મોક્ષનો રોમન માર્ગ કયો છે?


પ્રશ્ન : મોક્ષનો રોમન માર્ગ કયો છે?

જવાબ :
મોક્ષના રોમન માર્ગની રીતમાં મોક્ષની સુવાર્તાને બાઇબલની રોમન નામની પુસ્તકમાંથી સંદર્ભોનો ઉપયોગ કરીને વ્યાખ્યા કરવાનો છે. આ એક સરળ છતાં પણ આપણને ઉધ્ધારની શા માટે જરૂર છે, કેવી રીતે ઇશ્વરે મોક્ષનો પ્રબંધ કર્યો, કેવી રીતે આપણે મોક્ષ મેળવી શકીએ છીએ, અને ઉધ્ધારના કયા પરિણામો છે, એ સમજવા માટે શક્તિશાળી રીત છે.

મોક્ષ માટેનો રોમન માર્ગનું પહેલું વચન છે રોમન–૩:૨૩, “કારણકે સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા રહે છે”. આપણે દરેકે પાપ કર્યું છે. આપણે દરેકે દેવને ના પસંદ પડે તેવા કાર્યો કર્યા છે. કોઈ પણ નિર્દોષ નથી. રોમન–૩:૧૦-૧૮ આપણા જીવનમાં પાપ કેવું દેખાય છે તેનો એક વિસ્તૃત ચિત્ર આપે છે. મોક્ષનો રોમન માર્ગનું બીજું વચન છે, રોમન–૬:૨૩, આપણને પાપના પરિણામો વિશે શીખવે છે– “કેમકે પાપનો મૂસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્ત ને આશરે દેવનું કૃપાદાન અનંતજીવન છે”. આપણે આપણા પાપોને લીધે જે સજા કમાઈ છે તે મૃત્યુ છે. ફક્ત શારિરીક મૃત્યુ નહી પરંતુ અનંતકાળનું મૃત્યુ!

મોક્ષનો રોમન માર્ગનું ત્રીજુ વચન ત્યાંથી શરૂ થાય છે જ્યાં રોમન–૬:૨૩ પૂરુ થાય છે, “પણ આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંતજીવન છે”. રોમન–૫:૮ કહે છે, “પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે”. ઇસુ ખ્રિસ્ત આપણે સારુ મૃત્યુ પામ્યા! ઇસુના મૃત્યુ દ્વારા આપણા પાપોની ચૂકવણી કરવામાં આવી. ઇસુનું પુનરુત્થાન એ સાબિત કરે છે કે ઇશ્વરે ઇસુના મૃત્યુ દ્વારા આપણા પાપોની ચૂકવણી સ્વીકારી છે.

મોક્ષ માટેનો રોમન માર્ગ નો ચોથો પડાવ રોમન–૧૦:૯ છે, “જો તું તારે મોઢે ઇસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ, અને દેવે તેને મૂએલામાંથી પાછો ઉઠાડયો એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ તો તું તારણ પામીશ”. આપણા બદલામાં ઇસુના મૃત્યુના કારણે, દરેકે તેનામાં વિશ્વાસ કરવાનો છે, તેનું મૃત્યુ આપણા પાપોની ચૂકવણી માટે થયું તેવો વિશ્વાસ કરવાનો છે. અને આપણે તારણ પામીશું! રોમન–૧૦:૧૩ ફરીથી તે કહે છે, “કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે”. ઇસુ આપણા પાપોનું મૂલ્ય ચૂકવવા અને અનંતકાળના મૃત્યુથી છોડાવવા માટે મૃત્યુ પામ્યા. મોક્ષ, પાપોની માફી, તે દરેક લોકો માટે ઉપલબ્ધ છે જે ઇસુ ખ્રિસ્ત પર પોતાના પ્રભુ અને મોક્ષદાતા રૂપમાં વિશ્વાસ કરશે.

મોક્ષ માટેનો રોમન માર્ગનો છેલ્લો ભાગ છે મોક્ષનું પરિણામ. રોમન-૫:૧ માં આ સુંદર સંદેશ છે, “ત્યારે આપણે વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્તને આશરે દેવની સાથે સમાધાન પામીએ છીએ. ઇસુ ખ્રિસ્ત દ્વારા આપણે ઇશ્વર સાથે શાંતિનો સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. રોમન-૮:૧ આપણને શીખવે છે, “એ માટે જેઓ ખ્રિસ્ત ઇસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી”. આપણા બદલે ઇસુના મૃત્યુ ને કારણે, આપણે ક્યારેય આપણા પાપોને બદલે દોષિત નહી રહીએ. છેલ્લે રોમન, ૮:૩૮-૩૯ માંથી આપણી પાસે આ ઇશ્વરનું કિંમતી વાયદો છે, “કેમકે મારી ખાત્રી છે કે મરણ કે જીવન, દુતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું કે, પરાક્ર્મીઓ, ઉંચાણ કે ઉંડાણ કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઇસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહી.

જો તમે તમારા મોક્ષ માટે રોમન માર્ગ સ્વીકારવા માંગો છો, તો અહીંયા એક સરળ પ્રાર્થના આપવામાં આવી છે જે તમે કરી શકો છો. આ પ્રાર્થના કે બીજી કોઈ પ્રાર્થના કરવાથી તમારો બચાવ નહીં થાય. ફક્ત ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ તમને પાપોથી બચાવશે. આ પ્રાર્થના ઈશ્વર પ્રત્યેનો તમારો વિશ્વાસ અને તમારા મોક્ષ માટે રસ્તો પુરો પાડ્યો તે માટે ધન્યવાદ વ્યક્ત કરવા માટે છે. “ઈશ્વર, હું જાણું છું કે મેં તમારા વિરુધ્ધ પાપ કર્યુ છે અને હું સજા ને પાત્ર છું પણ ઈસુ ખ્રિસ્તે તે સજા પોતે લઈ લીધી છે જેને હું લાયક હતો જેથી તેનામાં વિશ્વાસ દ્વારા મને ક્ષમા મળી શકે. મોક્ષ માટે હું તમારામાં વિશ્વાસ મુકું છું. ધન્યવાદ તમારી અદભૂત દયા અને ક્ષમા માટે! આમીન!”

શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.

English
ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત
મોક્ષનો રોમન માર્ગ કયો છે?