settings icon
share icon
પ્રશ્ન

ઇશ્વરના ગુણો કયા છે? ઇશ્વર કેવા છે?

જવાબ


ખુશ ખબર, જેમ આપણે આ પ્રશ્નનો ઉત્તર આપવાની કોશીશ કરીએ છીએ, ઇશ્વર વિશે હજી ઘણું બધું શોધી શકાય તેટલું છે! જેઓ આ વર્ણનની તપાસ કરશે તેઓને સૌપ્રથમ સંપૂર્ણ વાંચન; અને પાછા જઇને જે પસંદ કરાયેલા વાંચનો છે તેને વધારે સમજણ માટે વાંચવાનું મદદરૂપ નીવડશે. વચનોના સંદર્ભો સંપૂર્ણપણે જરૂરી છે, બાઈબલના અધિકાર વગર, આ શબ્દોના સમુહો એક માણસના અભિપ્રાયથી વધારે ઉત્તમ નથી; જે પોતાનામાં ઇશ્વરને સમજવા માટે અચોક્કસ છે (અયૂબ- ૪૨:૭) ઇશ્વર કેવા છે તે સમજવા માટે ના પ્રયાસ માટે આ કહેવું મહત્વનું છે કે આ એક ખૂબજ નિમ્ન સ્તરનું વાક્ય છે! આ વાતની અસફળતા આપણને બીજા ખોટા દેવતાઓની આકૃતિ બનાવવા, તેમનું અનુકરણ કરવા અને તેમની આરાધના કરવાનું કારણ બનશે જે ઇશ્વરની ઇચ્છા વિરુધ્ધનું છે (નિર્ગમન-૨૦:૩-૫)

ઇશ્વરે તેમના વિશે જે પ્રકટ કરવાને માટે પસંદ કર્યુ છે ફક્ત તેને જ જાણી શકાય છે. ઇશ્વરના ગુણોમાંથી એક “પ્રકાશ” છે, જેનો અર્થ છે કે પોતાના વિશેની જાણકારી સ્વયં પ્રકટ કરે છે (યશાયા-૬૦:૧૯, યાકૂબ-૧:૧૭). હકીકત તો એ છે કે ઇશ્વરે પોતાના વિશે જે જાણકારી આપેલી છે તેને અવગણના ન કરવી જોઇએ, રખેને આપણામાંનો કોઈ તેના વિશ્રામમાં પ્રવેશ કરતાં પાછો રહી જાય (હિબ્રૂ-૪:૧). સૃષ્ટિ, બાઇબલ, અને શબ્દ જે દેહધારી થયો (ઇસુ ખ્રિસ્ત) એ ઇશ્વર કેવા છે તે જાણવામાં આપણી મદદ કરશે.

આવો ઇશ્વર આપણો સૃષ્ટિકર્તા છે અને આપણે તેમની સૃષ્ટિ છીએ આ સમજવા દ્વારા શરૂ કરીએ (ઉત્પતિ–૧:૧;ગીતશાસ્ત્ર-૨૪:૧). ઇશ્વરે કહ્યુ કે માણસ તેમના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો છે. માણસ બધીજ સૃષ્ટિમાં સૌથી ઉપર રાખવામાં આવ્યો છે અને તે દરેક ઉપર તેને અધિકાર આપવામાં આવ્યો હતો (ઉત્પતિ–૧:૨૬-૨૮). સૃષ્ટિ “પતન” ના કારણે શ્રાપિત છે પરંતુ છતાંપણ આ તેમના કાર્યોની ઝાંખી ને પ્રસ્તુત કરે છે (ઉત્પતિ–૩:૧૭-૧૮; રોમન-૧:૧૯-૨૦). સૃષ્ટિની વિશાળતા, જટિલતા, સુંદરતાં, અને વ્યવસ્થા પર વિચાર કરતાં આપણને તેની વિસ્મયકારીતા વિશે સમજી શકીએ છીએ.

