settings icon
share icon
પ્રશ્ન

ચાર આત્મિક નિયમો કયાં છે?

જવાબ


ચાર આત્મિક નિયમો મોક્ષ માટેના શુભ સંદેશ ને જે ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા ઉપલબ્ધ છે, તેને સંભળાવવા માટેની એક રીત છે.

ચાર આત્મિક નિયમોમાંથી પહેલું, “ઇશ્વર તમને પ્રેમ કરે છે અને તમારા જીવન માટે તેમની પાસે એક અદભૂત યોજના છે”. યોહાન-૩:૧૬ કહે છે, “કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરે કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારુ કે જે કોઇ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે”. યોહાન -૧૦:૧૦ આપણને કારણ આપે છે કે ઇસુ આવ્યા, “તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું”. કઈ બાબત આપણને ઇશ્વરના પ્રેમથી રોકી રહી છે? કઈ બાબત આપણને પુષ્કળ જીવન મેળવતા રોકે છે?

ચાર આત્મિક નિયમોમાંથી બીજું, “મનુષ્યજાતી પાપના કારણે દોષી છે એટલા માટે ઇશ્વરથી અલગ છે. પરિણામ સ્વરૂપ, આપણે આપણાં જીવનના માટે ઇશ્વરની અદભુત યોજના ને સમજી નથી શકતા”. રોમન–૬:૨૩ આપણને પાપનું પરિણામ બતાવે છે, “પાપનો મુસારો મરણ છે”. ઇશ્વરે આપણી સૃષ્ટિ તેમની સાથે સંબંધ સ્થાપિત કરવા માટે કરી. પરંતુ, મનુષ્ય આ જગતમાં પાપને લાવ્યો, અને તેથી તે ઇશ્વરથી અલગ થઈ ગયો. આપણે તેમની સાથે એ સંબંધને બગાડી નાખ્યો જેની ઇશ્વરે આપણી સાથે રાખવાની અપેક્ષા કરી હતી. તેનું સમાધાન શું છે?

ચાર આત્મિક નિયમોમાંથી ત્રીજું, “ઇસુ ખ્રિસ્ત જ ફકત આપણાં પાપ માટે ઇશ્વર તરફથી એક માત્ર ઉપાય છે. ઇસુ ખ્રિસ્ત દ્વારા, આપણને આપણાં પાપોની માફી મળે છે અને ઇશ્વર સાથે સાચો સબંધ પુનઃ સ્થાપિત કરી શકીએ છીએ”. રોમન–૫:૮ કહે છે, “પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણને સારુ મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે”. ૧ કરિંથી–૧૫:૩-૪ આપણે બચવા માટે શું જાણવું જોઈએ અને વિશ્વાસ કરવો જોઈએ તેની માહીતી આપે છે, “..... ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારુ મરણ પામ્યો, અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો, અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું....” યોહાન-૧૪:૬ માં ઇસુ પોતે જાહેર કરે છે કે ફક્ત તે જ મોક્ષ માટેનો રસ્તો છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી”. હું કેવી રીતે આ મોક્ષની અદભુત ભેંટ પ્રાપ્ત કરી શકું?

ચાર આત્મિક નિયમોમાંથી ચોથું, “મોક્ષની ભેંટ પ્રાપ્ત કરવા માટે અને આપણાં જીવન માટે ઇશ્વરની અદભુત યોજના જાણવા માટે ઇસુ ખ્રિસ્ત પર મોક્ષદાતાના રૂપમાં આપણે આપણો વિશ્વાસ મૂકવો જોઈએ”. યોહાન–૧:૧૨ તેને આપણા માટે વર્ણન કરે છે, “પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે દેવનાં છોકરાં થવાનો અધિકાર આપ્યો”. પ્રે.કૃ. ૧૬:૩૧ તે ખૂબ જ સ્પષ્ટ કહે છે, “પ્રભુ ઇસુ પર વિશ્વાસ કર, એટ્લે તું તારણ પામશે!” આપણે ફક્ત કૃપા દ્વારા મોક્ષ પામી શકીએ છીએ, ફક્ત વિશ્વાસ દ્વારા, ફક્ત ઇસુ ખ્રિસ્તમાં (એફેસી-૨:૮-૯).

જો તમે ઈસુ ખ્રિસ્તને તમારા મોક્ષદાતાના રૂપમાં સ્વીકારવા માંગો છો, તો અહીંયા એક સરળ પ્રાર્થના આપવામાં આવી છે જે તમે કરી શકો છો. આ પ્રાર્થના કે બીજી કોઈ પ્રાર્થના કરવાથી તમારો બચાવ નહીં થાય. ફક્ત ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ તમને પાપોથી બચાવશે. આ પ્રાર્થના ઈશ્વર પ્રત્યેનો તમારો વિશ્વાસ અને તમારા મોક્ષ માટે રસ્તો પુરો પાડ્યો તે માટે ધન્યવાદ વ્યક્ત કરવા માટે છે. “ઈશ્વર, હું જાણું છું કે મેં તમારા વિરુધ્ધ પાપ કર્યુ છે અને હું સજા ને પાત્ર છું પણ ઈસુ ખ્રિસ્તે તે સજા પોતે લઈ લીધી છે જેને હું લાયક હતો જેથી તેનામાં વિશ્વાસ દ્વારા મને ક્ષમા મળી શકે. મોક્ષ માટે હું તમારામાં વિશ્વાસ મુકું છું. ધન્યવાદ તમારી અદભૂત દયા અને ક્ષમા માટે! આમીન!”

શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

ચાર આત્મિક નિયમો કયાં છે?
© Copyright Got Questions Ministries