settings icon
share icon
પ્રશ્ન

શું ઇશ્વર વાસ્તવિક છે? હું કેવી રીતે ચોક્ક્સપણે જાણી શકું કે ઇશ્વર વાસ્તવિક છે?

જવાબ


આપણે જાણી શકીએ છીએ કે ઇશ્વર વાસ્તવિક છે કારણકે તેણે ત્રણ રીતે પોતાની જાતને આપણી સામે પ્રકટ કરી છે: સૃષ્ટિમાં, તેમના વચનોમાં, અને તેમના પુત્ર, ઇસુ ખ્રિસ્તમાં.

ઇશ્વરનું અસ્તિત્વ છે તેનું મુખ્ય મૂળભુત પ્રમાણ સામાન્ય રીતે તેણે શું બનાવ્યુ છે તે છે. “ કેમ કે તેના અદ્રશ્ય ગુણો, એટલે તેનું સનાતન પ્રરાક્રમ અને દેવત્વ, જગત ઉત્પન્ન થયુ ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણોથી સ્પષ્ટ જણાય છે; તેથી તેઓ બહાનું કાઢી શકે તેમ નથી”. (રોમન–૧:૨૦). “આકાશો દેવનું ગૌરવ પ્રસિધ્ધ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે”. (ગીતશાસ્ત્ર–૧૯:૧).

જો મને મેદાનના વચ્ચેથી એક કાડાંઘડિયાળ મળે તો, હું એવી ધારણા નહિ બાંધું કે તે બસ એમજ “બહાર નીકળી” આવી છે અથવા તે હંમેશાથી ત્યાંજ અસ્તિત્વમાં આવી છે. ઘડિયાળની રચનાને આધારે, હું એવું અનુમાન લગાવીશ કે તેના કોઈ રચનાર છે પણ તેનાથી વધારે મહાન રચનાઓ અને ચોક્કસાઇ આ જગતમાં આપણી આસપાસ છે. આપણું સમયનું માપ કાડાં ઘડિયાળના આધારે નથી, પણ ઇશ્વરના હાથના કાર્યોમાં છે – પૃથ્વીનું નિરંતર ગતિ કરવું (અને સીજિયમ ના ૧૩૩ અણુ પર- રેડિયોએક્ટિવ ગુણોનું હોવું). બ્રહ્માંડ મહાન રચનાને પ્રદર્શિત કરે છે અને આ બાબત તેના મહાન રચનાકાર હોવાનો દાવો કરે છે.

જો મને સાંકેતિક ભાષામાં કોઈ સંદેશો મળે, તો હું તે લિપીનો ઉકેલ મેળવવા માટે એક સાંકેતિક લિપીના જાણકારની શોધ કરીશ. મારુ અનુમાન એ હશે કે સંદેશ મોકલનાર કોઈ બુધ્ધિમાન વ્યક્તિ છે, જેણે આ સાંકેતિક ભાષાની શોધ કરી છે. ડી.એન.એ. અર્થાત અનુવંશીય “સંકેત લિપી” કેટલી જટિલ હોય છે જે આપણે આપણા શરીરના પ્રત્યેક કોષમાં લઈને ચાલીએ છીએ? શું ડી.એન.એ. ની જટિલતા અને ઉદેશ્ય સંકેત લિપીના કોઈ બુધ્ધિમાન લેખક હોવાનો દાવો નથી કરતાં?

ઇશ્વરે ન કેવળ એક ગૂંચવણ ભરેલું અને પરસ્પર તાલમેલવાળું ભૌતિક સંસાર બનાવ્યું; તેણે દરેક મનુષ્યના હ્રદયમાં અનંતકાળની સમજણ પણ મુકી છે (સભા શિક્ષક–૩:૧૧). માણસજાતમાં એક જન્મજાત બોધ છે કે જીવનમાં આંખો દ્વારા જોઈ શકાતી વસ્તુ કરતાં પણ કંઇક વધારે છે, તે છે કે આ સાંસારિક નિત્યકર્મોથી પણ ઉંચું કોઇ અસ્તિત્વ છે. આપણી આ અનંતકાળની સમજણ ઓછામાં ઓછી બે રીતે પ્રકટ થાય છે: નિયમોને બનાવવું અને આરાધના.

