પ્રશ્ન
હું મુસ્લિમ છું, શા માટે મારે ખ્રિસ્તી બનવું જોઈએ?
જવાબ
લોકો ઘણીવાર તેમના માતા પિતા અથવા સંસ્કૃતિના ધર્મને અનુસરે છે, પછી ભલે તે મુસ્લિમ, બૌદ્ધ, કે કેથોલિક હોય. પણ જયારે આપણે ન્યાયના દિવસે ઈશ્વર સમક્ષ ઉભા રહુશું, ત્યારે દરેક લોકોએ પોતાના વિષે હિસાબ આપવો પડશે – પછી ભલે તેઓ ઈશ્વરના સત્યમાં વિશ્વાસ કરતા હોય. પણ ઘણા બધા ધર્મોની મધ્યે, સત્ય શું છે? “ઈસુએ ઉત્તર આપ્યો, “માર્ગ તથા સત્ય તથા જીઅવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી” (યોહાન 14:6).
સાચા ખ્રિસ્તી ઈસુના અનુયાયી હોય છે. કેવી રીતે ઈસુ પોતે ઈશ્વર સુધી પહોચવા માટેનો એક માત્ર સ્ત્રોત છે તેવો દાવો કરી શકે? ચાલો આપણે તે વચનમાં એટલે કે બાઈબલમાં શોધીએ.
ઈસુનું જીવન, મૃત્યુ, અને પુનરુત્થાન
બાઈબલમાં નોંધાયું છે કે કેવી રીતે ઈસુએ કુંવારી મરિયમના પેટે જન્મ લઈને ભવિષ્યવાણી પૂરી કરી છે. તે બીજા લોકો કરતા અલગ રીતે મોટો થયો કારણકે તેણે ક્યારેય પાપ કર્યું ન હતું (1 પિતર 2:22). લોકોનું ટોળું તેની શિક્ષાને સંભાળવા અને તેના ચમત્કારોને જોવા તેની પાછળ આવતા હતા. ઈસુએ માંદાઓને સાજાં કાર્ય, મરેલાઓને જીવતાં કર્યા, અને પાણી ઉપર ચાલ્યાં હતા.
બધાં લોકોની જેમ, ઈસુ મરણને યોગ્ય ન હતાં. તેમ છતાં ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે તે ક્રૂસ ઉપર જડાસે અને ત્રીજા દિવસે મૃત્યુમાંથી સજીવન થશે (માથ્થી 20:18-19). તેમના શબ્દો પૂરા થવા આવ્યા. સૈનિકોએ ઈસુને માર્યા અને તેમના માથા ઉપર કાંટાનો મુગટ પહેરાવ્યો; લોકોએ તેમની મજાક ઉડાવી અને તેમના ઉપર થૂક્યાં; તેમના હાથે અને પગે લાકડાંના ક્રૂસ ઉપર ખીલા ઠોકવામાં આવ્યા. ઈસુ પાસે પોતાની જાતને બચાવવાની શક્તિ હતી, પણ તેણે પોતાની જાતને સ્વૈચ્છિક રીતે ક્રૂસ ઉપર મારવા માટે આપી દીધી (યોહાન 19:30). ત્રણ દિવસ પછી ઈસુ કબરમાંથી ઉઠ્યા!
ક્રૂસ શા માટે?
મુસ્લિમ હોવાનાં લીધે, તમે પૂછી શકો છો, “શા માટે અલ્લાહે તેમના પ્રબોધક ઈસા સાથે દુર્વ્યવહાર અને તેમના કત્લ માટે પરવાનગી આપી શકે?” ઈસુનું મૃત્યુ જરૂરી હતું કારણકે...
• દરેક લોકો પાપી છે: “કારણકે બધાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે બધાં અધૂરા રહે છે” (રોમનોને પત્ર – 3:23). માતા પિતાનો અનાદર કરવો, જુઠ્ઠું બોલવું, ઈશ્વરને પ્રેમ કરવામાં નિષ્ફળ જવું, અથવા ઈશ્વરના વચનોનો અનાદર કરવા દ્વારા આપણે દરેકે પવિત્ર ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે.
• પાપોની સજા તો મૃત્યુ છે: “પાપનો મૂસારો મરણ છે” (રોમનોને પત્ર 6:23a). અવિશ્વાસી પાપીઓને હંમેશા માટે નરકમાં નાખીને ઈશ્વર પોતાનો ક્રોધ પ્રગટ કરશે (2 થેસ્સલોનીકીઓ 1:8-9). એક ન્યાયાધિશ તરીકે, ઈશ્વર પાપને ચલાવી નહિ લે.
• આપણે સારા કાર્યો દ્વારા આપણી જાતને બચાવી નથી શકતા: “કેમકે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને એ તમારાંથી નથી, એ તો ઈશ્વરનું દાન છે. કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે” (એફેસીઓને પત્ર 2:8-9). આ ખ્રિસ્તીપણા અને ઇસ્લામ વચ્ચેની એક મુખ્ય અલગ બાબત છે. ઇસ્લામ શીખવે છે કે વ્યક્તિ પાંચ સ્તંભરૂપી નિયમો પાળવા દ્વારા સ્વર્ગને મેળવી શકે છે. પણ જો સારા કાર્યો દ્વારા ખરાબ કાર્યોને નાબૂદ કરવું શક્ય હોય તો, બાઈબલ આપણને શીખવે છે કે “અમારાં સર્વ સારાં કાર્યો મેલાં લૂગડાંનાં જેવા છે” (યશાયા 64:6b). ફક્ત એક પાપ માણસને ઈશ્વરના દરેક નિયમો તોડવાનો અપરાધી બનાવે છે (યાકૂબ 2:10). પાપી માણસ સ્વર્ગમાં પ્રવેશ કરી શકતો નથી.
