settings icon
share icon
પ્રશ્ન

શું ખ્રિસ્તનું દેવત્વ બાઇબલ આધારિત છે?

જવાબ


ઇસુના પોતાના વિશેના દાવાઓ સાથે, તેમનાં શિષ્યોએ પણ તેમના દેવત્વની ઓળખાણ કરી હતી. તેઓએ દાવો કર્યો કે ઇસુ પાસે પાપોની માફી આપવાનો અધિકાર હતો - એવું જે ફક્ત ઇશ્વર જ કરી શકે – કેમકે એ ઇશ્વર જ છે જેને પાપોથી ખોટું લાગે છે (પ્રે .કૃ.–૫:૩૧,ક્લોસ્સી-૩:૧૩, ગીતશાસ્ત્ર-૧૩૦:૪, યર્મિયા–૩૧:૩૪). આ છેલ્લા દાવાની સાથે નજીકના સંબંધમાં ઇસુ વિશે એવું પણ કહેવામાં આવે છે કે “જે જીવતાં અને મૂએલાંનો ન્યાય કરવાનો છે” (૨ તિમોથી–૪:૧). થોમાએ ઉત્તર આપ્યો કે, “મારા પ્રભુ અને મારા દેવ!” (યોહાન–૨૦:૨૮). પાઉલ ઇસુને “મહાન દેવ તથા તારનાર” કહે છે (તિતસ-૨:૧૩) અને સંકેત કરે છે કે દેહધારણ પહેલાં ઇસુ “ઇશ્વરના રૂપમાં” અસ્તિત્વમાં હતા (ફિલિપ્પી–૨:૫-૮). ઇશ્વર પિતા પુત્ર વિશે કહે છે. “ઓ દેવ, તારું રાજ્યાસન સનાતન છે” (હિબ્રૂ–૧:૮). યોહાન દર્શાવે છે “આદિ એ શબ્દ હતો, અને શબ્દ દેવની સંઘાતે હતો. અને શબ્દ દેવ હતો” (યોહાન–૧:૧). ખ્રિસ્તનું દેવત્વ શીખવતાં વચનોના ઉદાહરણ ઘણાં બધા છે (જુઓ પ્રકટીકરણ–૧:૧૭,૨:૮,૨૨:૧૩, ૧ કરિંથી–૧૦:૪,૧ પિતર-૨:૬-૮, ગીતશાત્ર-૧૮:૨,૯૫:૧, ૧ પિતર–૫:૪, હિબ્રૂ-૧૩:૨૦), પણ આમાંથી એક જ પૂરતું છે તે બતાવવા માટે કે ઇસુ પોતાના અનુયાયીઓ દ્વારા ઇશ્વર માનવામાં આવતા હતા.

ઇસુને તે પણ નામ આપવામાં આવ્યા છે જે જુના કરારમાં વિશેષ કરીને યહોવા, (ઇશ્વરનું ઔપચારિક નામ) ને આપવામાં આવ્યું છે. જુના કરારનું શિર્ષક “છોડાવનાર” (ગીતશાત્ર–૧૩૦:૭, હોશિયા-૧૩:૧૪) નવાં કરારમાં ઇસુ માટે વાપરવામાં આવ્યું છે (તિતસ- ૨:૧૩, પ્રકટીકરણ–૫:૯). ઇસુને માથ્થી ૧ માં ઇમ્માનુએલ –“દેવ આપણી સાથે” કહેવામાં આવ્યું છે. ઝખાર્યા ૧૨:૧૦ માં, એ યહોવા જ છે આ કહે છે, “અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે”. પણ નવા કરારમાં તેને ઇસુને વધસ્તંભ પર ચઢાવવા વિશે કહ્યું છે (યોહાન–૧૯:૩૭, પ્રકટીકરણ-૧:૭). જો તે યહોવા છે જેને વીંધવામાં આવ્યા અને તેની તરફ જોવામાં આવ્યું, અને ઇસુ પણ એવા હતા જેને વીંધવામાં આવ્યા અને તેની તરફ જોવામાં આવ્યું, તો પછી ઇસુ યહોવા છે. પાઉલ યશાયા- ૪૫:૨૨-૨૩ ના અનુવાદને ઇસુ પર ફિલિપ્પી–૨:૧૦-૧૧ માં લાગૂ કરે છે તે ઉપરાંત, ઇસુનું નામ યહોવા સાથે પ્રાર્થનામાં લેવામાં આવે છે “દેવ આપણા બાપ તથા પ્રભુ ઇસુ ખ્રિસ્તની તમારા પર કૃપા તથા શાંતિ થાઓ” (ગલાતી-૧:૩, એફેસી-૧:૨). જો ખ્રિસ્તમાં દેવત્વ નથી તો એ ઇશ્વરની નિંદા કરવું થશે. ઇસુનું નામ યહોવાની સાથે ઇસુ દ્વારા આપેલી બાપ્તિસ્માની આજ્ઞામાં પ્રગટ થાય છે, “ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામથી” (માથ્થી-૨૮:૧૯, ૨ કરિંથી–૧૩:૧૪ પણ જુઓ).

