settings icon
share icon
પ્રશ્ન

શું મોક્ષ ફક્ત વિશ્વાસ દ્વારા જ છે, કે વિશ્વાસ ની સાથે કર્મો દ્વારા?

જવાબ


આ કદાચ આખા ખ્રિસ્તિ ધર્મવિજ્ઞાન માં સૌથી મહત્વ નો પ્રશ્ન છે. આ જ પ્રશ્ન સુધારવાદનો કારણ બન્યુ છે, જેણે પ્રોટેસ્ટેટ મંડળીઓ અને કેથોલીક મંડળી વચ્ચે વિભાજન કરી દીધુ. આ પ્રશ્ન બાઇબલ આધારિત ખ્રિસ્તીપણુ અને “ખ્રિસ્તી” સંપ્રદાયની વચ્ચે એક મહત્વની ભિન્નતાની ચાવીરૂપ છે. શું મોક્ષ ફક્ત વિશ્વાસ દ્વારા છે કે વિશ્વાસ અને કર્મો દ્વારા? શું મને ફક્ત ઇસુ પર વિશ્વાસ કરવા દ્વારા મોક્ષ મળી જશે, કે મારે વિશ્વાસની સાથે નિશ્ચિત કાર્યો પણ કરવા પડશે?

ફક્ત વિશ્વાસ કે વિશ્વાસની સાથે કર્મોના પ્રશ્નો ને બાઇબલના કેટલાંક સમાધાન ન થઈ શકે તેવા ભાગોએ મુશ્કેલ બનાવી દીધુ છે. રોમન-૩:૨૮, ૫:૧ અને ગલાતી–૩:૨૪ ને યાકૂબ-૨:૨૪ સાથે સરખામણી કરો. કેટલાંક લોકો પાઉલ (ફકત વિશ્વાસ દ્વારા મોક્ષ છે) અને યાકૂબ (મોક્ષ વિશ્વાસ અને કર્મો દ્વારા છે) વચ્ચે ભિન્નતા જોવે છે. પાઉલ સિધ્ધાંતિક રીતે કહે છે કે ધર્મી બનવુ એ ફક્ત વિશ્વાસથી થાય છે (એફેસી-૨:૯૯), જ્યારે યાકૂબ એવું કહેતા જોવામાં આવે છે કે ધર્મી બનવું વિશ્વાસ અને કર્મોથી થાય છે. આ દેખીતી સમસ્યાનું સમાધાન એ વાતની ચોક્ક્સાઇ કરવાથી થાય છે કે હકિકતમાં યાકૂબ ક્યા વિષયમાં વાત કરી રહ્યો છે. યાકૂબ એ માન્યતાનું ખંડન કરે છે કે કોઈ વ્યક્તિ સારા કાર્યો વગર વિશ્વાસને પ્રાપ્ત કરી શકે છે (યાકૂબ-૨:૧૭-૧૮). યાકૂબ એ વાત પર ભાર મૂકે છે કે ખ્રિસ્ત એક પરિવર્તિત જીવન અને સારા કર્યો ને ઉત્પન્ન કરશે (યાકૂબ-૨:૨૦-૨૬). યાકૂબ એવું નથી કહેતો કે ધર્મી બનવું એ વિશ્વાસ અને કર્મો દ્વારા થાય છે, પણ એ એવું કહે છે કે જ્યારે એક વ્યક્તિ વિશ્વાસ દ્વારા સચ્ચાઇથી ધર્મી બની જાય છે તો તેના જીવનમાં સારા કર્મો આવશે. જો એક વ્યક્તિ વિશ્વાસી હોવાનો દાવો કરે છે, પણ તેના જીવનમાં સારા કાર્યો નથી હોતા, તો તેમાં ખ્રિસ્ત પ્રત્યે સાચો વિશ્વાસ નથી હોતો (યાકૂબ-૨:૧૪,૧૭,૨૦,૨૬).

પાઉલ પણ પોતાના લેખોમાં આ જ વાત કહે છે. વિશ્વાસીઓના જીવનમાં જે સારા ફળો હોવા જોઈએ તે ગલાતી-૫:૨૨-૨૩ માં આપવામાં આવ્યા છે. આ કહેવાના તરત પછી આપણે વિશ્વાસથી મોક્ષ મેળવીએ છીએ, કર્મો દ્વારા નહી (એફેસી-૨:૮-૯). પાઉલ આપણને સૂચિત કરે છે કે આપણી રચના સારા કર્મો ઉત્પન્ન કરવા માટે થઈ છે (એફેસી–૨:૧૦). જેટલી યાકૂબ એક પરિવર્તિત જીવનથી અપેક્ષા રાખે છે એટલી જ પાઉલ પણ રાખે છે : “ માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પતિ છે, જે જુનુ હતુ તે સર્વ જતુ રહ્યુ છે, જુઓ, તે નવુ થયું છે”. (૨ કરિંથી-૫:૧૭) યાકૂબ અને પાઉલ મોક્ષ ઉપર પોતાની શિક્ષાઓથી અસહમત નથી. તેઓ એક જ વિષય ઉપર અલગ અલગ દ્ર્ષ્ટિકોણથી પહોંચે છે. પાઉલે સરળરીતે એ વાત પર ભાર મુક્યો કે, ધર્મી બનવુ ફકત વિશ્વાસ દ્વારા જ થાય છે જ્યારે યાકૂબે એ સત્યને મહત્વ આપ્યું કે ખ્રિસ્ત પરનો સાચો વિશ્વાસ સારા કર્મોને ઉત્પન્ન કરે છે.

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

શું મોક્ષ ફક્ત વિશ્વાસ દ્વારા જ છે, કે વિશ્વાસ ની સાથે કર્મો દ્વારા?
© Copyright Got Questions Ministries