settings icon
share icon
પ્રશ્ન

શું ઇસુ જ એક માત્ર સ્વર્ગ માટેનો માર્ગ છે?

જવાબ


હા, ઇસુ જ એક માત્ર સ્વર્ગ માટેનો માર્ગ છે. આ રીતનું એક વિશિષ્ટ કથન ઉતર આધુનિક યુગમાં જારી થઈ શકે છે પણ તેમ છતાં તે સાચુ છે. બાઇબલ શીખવે છે કે મોક્ષ માટેનો ઇસુ સિવાયનો બીજો કોઈ માર્ગ નથી. યોહાન–૧૪:૬ માં ઇસુએ પોતે કહ્યું, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતુ નથી”. તે એક માર્ગ નથી, જેમ ઘણા બધામાંનો એક હોય છે: તે માર્ગ છે, માત્ર એક અને એક જ. કોઈ પણ, ભલે પ્રતિષ્ઠિત, ઉપલબ્ધી, વિશેષ જ્ઞાન અથવા વ્યક્તિગત પવિત્રતાથી, ઇસુ વગર ઇશ્વર પિતાની પાસે આવી શકતો નથી.

ઇસુ જ એક માત્ર સ્વર્ગ માટેનો રસ્તો છે તેના ઘણા બધા કારણો છે. ઇસુ મોક્ષદાતા બનાવવા માટે “ ઇશ્વર દ્વારા પસંદ થયેલા હતા” (૧ પિતર–૨:૪). ઇસુ જ એક માત્ર સ્વર્ગમાંથી નીચે આવ્યા અને ત્યાં પાછા ગયા (યોહાન–૩:૧૩). તે જ એક માત્ર વ્યક્તિ છે જે સિધ્ધ મનુષ્ય જીવન જીવ્યા (હિબ્રૂ–૪:૧૫). તે જ એક માત્ર પાપ માટેનું બલિદાન છે (૧ યોહાન–૨:૨; હિબ્રૂ–૧૦:૨૬). તેમણે એકલાએ જ નિયમ અને પ્રબોધકોની વાતોને પૂરી કરી છે (માથ્થી–૫:૧૭). તે જ એક માત્ર એવા વ્યક્તિ છે જેમણે મૃત્યુને હંમેશા માટે જીતી લીધી છે (હિબ્રુ–૨:૧૪-૧૫). તે જ એક માત્ર ઇશ્વર અને માણસ વચ્ચે મધ્યસ્થ છે (૧ તિમોથી–૨:૫). તે જ એક માત્ર વ્યક્તિ છે જેને ઇશ્વરે “ઉચ્ચ જગ્યા સુધી ઉવ્યા છે” (ફિલિપ્પી–૨:૯).

ઇસુ પોતેજ એક માત્ર સ્વર્ગ માટેનો માર્ગ છે. એવું પોતાના વિશે યોહાન–૧૪:૬ ઉપરાંત ઘણી બધી જગ્યાએ બોલ્યા છે માથ્થી–૭:૨૧-૨૭ માં તેમણે પોતાને વિશ્વાસની વસ્તુના રૂપમાં રજુ કર્યા છે. તેમણે કહ્યુ તેમના શબ્દો જીવન છે (યોહાન–૬:૬૩). તેમણે વાયદો આપ્યો કે જેવો તેના પર વિશ્વાસ કરશે તેઓ અનંતકાળનું જીવન પ્રાપ્ત કરશે (યોહાન–૩:૧૪-૧૫). તે ઘેટાં માટેનો દ્વાર છે ( યોહાન – ૧૦:૭); જીવનની રોટલી છે (યોહાન–૬:૩૫); અને પુનરુથાન છે (યોહાન–૧૧:૨૫). બીજુ કોઈ તેવા શિર્ષકોનો દાવો નથી કરી શકતું.

પ્રેરિતોના સંદેશો પ્રભુ ઇસુના મૃત્યુ અને પુનરુથાન પર કેન્દ્રિત હોય છે. પિતર, મહાસભામાં બોલે છે, સ્પષ્ટ રીતે ઇસુ જ એક માત્ર સ્વર્ગ માટેનો માર્ગ છે તેવો દાવો કરે છે! “બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજુ કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી”. (પ્રે.કૃ.-૪:૧૨). પાઉલ, અંત્યોખમાં આરાધનાલયમાં બોલે છે, ઇસુ જ મોક્ષદાતા છે: “એ માટે, ભાઇઓ, તમને માલૂમ થાય કે એના દ્વારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે, અને જે વિશે મૂસાના નિયમ શાસ્ત્રથી તમે ન્યાયી ઠરી શક્યા નહિ, તે સર્વ વિશે હરેક વિશ્વાસ કરનાર તેના દ્વારા ન્યાયી ઠરે છે” (પ્રે.કૃ.–૧૩:૩૯-૩૯). યોહાન વિસ્તૃત રૂપમાં મંડળીને લખે છે, ખ્રિસ્તના નામનો ઉલ્લેખ આપણાં માફીના આધારના રૂપમાં કરે છે: “બાળકો હું તમને લખું છું, કારણકે તેના નામની ખાતર તમારા પાપ માફ થયા છે (૧ યોહાન–૨:૧૨). કોઈ બીજુ નહીં પણ ફક્ત ઇસુ પાપોને માફ કરી શકે છે.

સ્વર્ગમાં અનંતકાળનું જીવન ફક્ત ખ્રિસ્ત દ્વારા જ શક્ય બન્યુ છે. ઇસુએ પ્રાર્થના કરી, “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઇસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે” (યોહાન–૧૭:૩). ઇશ્વરની મોક્ષની મફત ભેંટ પ્રાપ્ત કરવા માટે, આપણે ફક્ત ઇસુ અને ઇસુ તરફ જ જોવું જોઈએ. આપણે પાપોની કિંમતની ચૂકવણી માટે વધસ્તંભ પર ઇસુના મૃત્યુ અને તેના પુનરુત્થાન પર વિશ્વાસ કરવો જોઈએ. “એટલે દેવનું ન્યાયીપણું, જે ઇસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ વડે સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે, કેમ કે એમાં કંઇ પણ ભેદ નથી” (રોમન–૩:૨૨).

ઇસુની સેવામાં એક સમયે, ઘણા બધા લોકો બીજો મોક્ષદાતા શોધવાની આશામાં તેમનાથી પીઠ ફેરવી ગયા હતા. ઇસુએ બાર શિષ્યોને પુછ્યુ, “શું તમે પણ જતા રહેવા ચાહો છો” (યોહાન–૬:૬૭ ESV). પિતરનો પ્રત્યુતર તદન સાચો છે: “પ્રભુ, અમે કોની પાસે જઈએ ? અનંતજીવનની વાતો તો તારી પાસે છે. અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, દેવનો પવિત્ર તે તું જ છે” (યોહાન–૬:૬૮-૬૯, ESV). આપણે પણ પિતરના વિશ્વાસને વહેંચીએ કે અનંતજીવન ફક્ત ઇસુ ખ્રિસ્તમાં છે.

શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

શું ઇસુ જ એક માત્ર સ્વર્ગ માટેનો માર્ગ છે?
© Copyright Got Questions Ministries