settings icon
share icon
પ્રશ્ન

નવો જન્મ મેળવેલ ખ્રિસ્તીનો શો અર્થ થાય છે?

જવાબ


નવો જન્મ મેળવેલ ખ્રિસ્તીનો શો અર્થ થાય છે? બાઇબલમાં યોહાન–૩:૧-૨૧ ઉત્તમ ભાગ છે જે આ પ્રશ્નનો ઉત્તર આપે છે. પ્રભુ ઇસુ ખ્રિસ્ત નિકોદેમસ નામના એક પ્રમુખ ફરોશી અને યહૂદીઓની મહાસભાના (યહૂદીઓની શાસકીય સંસ્થા) સદસ્ય, સાથે વાત કરી રહ્યા છે. નિકોદેમસ રાતના સમયે ઇસુની પાસે કેટલાંક પ્રશ્નો પુછવા આવ્યો હતો.

જ્યારે ઇસુ નિકોદેમસ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે તેઓએ કહ્યું, “હું તને ખચીત ખચીત કહુ છું, જો કોઇ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે દેવનું રાજ્ય જોઇ શકતું નથી.” “નિકોદેમસ તેને કહે છે કે, માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે?” “તે બીજીવાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકતો નથી!” ઇસુએ ઉત્તર આપ્યો કે “હું તને ખચીત ખચીત કહુ છું કે જો કોઇ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે; અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. મેં તને કહ્યું કે તમારે નવો જન્મ પામવો જોઈએ એથી આશ્ચર્ય પામતો ના” (યોહાન–૩:૩-૭).

“નવો જન્મ પામવો” વાક્યનો શાબ્દિક અર્થ “ઉપરથી જ્ન્મ લેવો” છે. નિકોદેમસને વાસ્તવિક જરૂરીયાર હતી. તેને પોતાના હ્રદયના પરિવર્તનની જરૂર હતી. એક આત્મિક રૂપાંતર. નવો જન્મ, ફરીથી નવો જન્મ લેવો, ઇશ્વરનું એક એવું કાર્ય છે જેના દ્વારા વિશ્વાસ કરનારા વ્યક્તિને અનંતજીવન આપવામાં આવે છે (૨ કરિંથી–૫:૧૭; તીતસ-૩:૫; ૧ પિતર-૧:૩; ૧ યોહાન–૨:૨૯; ૩:૯; ૪:૭; ૫:૧-૪,૧૮). યોહાન–૧:૧૨,૧૩ એ સંકેત કરે છે કે “નવો જન્મ” લેવાના વિચારમાં ખ્રિસ્તના નામ પર વિશ્વાસ દ્વારા “ઇશ્વર ના સંતાન” બની જવું પણ સામેલ છે.

એક તર્કસંગત પ્રશ્ન એવો ઉભો થાય છે કે, “એક વ્યક્તિ ને નવો જન્મ મેળવવો શા માટે જરૂરી છે?” પાઉલ પ્રેરિત એફેસી–૨:૧ માં કહે છે, “વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતા. ત્યારે તેણે તમને સજીવન કર્યા” (NKJV). રોમનોને તે લખે છે, “કારણકે સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે”. (રોમન–૩:૨૩). પાપીઓ આત્મિક રીતે “મરેલા” છે; તેઓ જ્યારે ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા આત્મિક જીવન મેળવે છે, તો બાઇબલ તેની સરખામણી નવો જન્મ પ્રાપ્ત કરવા વિશે કરે છે. ફક્ત જેમણે નવો જન્મ મેળવેલો છે તેઓનાં પાપોની માફી મળી છે અને ઇશ્વર સાથે તેઓનો સંબંધ છે.

આવું કેવી રીતે થઈ શકે છે? એફેસી-૨:૮-૯ વર્ણવે છે, “કેમકે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો; અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે. કરણીઓથી નહિ, રખેને કોઇ અભિમાન કરે”. જ્યારે કોઇ બચી જાય છે, તે/તેણીએ નવો જન્મ મેળવેલો છે, આત્મિક રીતે નવાં થયેલા છે, અને હવે નવા જન્મના અધિકાર દ્વારા ઇશ્વરના સંતાન છે. ઇસુમાં વિશ્વાસ કરવો, જેણે વધસ્તંભ ઉપર મરવા દ્વારા આપણાં પાપોની કિંમત ચુકવી, તેનો જ અર્થ “નવો જન્મ” છે. “માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પતિ છે: જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે; જુઓ, તે નવું થયું છે!” (૨ કરિંથી–૫:૧૭).

જો તમે ક્યારેય ઇસુ ખ્રિસ્તમાં તમારા મોક્ષદાતાના રૂપમાં વિશ્વાસ નથી કર્યો, તો શું તમે પવિત્ર આત્માની પ્રેરણા પર ધ્યાન આપશો જ્યારે તે તમારા હ્રદય સાથે વાતચીત કરે છે? તમારે નવો જ્ન્મ મેળવવાની જરૂર છે. શું તમે આજે પશ્ચાતાપની પ્રાર્થના કરશો અને ખ્રિસ્તમાં એક નવી સૃષ્ટિ બનશો? “પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે દેવનાં છોકરાં થવાનો અધિકાર આપ્યો. તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, માણસની ઇચ્છાથી નહિ, પણ દેવથી જન્મ પામ્યા” (યોહાન–૧:૧૨-૧૩).

જો તમે ઈસુ ખ્રિસ્તને તમારા મોક્ષદાતાના રૂપમાં સ્વીકારવા માંગો છો, તો અહીંયા એક સરળ પ્રાર્થના આપવામાં આવી છે જે તમે કરી શકો છો. આ પ્રાર્થના કે બીજી કોઈ પ્રાર્થના કરવાથી તમારો બચાવ નહીં થાય. ફક્ત ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ તમને પાપોથી બચાવશે. આ પ્રાર્થના ઈશ્વર પ્રત્યેનો તમારો વિશ્વાસ અને તમારા મોક્ષ માટે રસ્તો પુરો પાડ્યો તે માટે ધન્યવાદ વ્યક્ત કરવા માટે છે. “ઈશ્વર, હું જાણું છું કે મેં તમારા વિરુધ્ધ પાપ કર્યુ છે અને હું સજા ને પાત્ર છું પણ ઈસુ ખ્રિસ્તે તે સજા પોતે લઈ લીધી છે જેને હું લાયક હતો જેથી તેનામાં વિશ્વાસ દ્વારા મને ક્ષમા મળી શકે. મોક્ષ માટે હું તમારામાં વિશ્વાસ મુકું છું. ધન્યવાદ તમારી અદભૂત દયા અને ક્ષમા માટે! આમીન!”

શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

નવો જન્મ મેળવેલ ખ્રિસ્તીનો શો અર્થ થાય છે?
© Copyright Got Questions Ministries