settings icon
share icon
પ્રશ્ન

બાઈબલ છૂટાછેડા અને પુનર્વિવાહ વિશે શું કહે છે?

જવાબ


સૌથી પહેલાં, કોઇ વ્યકિત છૂટાછેડા વિશે કોઇ પણ દ્રષ્ટિકોણ કેમ ન રાખતો હોય, પણ મલાખી-2:16 ને યાદ રાખવું ખૂબજ મહ્ત્વનું છે: “કેમ કે તમારો પત્નીત્યાગ હું ધિક્કરું છું, એવું ઈસ્ત્રાએલનો દેવ યહોવા કહે છે.” બાઈબલ અનુસાર, લગ્ન એ જીવનભર નું સમર્પણ છે. “માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે દેવે જેને જોડયું છે તેને માણસે જુદું પાડવું નહિં(માથ્થી-19:6). તેમ છતાં, ઈશ્વર સમજે છે, કે જ્યારે લગ્નમાં બે પાપી મનુષ્ય જોડાય છે, તો છૂટાછેડા થઈ શકે છે. જૂનાં કરારમાં, છૂટાછેડા પામેલાઓને, ખાસ કરીને સ્ત્રીઓની સુરક્ષા માટે તેણે કેટલાક નિયમો આપ્યા છે (પુનર્નિયમ-24:1-4). ઈસુએ એવો સંકેત કર્યો કે આ નિયમો લોકોના હૃદયની કઠોરતાના કારણે આપવામાં આવ્યા છે, ઈશ્વરની ઈરછા હતી એટલા માટે નહી(માથ્થી-19:8).

આ વિવાદ કે શું બાઈબલ અનુસાર છૂટાછેડા અને પુનર્વિવાહની અનુમતિ છે, મૂળ રૂપથી માથ્થી-19:9 માં ઈસુ એ કહેલા શબ્દોની ચારે બાજું ફરે છે. આ વાક્ય “વ્યાભિચાર ને છોડી ને” પવિત્રશાસ્ત્રમાં એકમાત્ર એવી વાત છે જે છૂટાછેડા અને પુનર્વિવાહની તરફ ઈશ્વરની અનુમતિ આપે છે. ઘણાં વ્યાખ્યાકારો તેને “અપવાદ કથન” સમજે છે જે “સગાઈ” ના મધ્યમાં કરવામાં આવેલી “વૈવાહિક અવિશ્વાસયોગ્યતા” એટલેકે વ્યાભિચાર તરફ સંકેત કરે છે. યહુદીઓના રીતિ-રિવાજ માં, એક પુરુષ અને સ્ત્રીને ત્યારે પણ દંપતિ માનવામાં આવતા જ્યારે તેઓની સગાઈ થઈ જતી હ્તી. આ દ્રષ્ટિકોણના અનુસાર, ”સગાઈ” ના આ સમયમાં અનૈતિકતા તે સમયે છૂટાછેડાનું કારણ હોઈ શકે છે.

તેમ છતાં, ગ્રીક શબ્દનું ભાષાંતર “વૈવાહિક અવિશ્વાસ્યોગ્યતા” એટલે કે વ્પભિચાર એક એવો શબ્દ છે જેનો અર્થ કોઇ પણ પ્રકારના લૈંગિક અનૈતિકતા છે. તેનો અર્થ પર સ્ત્રી/પુરુષ ગમન, વૈશ્યાવૃત્તિ, વ્યાભિચાર, વગેરે હોઈ શકે છે. ઈસુ કદાચ એવું કહી રહ્યાઅં છે કે છૂટાછેડા ની અનુમતિ ત્યારે જ છે જ્યારે તેઓમાં લૈંગિક અનૈતિકતા હોય. શારીરિક સંબંધ લગ્નના બંધનનું એક અભિન્ન અંગ છે. “અને બન્ને એક દેહ થશે” (ઉત્પતિ-2:24, માથ્થી-19:5, એફેસી-5:31). તેથી તે બંધનને તોડતા કોઇ પણ લગ્ન બહારના શારીરિક સંબંધો છૂટાછેડાની અનુમતિનું કારણ બની શકે છે. જોએવું છે, તો આ સંદર્ભમાં ઈસુના મનમાં પુનર્વિવાહ પણ છે. આકથન “બીજીને પરણે” (માથ્થી-19:9) પ્રગટ કરે છે કે છૂટાછેડા અને પુનર્વિવાહ ની અનુમતિ આપવી અપવાદ કથનનું એક ઉદાહરણ છે. ભલે કઈ પણ કેમન હોય તેની વ્યાખ્યા આમજ કરવામાં આવી છે. પણ એ જાણવું એક મહત્વપૂર્ણ વાત છે કે ફકત નીર્દોષીપક્ષને જ પુનર્વિવાહની અનુમતિ આપવામાં આવી છે. તેમ છતા પવિત્રશાસ્ત્રમાં તે નથી કહેવામાં આવ્યું, છૂટાછેડા પછી પિનર્વિવાહની અનુમતિ તે વ્યકિત માટે દયા છે જેના વિરુધ્ધ પાપ કરવામાં આવ્યું છે, તેના માટે નહી જેણે લૈંગિક અનૈતિકતા કરી છે. કેટલાંક એવા ઉદાહરણ હોઈ શકે છે જ્યાં “દોષી પક્ષ” ને પુનર્વિવાહની અનુમતિ હોય, પણ આવું પવિત્રશાસ્ત્રમાં નથી એ શીખવાડવામાં આવ્યું.

