settings icon
share icon
પ્રશ્ન

શું અનંતકાળની સુરક્ષા બાઇબલ આધારિત છે?

જવાબ


જ્યારે લોકો ખ્રિસ્તને પોતાના મોક્ષદાતાના રૂપમાં ઓળખી જાય છે, ત્યારે તે ઇશ્વર સાથેના સંબંધમાં આવી જાય છે જે તેઓની અનંતકાળની સુરક્ષાની ગેરંટી એટલેકે નિશ્ચિતતા હોય છે. યહૂદીનો પત્ર ૨૪ મી કલમ કહે છે, “હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદ શિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે”. ઇશ્વરનું સામર્થ વિશ્વાસીઓને ઠોકર ખાતાં બચાવવા માટે પૂરતી છે. આ તેમના ઉપર છે, આપણાં ઉપર નથી, તે તે આપણને પોતાની મહિમાની ભરપૂરી સામે ઉભાં કરે. આપણી અનંતકાળની સુરક્ષા ઇશ્વર દ્વારા આપણને બચાવી રાખવાનું પરિણામ છે, આપણે પોતે આપણાં મોક્ષને દુરસ્ત નથી રાખી શકતા.

પ્રભુ ઇસુ ખ્રિસ્તે ઘોષણા કરી, “હું તેઓને અનંતજીવન આપું છું, અને કદી તેઓનો નાશ થશે નહિ, અને મારા હાથમાંથી કોઇ તેઓને છીનવી લેશે નહિ. મારો બાપ, જેણે મને તેઓને આપ્યાં છે, તે સહુથી મોટો છે, અને બાપના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી” (યોહાન–૧૦:૨૮-૨૯). ઇસુ અને પિતા બંનેએ આપણને મજબૂત રીતે પોતાના હાથમાં પકડીને રાખ્યા છે. કોણ આપણને પિતા અને પુત્રના હાથમાંથી અલગ કરી શકે છે?

એફેસી-૪:૩૦ આપણને કહે છે કે વિશ્વાસીઓને “ઉધ્ધારના દહાડાને સારુ મુદ્રાંકિત કરવામાં આવ્યા છે”. જો વિશ્વાસીઓ પાસે અનંતકાળની સુરક્ષા નથી, તો તેઓની મુદ્રા ઉધ્ધારના દિવસ માટે સાચી ન હોઈ શકે, પ્ણ ફક્ત પાપ કરવા, ત્યાગ કરવા, અને અવિશ્વાસ કરવાના દિવસ માટે હોય છે. યોહાન-૩:૧૫-૧૬ આપણને કહે છે કે જે કોઈ પણ ઇસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે “તેઓને અનંતજીવન આપવામાં આવશે”. જો કોઈ વ્યક્તિને અનંતકાળના જીવનની પ્રતિજ્ઞા આપવામાં આવી હોઈ, પણ પછી તે તેની પાસેથી લઈ લેવામાં આવ્યું હોય, તો તે શરૂઆતથી જ અનંતકાળનું” ન હતું. જો અનંતકાળની સુરક્ષા સાચી નથી, તો બાઇબલમાં અનંતકાળના જીવનની પ્રતિજ્ઞા પણ ખોટી હશે.

અનંતકાળની સુરક્ષા માટે સૌથી સામર્થી દલીલોમાંથી એક રોમન–૮:૩૮-૩૯ છે, “કેમકે મારી ખાત્રી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું કે, પરાક્રમીઓ, ઉંચાણ કે ઉંડાણ કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઇસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહી”. આપણી અનંતકાળની સુરક્ષા ઇશ્વર દ્વારા છોડાવાયેલા લોકો પ્રત્યે ઇશ્વરના પ્રેમ ઉપર આધારિત છે. આપણી અનંતકાળની સુરક્ષા ખ્રિસ્ત દ્વારા ખરીદવામાં આવી, ઇશ્વર દ્વારા પ્રતિજ્ઞા કરવામાં આવી, અને પવિત્ર આત્મા દ્વારા તેને મુદ્રાંકિત કરવામાં આવી.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

શું અનંતકાળની સુરક્ષા બાઇબલ આધારિત છે?
© Copyright Got Questions Ministries