settings icon
share icon
પ્રશ્ન

બાઈબલ ડાયનાસોર વિશે શું કહે છે? શું બાઈબલમાં ડાયનાસોરનું વર્ણન છે?

જવાબ


ખ્રિસ્તી સમાજમાં ડાયનાસોરનો વિષય એક લાંબા સમયથી ચાલી રહેલા વિસ્તૃત વિવાદનો એક ભાગ છે જે પૃથ્વી પર સદિયોથી ચાલતો આવ્યો છે, ઉત્પતિનું ચોક્ક્સ અર્થઘટન, અને આપણી આસપાસ મળી આવતા ભૌતિક પ્રમાણોનું અર્થઘટન કેવી રીતે કરી શકાય. જે લોકો પૃથ્વી ખૂબજ જુની હોવાનું માને છે તે આ વાત પર સહમત થશે કે બાઈબલમાં ડાયનાસોરનો ઉલ્લેખ નથી, કારણકે, માણસે પૃથ્વી ઉપર પગ મૂક્યો તે પહેલાંથી ડાયનાસોર લુપ્ત થઈ ગયા છે. જે લોકોએ બાઈબલ લખ્યું તેઓએ પણ ડાયનાસોરને જીવતાં નહી જોયા હોય.

જે લોકો પૃથ્વીને વધારે જુની નથી માનતા તેઓ એવું મને છે કે બાઈબલ ડાયનાસોરનો ઉલ્લેખ કરે છે, ભલે તે ચોક્ક્સ રીતે “ડાયનાસોર” શબ્દનો ઉપયોગ નથી કરતી. તેના બદલામા, તે હિબ્રૂ શબ્દ તાનીયેન નો ઉપયોગ કરે છે, જેનો આપણી અંગ્રેજી બાઈબલમાં થોડી અલગ રીતે ભાષાંતર કરવામાં આવ્યો છે કયારેક તે “સમુદ્રી દાનવ” ના રૂપમાં ક્યારેક તે “અજગર” ના રૂપમાં છે. સામાન્ય રીતે તે “ડ્રેગન” ના રૂપમાં ભાષાંતર થયું છે. એવું લાગે છે કે તાનીયેન એક વિશાળ પેટે ચાલનારા જંતુની જેમ જ હશે. જૂના કરારમાં આ પ્રકારના જંતુઓનું વર્ણન ત્રીસ વાર કરવામાં આવ્યું છે અને આ ધરતી તથા પાણી બંનેમાં મળે છે.

આ વિશાળ પેટે ચાલનારા જંતુઓના ઉલ્લેખની સાથે-સાથે, બાઈબલ કેટલાક બીજાં જંતુઓનો ઉલ્લેખ એવી રીતે કરે છે કે કેટલાક વિદ્વાન એવું માને છે તેના લેખક ડાયનાસોરનું જ ઉલ્લેખ કરી રહ્યા હશે. ગેંડા વિશે કહેવામાં આવે છે કે તે ઈશ્વરે બનાવેલા બધા જંતુઓમાં સૈથી વિશાળ હતો, એક વિશાળ જંતુ જેની પૂછડી દેવદારના વૃક્ષ જેવી હતી (અયૂબ-40:15). કેટલાક વિધ્વાનોએ ગેંડાને હાથી અથવા સમુદ્રિ ઘોડાના રૂપમાં ઓળખવાનો પ્રયત્ન કર્યો છે, બીજા લોકોએ એ બાબત તરફ સંકેત કર્યો છે કે હાથીઓ અને સમુદ્રી ઘોડાની પાતળી પૂછડી હોય છે, જેની સરખામણી કોઇ રીતે દેવદારના વૃક્ષ સાથે નથી કરી શકાતી. બીજી બાજુ, બ્રાશીઓસૌરસ અને ડીપ્લોડોક્ષ જેવા ડાયનાસોરની વિશાળ પૂછડી હતી જેની સખામણી દેવદારના વૃક્ષ સાથે સરળતાથી કરી શકાય છે.

લગભગ બધી પ્રાચીન સભ્યતાઓમાં કોઇને કોઇ પ્રકારે કળા દર્શાવતા વિશાળ પેટે ચાલનારા જતું રહ્યા છે. પહાડો પર કોતરેલી, માણસો દ્વારા બનાવેલી, ત્યાં સુધી કે નાની-નાની માટીની કલાકૃતિઓ જે ઉતરી અમેરીકામાં મળી છે તે ડાયનાસોર ના આધુનિક ચિત્રણ સાથે મળતી આવે છે. દક્ષિણ અમેરીકામાં પહાડોની કોતરણી માણસોની ડિપ્લોડોક્સ-જેવા જંતુઓ, અને આશ્ચર્યકારક રીતે, ટ્રાઈસેરાટોપ્સ-જેવાં, અને પ્ટોરોડેક્ટલ-જેવા, અને ટાઈરાનોસૌરસ-રેક્સ-જેવા જંતુની સવારી નું ચિત્રણ કરે છે. રોમન જમીનની કારીગરી, માયાનના માટીના વાસણો, અને બાબિલ નગરની દીવલો, બધું જ, મનુષ્યની સંસ્કૃતિ-પરે ભૌગોલિક રૂપથી મુક્ત આ જંતુઓ પ્રત્યે આકર્ષણનું પ્રમાણ આપે છે. સૌમ્ય વૃત્તાંત જેમ કે પોલોનું 11 મિલિઓન, ખજાનો જમા કરવાવાળા પશુઓની આકર્ષિત કહાનીઓની સાથે હળી-મળી જાય છે. ડાયનાસોર અને મનુષ્યના સહ-અસ્તિતવ માટે પર્યાપ્ત માત્રામાં માનવ-સંબંધિ અને ઐતિહાસિક પ્રમાણોની સાથે-સાથે, અન્ય ભૌતિક પ્રમાણ પણ છે, જેમ કે માણસ અને ડાયનાસોરના જુના થઈ ગયેલા અશ્મિલ પદચિહ્ન ઉતરી અમેરીકા અને પશ્ચિમી-મ્ધ્ય એશિયામાં એક સાથે મળ્યાં છે.

તેથી, શું બાઈબલમાં ડાયનાસોર છે? આ વિષયનો અંત ખૂબજ મુશ્કેલ છે. આ તે વાત પર આધાર રાખે છે ઉપલબ્ધ પ્રમાણો નું તમે કેવો અર્થ કાઢો છો અને તમે તમારી ચારે બાજુના સંસારને કેવી રીતે જુઓ છો. જો બાઈબલની શાબ્દિક વ્યાખ્યા કરવામાં આવે, તો પૃથ્વી વધારે જૂની નથી. તેવું અર્થઘટન નીકળીને આવશે, અને ડાયનાસોર અને માણસનો સહ-અસ્તિત્વનો વિચાર સ્વીકાર્ય થઈ શકે છે. જો ડાયનાસોર અને માણસનો સહ-અસ્તિત્વ હતો, તો ડાયનાસોર સાથે શું થયું? જ્યારે બાઈબલ આ વિષય ઉપર ચર્ચા નથી કરતી, ડાયનાસોર નાટકીય વાતાવરણના બદલાવને કારણે આવેલા પૂરના કારણે થોડા સમય બાદ માર્યા ગયા, અને હકીકત એ છે કે તે સમાપ્ત થવાની સીમા સુધી માણસની નિર્મમતાનો શિકાર થઈ ગયા.

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

બાઈબલ ડાયનાસોર વિશે શું કહે છે? શું બાઈબલમાં ડાયનાસોરનું વર્ણન છે?
© Copyright Got Questions Ministries