• ઈશ્વરે પાપીઓ માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું: “કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે” (યોહાન 3:16). ઈશ્વર જાણતા હતા કે મનુષ્યનું પાપ તેને સ્વર્ગથી દૂર રાખશે. ઈશ્વર જાણતાં હતા કે પાપોની કિમત સંપૂર્ણ મૃત્યુના બલિદાન દ્વારા જ ચૂકવી શકાય છે. ઈશ્વર જાણતા હતા કે આ અસીમિત કિમત માત્ર તેજ ચૂકવી શકે છે. તેથી ઈશ્વરની અનંત યોજના પોતાના દીકરા ઈસુને પાપીઓના બદલે મરવાની હતી.
ખ્રિસ્તી બનવું
“પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, અને તું તારણ પામશે” (પ્રે.કૃ. 16:31b).
મુસ્લિમ હોવાનાં લીધે, તમે પૂછી શકો છો, “અરે, હું ઈસુ ઉપર વિશ્વાસ કરું છું. હું વિશ્વાસ કરું છું કે ઈસા સાચાં શિક્ષક હતાં, એક મહાન પ્રબોધક હતા, અને એક સારાં માણસ હતા.”
પણ તમે ઈસુ એ જ માર્ગ, સત્ય, અને જીવન છે (યોહાન 14:6) તેવી તેમની શિક્ષાનો નકાર કરીને તે સાચાં શિક્ષક હતા તેમ કહી શકતા નથી. ઈસુ મૃત્યુ પામશે અને ત્રીજા દિવસે ફરીથી જીવિત થશે (લૂક 18:31-33) તેવી તેમની ભવિષ્યવાણીનો નકાર કરીને તે એક મહાન પ્રબોધક હતાં તેમ કહી શકતા નથી. ઈસુ ઈશ્વરનાં પુત્ર છે (લૂક 22:70, યોહાન 5:18-47) તેવા તેમનાં દાવાનો નકાર કરીને તમે તે એક સારાં માણસ હતાં તેમ કહી શકતા નથી.
ખ્રિસ્તીપણું બીજાં બધાજ ધર્મોને બાકાત રાખે છે તેવું સમજ્યા વગર તમે ખ્રિસ્તી છો તેવું ગણાવી શકતા નથી (પ્રે.કૃ. 4:12). ખ્રિસ્તીપણાનું અનિવાર્ય નિષ્કર્ષ આ છે: ઈસુએ તમારાં પાપ માટે ક્રૂસ ઉપર વેદના સહન કરી અથવા તમે તમારાં પાપ માટે નરકમાં વેદના સહન કરો. “દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંત જીવન છે; પણ દીકરાનું જે માનતો નથી, તે જીવન નહિ જોશે, પણ તેનાં પર ઈશ્વરનો કોપ રહે છે” (યોહાન 3:36).
જેમ તમે બાઈબલમાં વાંચશો, ઈશ્વર તમારાં હૃદયને પાપ તરફથી વાળે અને તમે ઈસુ ઉપર વિશ્વાસ કરો. તમે નીચે આપેલી પ્રાર્થના કરવાં દ્વારા પ્રત્યુતર આપી શકો છો. યાદ રાખો, પ્રાર્થના તમને બચાવશે નહિ, ફક્ત ઈશ્વર બચાવી શકે છે! પણ પ્રાર્થના ઈશ્વરે તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપેલા વિશ્વાસ માટેનો ભાવ હોઈ શકે છે.
“વ્હાલા ઈશ્વર! મને દુ:ખ છે કે મેં તમારાં વિરુદ્ધ પાપ કર્યું છે. પાપી હોવાનાં લીધે, હું નરકમાં મૃત્યુને લાયક છું. પણ હું વિશ્વાસ કરું છું કે તમે તમારાં દીકરા ઈસુને પાપ માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામવાં માટે અને વિજય સાથે મૃત્યુમાંથી સજીવન થવા માટે મોકલ્યા હતાં. હવે હું મારાં દરેક ખરાબ અને પાપી સ્વભાવથી અને મારાં પોતાનાં કાર્યો દ્વારા સ્વર્ગને મેળવવાની ઇચ્છાથી પસ્તાવો કરું છે. હું મારાં પાપો માંથી મને છોડાવનાર મારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું. હું તમને પ્રેમ કરું છું, પ્રભુ, અને હું તમારાં વચન બાઈબલ દ્વારા તમારી પાછળ ચાલવા માટે સોંપાઉ છું. આમેન!”
શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.
English
હું મુસ્લિમ છું, શા માટે મારે ખ્રિસ્તી બનવું જોઈએ?