ઇશ્વરના કેટલાં નામો વાંચવા દ્વારા ઇશ્વર કેવા છે તેની શોધમાં મદદરૂપ થઈ શકે છે. જે નિમ્નલિખિત છે.
એલોહીમ- એકમાત્ર શક્તિશાળી, ઇશ્વર (ઉત્પતિ-૧:૧)
અદોનાઈ- પ્રભુ, માલિકથી સેવકના સંબંધ તરફ સંકેત કરતા (નિર્ગમન-૪:૧૦,૧૩)
એલ એલ્યોન- પરમ પ્રધાન, સર્વ સાર્મથી (ઉત્પતિ -૧૪:૨૦)
એલ રોઇ – સર્વ સાર્મથી જે જુએ છે (ઉત્પતિ–૧૬:૧૩)
એલ શદ્દાઇ – સર્વ શક્તિમાન ઇશ્વર (ઉત્પતિ–૧૭:૧)
એલ ઓલામ – સનાતન કાળના ઇશ્વર (યશાયા-૪૦:૨૮)
યહોવા- પ્રભુ “હું છું”, જેનો અર્થ છે અનંતકાળના સ્વયં અસ્તિત્વમાં બની રહેનાર (નિર્ગમન- ૩:૧૩,૧૪).

હવે આપણે વિધિસર ઇશ્વરના ગુણો વિશે વધારે આગળ જોઇશું; ઇશ્વર અનંતકાળના છે, તેનો અર્થ છે કે તેનો કોઈ આરંભ ન હતો અને તેમનું અસ્તિત્વ ક્યારેય સમાપ્ત નહી થાય. તે અમર અસીમ છે (પુનર્નિયમ–૩૩:૨૭; ગીતશાત્ર-૯૦:૨; ૧ તિમોથી-૧:૧૭). ઇશ્વર અવિકારી છે, મતલબ તે ક્યારેય બદલાતા નથી; આનો અર્થ છે કે ઇશ્વર પુરી રીતે ભરોસાપાત્ર અને વિશ્વાસ યોગ્ય છે ( મલાખી – ૩:૬; ગણના-૨૩:૧૯ , ગીતશાસ્ત્ર-૧૦૨:૨૬, ૨૭). ઇશ્વર અજોડ છે, મતલબ કાર્યો તથા અસ્તિત્વમાં તેના જેવું બીજુ કોઇપણ નથી; તે અતુલ્ય તથા સિધ્ધ છે (૨ શમૂએલ–૭:૨૨; ગીતશાસ્ત્ર–૮૬:૮; યશાયા-૪૦:૨૫; માથ્થી–૫:૪૮). ઇશ્વર અતકર્ય, અર્થાત તે અગમ, અથાહ અને તેમને સંપૂર્ણ રીતે સમજવા ખૂબ જ કઠીન છે (યશાયા-૪૦:૨૮; ગીતશાસ્ત્ર-૧૪૫:૩; રોમન–૧૧:૩૩,૩૪).

ઇશ્વર ન્યાયી છે, અર્થાત તે વ્યક્તિના વિશે કોઇપણ પ્રકારનો પક્ષપાત નથી કરતા (પુનર્નિયમ–૩૨:૪; ગીતશાસ્ત્ર–૧૮:૩૦). ઇશ્વર સર્વ સામર્થી છે, અર્થાત તે સર્વ શક્તિમાન છે; અને તે એવું કાંઇપણ કરી શકે છે જેનાથી તે પ્રસન્ન થાય છે પરંતુ તેમના કાર્યો હમેશાં તેમના ચારિત્ર્ય અનુસાર હોય છે (પ્રકટિકરણ– ૧૯:૬ ; યર્મિયા–૩૨;૧૭; ૨૭). ઇશ્વર સર્વવ્યાપી છે, અર્થાત તે દરેક સમયે, દરેક જગ્યાએ ઉપસ્થિત છે; આનો મતલબ એ નથી કે બધું જ ઇશ્વર છે (ગીતશાસ્ત્ર–૧૩૯:૭-૧૩; યર્મિયા-૨૩:૨૩), ઇશ્વર સર્વજ્ઞાની છે, અર્થાત તે ભૂતકાળ, વર્તમાનકાળ, અને ભવિષ્ય જાણે છે, ત્યાં સુધી કે આપેલા સમયમાં આપણે શું વિચારીએ છીએ તે પણ જાણે છે; કારણકે તે બધું જ જાણે છે, તેમનો ન્યાય હંમેશા નિષ્પક્ષ જ રહેશે (ગીતશાસ્ત્ર–૧૩૯:૧-૫; નીતિવચન ૫:૨૧).