જે કાર્ય ફક્ત ઇશ્વર દ્વારા જ થઈ શકે છે તે ઇસુને પણ આપવામાં આવ્યું છે. ઇસુએ ફક્ત મરેલાંઓને જીવતાં નથી કર્યા (યોહાન-૫:૨૧, ૧૧:૩૮-૪૪) અને તેઓનાં પાપોને ક્ષમા જ નથી કર્યા (પ્રે.કૃ.-૫:૩૧,૧૩:૩૮), પણ તેણે આખાં બ્રહ્માંડને બનાવ્યું અને સંભાળીને રાખ્યું છે (યોહાન–૧:૨, ક્લોસ્સી–૧:૧૬-૧૭). આ વાત તે સમયે વધારે સ્પષ્ટ બની જાય છે જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે યહોવાએ કહ્યું કે સૃષ્ટિની રચના કરતી વખતે તે એકલો હતો (યશાયા-૪૪:૨૪). તે ઉપરાંત, ઇસુમાં એ ગુણ હતા જે ફક્ત ઇશ્વરમાં જ હોઈ શકે છે: અનંતત્તા (યોહાન-૮:૫૮), સર્વવ્યાપકતા (માથ્થી–૧૮:૨૦,૨૮:૨૦), સર્વજ્ઞાની (માથ્થી–૧૬:૨૧), અને સર્વસામર્થી (યોહાન-૧૧:૩૮-૪૪).

હવે, ઇશ્વર હોવાનો દાવો કરવો એ એક વાત છે કે કોઈને મૂર્ખ બનાવવા એક અલગ વાત છે તે એવો વિશ્વાસ કરે તે સચ્ચાઈ છે, અને એવું હોવાનું પ્રમાણ દેવું કંઈક અલગ જ વાત છે. ખ્રિસ્તે પોતાનું દેવત્વ સાબિત કરવા માટે ધણાં આશ્ચર્યકાર્ય પ્રગટ કર્યા. ઇસુના કેટલાંક આશ્ચર્યકાર્યમાં, પાણીનો દ્રાક્ષારસ બનાવવો (યોહાન-૨:૭). પાણી ઇપર ચાલવું (માથ્થી–૧૪:૨૫). ભૌતિક વસ્તુઓમાં વૃદ્ધિ કરવી (યોહાન-૬:૧૧), આંધળાઓને (યોહાન–૯:૭), લંગડાઓને (માર્ક-૨:૩), અને માંદાઓને સાજાં કરવા (માથ્થી-૯:૩૫, માર્ક-૧:૪૦-૪૨), અને ત્યાં સુધી કે મરેલાંઓને સજીવન કરવાં (યોહાન–૧૧:૪૩-૪૪, લૂક–૭:૧૧-૧૫, માર્ક-૫:૩૫) નો સમાવેશ થાય છે. વધારામાં, ખ્રિસ્ત પોતે મરેલાંમાંથી સજીવન થયા. અવિશ્વાસીઓની દંતકથાઓમાં કહેવામાં આવતા દેવતાઓના મરવા અને ઉઠવાથી તદન અલગ, પુનરુત્થાન અર્થાત સજીવન થવા જેવી વાતનું અન્ય ધર્મોએ ગંભીરતા પૂર્વક દાવો નથી કર્યો, અને બીજાં કોઈ દાવાઓ માટે કોઈ વધારે-પવિત્રશાસ્ત્રીય નિવેદન નથી.

ઇસુ વિશે ઓછામાં ઓછા એવા બાર ઐતિહાસિક સત્ય છે જે ખ્રિસ્તી નથી તેવા ટીકાકાર વિધ્વાનો પણ માનશે:

૧. ઇસુનું મૃત્યુ વધસ્તંભ પર થયું હતું.
૨. તેમને દાટવામાં આવ્યા હતા.
૩. તેમનું મૃત્યુ તેમના શિષ્યો માટે નિરાશા અને આશા છોડવાનું કારણ બન્યું હતુ.
૪. તેમની કબર થોડાં દિવસો પછી ખાલી મળી (અથવા મળવાનો દાવો કરવામાં આવ્યો ) હતી.
૫. શિષ્યોએ એવો વિશ્વાસ કર્યો કે તેઓએ સજીવન થયેલા ઇસુના પ્રગટ થવાનો અનુભવ થયો હતો.
૬. આના પછી, શિષ્યો શંકાઓથી દૂર થઈને નિડર વિશ્વાસીઓમાં પરિવર્તિત થઈ ગયા હતા.
૭. આ સંદેશ શુરૂઆતની મંડળીમાં પ્રચારનું કેંદ્રબિંદુ હતું.
૮. આ સંદેશનો પ્રચાર યરૂશાલેમમાં કરવામાં આવ્યો હતો.
૯. આ સંદેશના પરિણામસ્વરૂપે, મંડળીનો જન્મ અને વિકાસ થયો.
૧૦. પુનરુત્થાનનો દિવસ, રવિવાર, ને સાબ્બાથ (શનિવાર) ના દિવસથી આરાધનાના મુખ્ય દિવસમાં બદલવામાં આવ્યો.
૧૧. યાકૂબ, એક શંકાવાદી, એ સમયે પરિવર્તિત થઈ ગયો જ્યારે તેણે વિશ્વાસ કર્યો કે તેણે પણ સજીવન થયેલા ઇસુને જોયો છે.
૧૨. પાઉલ, ખ્રિસ્તીપણાંનો દુશ્મન, એક અનુભવ દ્વારા પરિવર્તિત થઈ ગયો જેમાં તેણે સજીવન થયેલા ઇસુને પ્રગટ થતાં જોયાનો વિશ્વાસ કર્યો.

જો કોઈ આ વિશેષ યાદી ઉપર વાંધો પણ ઉઠાવે, તો પણ, પુનરુત્થાનને પ્રમાણિત કરવા અને સુવાર્તા ને સ્થપિત કરવા માટે થોડી જ બાબતોની જરૂર છે : એટલે લે ઇસુનું મૃત્યુ, દાટવામાં આવ્યાં, પુનરુત્થાન અને પ્રગટ હોવાની (૧ કરિંથી-૧૫:૧-૫) ઘટનાનો, ઉપર લખવામાં આવેલા એક કે બે તથ્યોની વ્યાખ્યા કરવા માટે કેટલાંક સિંદ્ધાંત હોઈ શકે છે. પણ ફક્ત પુનરુત્થાન જ તે બધાની વ્યાખ્યા કરે છે. ટીકાકારો એ સ્વીકારે છે કે શિષ્યોએ એવો દાવો કર્યો છે કે તેઓએ સજીવન થયેલા ઇસુને જોયા હતા. જેવી રીતે પુનરુત્થાને કર્યું તેવી રીતે જૂઠ કે આભાસ આ પ્રકારના લોકોને પરિવર્તિત નથી કરી શકતું. પ્રથમ, તેઓને આનાથી શો લાભ થાત? ખ્રિસ્તીપણું એટલું લોકપ્રિય ન હતું અને ચોક્ક્સ રુપથી તેઓ તેનાથી પૈસા ન હોતા કમાઈ શકતા. બીજું, ખોટાં લોકો સારાં શહીદ નથી બની શકતા. પોતાના વિશ્વાસને લીધે શિષ્યોએ પોતાની ઇચ્છાથી ભયાનક મૃત્યુનો પણ સ્વીકાર કરી લીધો, પુનરુત્થાનની આનાથી વધારે સારી વ્યાખ્યા ન થઈ શકે. હા, ઘણાં લોકો અસત્ય માટે મરે છે જેને તેઓ સત્ય સમજે છે, પરંતુ કોઈપણ વ્યક્તિ તે વસ્તુ માટે નથી મરતો જેને તે જાણે છે કે તે અસત્ય છે.

નિષ્કર્ષમાં, ખ્રિસ્તે એવો દાવો કર્યો કે તે યહોવા છે, તે ઇશ્વર છે (ફક્ત “એક ઇશ્વર” માત્ર નહીં, પરંતુ “સારા ઇશ્વર”), તેમનાં શિષ્યો (યહૂદીઓ જે મૂર્તિપૂજાથી ડરેલાં હોઈ શકે) તેમનાં પર વિશ્વાસ કરતા હતા તથા તેમને ઇશ્વર કહીને ઉલ્લેખ કરતાં હતા. ખ્રિસ્તે પોતાના દેવત્વના દાવાને આશ્ચર્યકારક કાર્યો દ્વારા પ્રમાણિત કર્યુ. જેમાં દુનિયાને- હલાવી નાખનાર પુનરુત્થાન પણ શામેલ છે. કોઈ પણ અન્ય પૂર્વસિધ્ધાંત આ તથ્યોની વ્યાખ્યા નથી કરી શકતા. હા, ખ્રિસ્તનું દેવત્વ બાઇબલ આધારિત છે.

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

શું ખ્રિસ્તનું દેવત્વ બાઇબલ આધારિત છે?
© Copyright Got Questions Ministries