળવાવામાં આવે તો હસ્તમૈથુન વિષયહીન થઈ જશે. ઘણા બધા લોકો હસ્તમૈથુન વાસ્ત્વિકતા સાથે સંઘર્ષ કરે છે, જ્યારે હ્કિકતમં, એ બાબતો જે આ કાર્ય તરફ લઇને જાય છે તેનો પસ્તાવો ખૂબ જ વધારે હોવા જોઈએ.
એવાં કેટલાંક બાઇબલ આધારીત સિંધ્ધાતો છે જેને હસ્તમૈથુનના વિચાર ઉપર લાગૂ કરી શકાય છે. એફેસી-૫:૩ ઘોષણા કરે છે કે, “વ્યાભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, એઓનં નામ સરખં તમારે ન લેવાં, કેમ કે સંતોને એ જ શોભે છે”. એ જોવું ખૂબ જ અઘરું છે કે કેવી રીતે હસ્તમૈથુન આ વિશેષ કસોટીને પાર કરી શકે છે. બાઇબલ આપણને શીખવે છે, “ માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો” (૧ કરિંથી-૧૦:૩૧) જો તમે કોઈ બાબત મટે ઇશ્વરને મહિમા નથી આપી શકતા તો તમારે તે ના કરવું જોઈએ. જો એક વ્યક્તિનેપુરી ખાત્રી નથી કે તેનું કાર્ય ઇશ્વરને પ્રસન્નકરશે. તો તે પાપ છે: “અને જે સઘળું વિશ્વાસથી નથી તે તો પાપ છે” (રોમન-૧૪:૨૩). તે ઉપરાંત, આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણાં શરીરને છોડાવવામાં આવ્યું છે અને તે ઇશ્વર સાથે જોડાયેલું છે. “તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી. કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે દેવને મહિમા આપો” (૧ કરિંથી-૬:૧૯-૨૦). આ મહાન સત્યનું એ વાત સાથે વાસ્તવિક સંબંધ હોવો જોઈએ કે આપણે આપણા શરીરની સાથે શું કરીએ છીએ. આ સિંધ્ધાતોના પ્રકાશમાં, નિષ્કર્ષ એ નીકળે છે કે બાઇબલના આધારે હસ્તમૈથુન એક પાપ છે. સ્પષ્ટ રીતે, હસ્તમૈથુન ઇશ્વરને મહિમા નથી આપતું: તેના દ્વારા અનૈતિક પ્રગટીકરણથી નથી બચી શકાતું, અને તે ઇશ્વરના આપણાં શરીર ઉપરની માલિકીની કસોટીમાં ખરું નથી ઉતરતું.
English
હસ્તમૈથુન – શું આ બાઇબલના આધારે પાપ છે?