દરેક સભ્યતાએ અત્યાર સુધીના ઇતિહાસ દરમ્યાન કંઇક નૈતિક નિયમોને મૂલ્ય આપ્યું છે, જે આશ્ચર્ય કારક રીતે એક સંસ્કૃતિથી બીજી સંસ્કૃતિમાંથી એક જેવી જ રહી છે. ઉદાહરણ માટે પ્રેમના આદર્શોને વિશ્વવ્યાપી રૂપે સન્માન દેવામાં આવે છે, જ્યારે ખોટા બોલવાના કામોને વિશ્વવ્યાપી રૂપે નિંદા કરવામાં આવે છે. આ સામાન્ય નૈતિકતા- સાચા અને ખોટાને સાર્વભૌમિક સમજ- એક સર્વોપરિ નૈતિક પ્રાણીના અસ્તિત્વની તરફ સંકેત કરે છે જેણે આપણને આ પ્રકારની સમજ આપી છે. આ જ રીતે, આખા જગતના લોકો, એ ભલે ગમે તે સંસ્કૃતિના કેમ ન હોય, આરાધનાની એક પધ્ધ્તિને વિકસિત કરી છે. આરાધના નો ઉદેશ્ય અલગ હોઇ શકે છે, પરંતુ માણસ હોવાના કારણે એક “ મહાન સામર્થ” માણસ જીવનનો અસ્વીકાર ન કરી શકાય તેવો ભાગ છે. આરાધનાનો આપણો આ સ્વભાવ આ તથ્યની સાથે મળે છે કે ઇશ્વરે આપણને “પોતાના સ્વરૂપમાં બનાવ્યા છે.” (ઉત્પતિ–૧:૨૭).

ઇશ્વરે પોતાની જાતને આપણી સામે પોતાના વચન એટલે કે બાઇબલ દ્વારા પ્રગટ કરી છે. ધર્મશાસ્ત્રમાં, ઇશ્વરના અસ્તિત્વને સ્વયં – સિધ્ધના રૂપમાં દર્શાવવામાં આવ્યું છે. (ઉત્પતિ–૧:૧; નિર્ગમન–૩:૧૪). જ્યારે બેન્જામિન ફ્રેન્ક્લીન પોતાની જીવની લખે છે ત્યારે, તે પોતાનું અસ્તિત્વ છે એવું સાબિત કરવામાં સમય નથી વેડફતાં. તેવી જ રીતે ઇશ્વર પોતાની પુસ્તકમાં પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે વધારે સમય વ્યતિત નથી કરતાં. બાઇબલનો જીવન બદલવાનો સ્વભાવ, તેની પ્રામાણિકતા, અને ચમત્કારો જે તેના લેખો સાથે આવે છે તે નજીકનો દ્રષ્ટિકોણ પ્રાપ્ત કરવા માટે પુરતુ હોવુ જોઇએ.

ઇશ્વરની પોતાની જાતને પ્રકટ કરવાનો ત્રીજો રસ્તો પોતાનો દીકરો, ઇસુ ખ્રિસ્ત છે (યોહાન–૧૪:૬-૧૧). “આદિએ શબ્દ હતો, અને શબ્દ દેવની સંધાતે હતો. શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો. અને બાપના એકાંકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો, તે કૃપા તથા સત્યતાથી ભરપુર હતો”. (યોહાન–૧:૧,૧૪; ક્લોસ્સી–૨:૯).

ઇસુના અદભુત જીવનમાં તેણે આખા જુના કરારના નિયમની વ્યવસ્થાને પૂર્ણતાથી માની અને મસીહાના વિષયમાં કરવામાં આવેલી ભવિષ્યવાણીઓને પૂરી કરી (માથ્થી–૫:૧૭). પોતાના સંદેશની પ્રામાણિક્તા સિધ્ધ કરવા અને પોતે પ્રભુ હોવાની સાક્ષી માટે તેણે ધ્યાન અસંખ્ય કાર્યો અને સર્વાધિક રીતે આશ્ચર્ય કર્મો કર્યા (યોહાન–૨૧:૨૪-૨૫) પછી, તેણે વધસ્તંભ પર ચડ્યાના ત્રણ દિવસ પછી તે મૃત્યુમાંથી સજીવન થયો, એક એવું સત્ય જેની પ્રમાણભૂતતા સેંકડો સાક્ષીઓ એ આપી (૧ કરિંથી–૧૫:૬). ઐતિહાસિક લેખો આ “પ્રમાણ” થી ભરેલા છે કે ઇસુ કોણ છે. જેમ પાઉલ પ્રેરિતે કહ્યું, આ બાબતો “ખૂણામાં બન્યું નથી” (પ્રે. કૃ.–૨૬:૨૬).

આપણે એ જાણીએ છીએ કે શંકા કરવા વાળાઓ હંમેશા રહેશે જેઓની પાસે ઇશ્વરના વિષયમાં પોતાના અનેક વિચારો હશે અને તે પ્રમાણોને તે જ રીતે વાંચશે. અને કેટલાંક એવા પણ હશે જેને કોઇ પણ પ્રકારના પ્રમાણો સંતુષ્ટ નહિ કરી શકે (ગીતશાસ્ત્ર–૧૪:૧). આ બધું કેવળ વિશ્વાસ દ્વારા જ આવે છે (હિબ્રૂ–૧૧:૬).

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

શું ઇશ્વર વાસ્તવિક છે? હું કેવી રીતે ચોક્ક્સપણે જાણી શકું કે ઇશ્વર વાસ્તવિક છે?
© Copyright Got Questions Ministries