કેટલાક લોકો 1 કરિંથી-7:15 ને એક બીજું “અપવાદ કથન” સમજે છે, જે પુનર્વિવાહની અનુમતિ આપે છે, જો કોઇ અવિશ્વાસી જીવન સાથી એક વિશ્વાસીને છૂટાછેડા આપે છે. જો કે, આ સંદર્ભ પુનર્વિવાહનો ઉલ્લેખ નથી કરતું, પણ ફકત એ કહે છે જો કોઇ અવિશ્વાસી જીવન સાથી અલગ થવા માંગે છે તો વિશ્વાસી લગ્નને બનાવી રાખવા માટે મજબૂર નથી. બીજાં એ વાત ઉપર ભાર મૂકે છે કે (દંપતિ કે બાળક) પ્રત્યે દુર્વ્યવહાર બાઈબલમાં ન હોવ છતાં પણ છૂટાછેડા માટે યોગ્ય કારણ છે. જ્યારે આ એક સાચું કારણના રૂપમાં જોઈ શકાય છે, પણ ઈશ્વરના વચન ઉપર અટ્કળ લગાવવી બુધ્ધિમાની નથી.

કયારેક અપવાદ કથનોં પર ચર્ચામાં હારી જવાં પાછળ વાસ્તવિકતાતો એ છે કે “વૈવાહિક અવિશ્વાસયોગ્યતા” એટલે કે વ્યાભિચારનો તાત્પર્ય જે હોય તે, છૂટાછેડાની અનુમતિ છે, તેવું જરૂરી નથી:; ત્યાં સુધી કે જો વ્યાભિચાર થઈ પણ જાય, તો એક દંપતિ, ઈશ્વરની કૃપાથી માફ કરવાનું શીખી શકે છે અને પોતાના લગ્નનું ફરીથી નિર્માંણ કરી શકે છે. ઈશ્વરે તો આપણણે કેટલી બધી બાબતો માટે માફ કાર્યા છે. ચોક્કસ રીતે આપણે તેમના ઉદાહરણ નું અનુકરણ કરી શકીએ છીએ અને ત્યાં સુધી કે વ્યાભિચર ના, પાપને પણ માફ કરી શકીએ છીએ (એફેસી-4:32). જો કે, ઘણાં ઉદાહરણો માં, એક જીવનસાથી પસ્તાવો નથી કરતો અને લૈંગિક અનૈતિકતામાં બની રહે છે. કદાચ ત્યાં માથ્થી-19:9 લાગુ કરી શકાય છે. કેટલાક લોકો છૂટાછેદા પછી તરત જ પુનર્વિવાહ તરફ જુએ છે જ્યારે ઈશ્વર ઈરછા રાખે છે કે તેઓ એકલા રહે. ઈશ્ર્વર કયારેક-કયારેક એક વ્યકિત ને એકલા રહેવા માટે તેડે છે જેથી તેનું ઘ્યાન ન ભટકે (1 કરિંથી-7:32-35). કેટલીક પરિસ્થિતીમાં પુનર્વિવાહ એક વિકલ્પ હોઈ શકે છે. પણ તેનો અર્થ એવો નથી કે તે જ એક માત્ર વિકલ્પ છે.

એ દુ:ખદ વાત છે કે ખ્રિસ્તી વિશ્વાસીઓમાં છૂટાછેડાનું પ્રમાણ લગભગ એટલું જ છે કે જેટલું સંસારમાં અવિશ્વાસીઓનું છે. બાઈબલ એ વાતને ખૂબજ સ્પષ્ટ કરે છે કે ઈશ્વર પત્નીત્યાગ એટલે કે છૂટાછેડાને ધિક્કારે છે (મલાખી-2:16) અને મેલ-મિલાપ અને ક્ષમા એક વિશ્વાસીના જીવનનું ચિહ્ન હોવું જોઈએ (લૂક-11:4, એફેસી-4:32). તેમ છતાં, ઈશ્વર જાણે છે કે છૂટાછેડા મેળવેલ અને/અથવા પુનર્વિવાહ કરેલા વિશ્વાસીએ પોતાના પ્રત્યે ઈશ્વરના પ્રેમને ઓછો ન આંકવો જોઈએ, ભલે તેમના છૂટાછેડા અને/અથવા પુનર્વિવાહ માથ્થી-19:9 ના અપવાદ કથન ને આધિન ન હોય. ઈશ્વર ઘણીવાર ખ્રિસ્તીઓની પાપપૂર્ણ અનઆજ્ઞાકારીતાને પણ ખૂબજ ભલાઈ માટે ઉપયોગ કરે છે.

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

બાઈબલ છૂટાછેડા અને પુનર્વિવાહ વિશે શું કહે છે?
© Copyright Got Questions Ministries