ઇશ્વર એક છે તેનો મતલબ ફક્ત એજ નથી કે બીજુ કોઈ નથી, પરંતુ એ પણ છે કે એજ એક છે જે આપણા હ્રદયોના ઉંડાણમાં રહેલી ઇચ્છાઓને અને જરૂરિયાત પૂરી કરવાને યોગ્ય છે, અને તે એકલાં જ આપણી આરાધના અને ભક્તિને યોગ્ય છે (પુનર્નિયમ–૬:૪). ઇશ્વર ધર્મી છે, મતલબ કે ઇશ્વર ક્યારેય ખોટા કામોને અવગણી નથી શકતા; એવુ એટલા માટે છે કારણકે ઇશ્વરની ધાર્મિકતા અને ન્યાયના કારણો જ આપણા પાપોની માફી માટે, ઇસુને ઇશ્વરના ન્યાયનો અનુભવ કરવો પડ્યો જ્યારે આપણા પાપ તેમની ઉપર નાખી દેવામાં આવ્યા હતા (નિર્ગમન–૯:૨૭; માથ્થી–૨૭:૪૫-૪૬; રોમન-૩:૨૧-૨૬).

ઇશ્વર સર્વોપરી છે અર્થાત તે સર્વોચ્ચ છે; તેમના દરેક સૃષ્ટિને સાથે મુકવામાં આવે, જાણતા અથવા અજાણતા તેમનો ઉદેશ્ય નિષ્ફળ નથી બનાવી શકાતો (ગીતશાસ્ત્ર–૯૩:૧ ; ૯૫:૩; યર્મિયા-૨૩:૨૦). ઇશ્વર આત્મા છે, અર્થાત તે અદ્રશ્ય છે (યોહાન–૧:૧૮; ૪:૨૪). ઇશ્વર ત્રિએક છે, અર્થાત તે એકમાં ત્રણ, તત્વમાં સમાન, સામર્થ્ય અને મહીમામાં સરખો છે. તે ધ્યાન આપો કે પહેલાં વચનના ભાગમાં “ પિતા, પુત્ર, પવિત્ર આત્મા” એમ ત્રણ વ્યક્તિઓને દર્શાવવામાં આવ્યા છે છતાંપણ “નામ” એ એક વચનમાં ટાંકેલું છે (માથ્થી-૨૮:૧૯; માર્ક-૧:૯-૧૧). ઇશ્વર સત્ય છે, અર્થાત કે તે છે તેવા કરામમાં પણ તે છે, તે હંમેશા સચરિત્ર બની રહેશે અને ખોટું નથી બોલી શકતા (ગીતશાસ્ત્ર–૧૧૭:૨, ૧ શમૂએલ- ૧૫:૨૯).

ઇશ્વર પવિત્ર છે, અર્થાત તે દરેક પ્રકારની નૈતિક અપવિત્રતાથી અલગ અને તેમના વિરોધી છે. ઇશ્વર દરેક દુષ્ટતાને જુએ છે અને તે તેમને ક્રોધિત કરે છે; વચનમાં પવિત્રતા સાથે આગ નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે (યશાયા–૬:૩; હબાક્કૂક–૧:૧૩; નિર્ગમન–૩:૨, ૪,૫; હિબ્રૂ–૧૨:૨૯). ઇશ્વર કૃપાળુ છે- તેમાં તેમના સદગુણ, માયાળું, દયા અને પ્રેમનો પણ સમાવેશ થાય છે. આ તે શબ્દો છે જે તેમના સદગુણોના અર્થમાં પ્રકાશ પાડે છે. જો આ ઇશ્વરની કૃપા ન હોત તો એવું લાગતું હોત કે તેમની પવિત્રતા આપણને તેમની ઉપસ્થિતીથી અલગ કરી દેશે. ધન્યવાદ કે તેવુ નથી, તે વ્યક્તિગત રીતે આપણને બધાને જાણવાની ઇચ્છા રાખે છે (નિર્ગમન–૩૪:૬; ગીતશાસ્ત્ર–૩૧:૧૯; ૧ પિતર-૧:૩; યોહાન ૩:૧૬; યોહાન–૧૭:૩).

ઇશ્વર-માપના પ્રશ્નો આ તો એક ફક્ત નમ્ર પ્રયાસરૂપી જવાબ હતો. મહેરબાની કરીને તેમને પોતાના હ્રદયથી શોધવા માટે ઉત્સાહિત થાઓ (યર્મિયા–૨૯:૧૩).

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

ઇશ્વરના ગુણો કયા છે? ઇશ્વર કેવા છે?
© Copyright Got Questions Ministries