settings icon
share icon
પ્રશ્ન

હું હિન્દુ છું, શા માટે મારે ખ્રિસ્તી બનવું જોઈએ?

જવાબ


હિન્દુત્વ અને ખ્રિસ્તીપણાની સરખામણી કરાવી મુશ્કેલ છે, કારણ કે પશ્ચિમી લોકો માટે હિન્દુ ધર્મ સમજવા માટે કઠીન છે. તે અસિમીત ગહનતા, સમૃદ્ધ ઈતિહાસ અને વિસ્તૃત ધર્મશાસ્ત્રનું પ્રતિનિધિત્વ કરે છે. કદાચ વિશ્વમાં બીજો કોઈ ધર્મ નથી જે ખુબજ વૈવિધ્યપૂર્ણ અથવા અલંકૃત હોય. હિન્દુ અને ખ્રિસ્તી ધર્મની સરખામણીએ તેના તુલનાત્મક ધર્મોની શીખ જલદી ભૂલી જવાય છે. તેથી, સૂચિત પ્રશ્ન ખુબજ કાળજીપૂર્વક અને નમ્રતાથી લેવો જોઈએ. અહી આપેલા જવાબમાં કોઈ પણ ચોક્કસ બિંદુએ હિન્દુત્વની વ્યાપકપણે “ઊંડી સમજ” હોવાનો દેખાવ કરતું નથી. આ જવાબ ફક્ત બે ધર્મો વચ્ચેના કેટલાક મુદ્દાઓની સરખામણી કરીને એ બતાવવાનો છે કે કેવી રીતે ખ્રિસ્તી ધર્મ ખાસ વિચારણા માટે લાયક છે.

પ્રથમ, ખ્રિસ્તીપણું તેના ઐતિહાસિક સમૃદ્ધિ માટે ધ્યાનમાં લેવાવું જોઈએ. ખ્રિસ્તી ધર્મમાં તેની પદ્ધતિમાં ઊંડાણ પૂર્વક રોપાયેલા પાત્રો અને ઘટનાઓ છે જેને પુરાતત્વ અને શાબ્દિક ટીકા જેવા ફોરેન્સિક વિજ્ઞાન દ્વારા ઓળખી શકાય છે.હિન્દુ ધર્મ ચોક્કસપણે ઈતિહાસ ધરાવે છે, પરંતુ તેનું ધર્મશાસ્ત્ર, પૌરાણિક કથા અને ઈતિહાસ ઘણીવાર એક સાથે જોવામાં અસ્પષ્ટ હોય છે તેથી તેને સમજવામાં મુશ્કેલી થાય છે કે ક્યા એક પૂરી થાય છે અને બીજી શરૂ થાય છે. હિન્દુ ધર્મમાં પૌરાણિક કથાઓ સ્વીકૃતિ થઈ છે, જેમાં દેવતાઓના વ્યક્તિત્વ અને સ્વભાવના સમજણ માટે વપરાતી વિસ્તૃત પૌરાણિક કથાઓ છે. તેના ઐતિહાસિક સંદિગ્ધતા દ્વારા હિન્દુ ધર્મમાં ચોક્કસ સુગમતા અને અનુકૂલન ક્ષમતા છે. પણ, જ્યાં ધર્મ ઐતિહાસિક નથી હોતો, તે તેટલો ઓછો પરીક્ષણક્ષમ છે. તે બિંદુએ કદાચ તે મિથ્યા ન પણ હોય, પણ તેને ચકાસી પણ નથી શકાતો. તે યહૂદી અને અંતે ખ્રિસ્તી પરંપરાનો ઈતિહાસ છે જે ખ્રિસ્તી ધર્મના ધર્મશાસ્ત્રને ન્યાય આપે છે.

જો આદમ અને હવા અસ્તિત્વમાં ન હોત, જો ઇસ્રાએલીઓ મીસ્રની બહાર નીકળ્યા ન હોત, અથવા જો ઈસુ પૃથ્વી પર આવ્યા ન હોત તો સમગ્ર ખ્રિસ્તી ધર્મ તે બિંદુઓ પર સંભવિત પણે ક્ષીણ થઇ શકે છે. ખ્રિસ્તી ધર્મ માટે ભ્રામિક ઈતિહાસ નો અર્થ એટલે છિદ્રાળુ ધર્મશાસ્ત્ર એવો થાય છે. આ પ્રકારની ઊંડાણ પૂર્વકની બાબતો ખ્રિસ્તીપણા વિષે નબળાઈ હોઈ શકે છે. સિવાય કે ખ્રિસ્તી ધર્મના ઐતિહાસિક દૃષ્ટાંતરૂપ ભાગો વિષે એવું માનવામાં આવે છે કે તે નબળાઈ તાકાત બની જાય છે.

બીજું, જ્યારે ખ્રિસ્તીધર્મ અને હિન્દુધર્મ બંને પાસે ઐતિહાસિક આધાર છે, ફક્ત ઈસુએ જ શારીરિક રીતે મૃત્યુ માંથી જીવિત થઈને બતાવ્યું છે. ઈતિહાસમાં ઘણા લોકો બુદ્ધિમાન શિક્ષકો હતા અને ધાર્મિક ચળવળો શરૂ કરી હતી. હિન્દુ ધર્મમાં તેના બુદ્ધિમાન શિક્ષકો અને પૃથ્વી પરના આગેવાનોનો હિસ્સો છે. પણ ઈસુ તેઓથી અલગ છે. તેમનું આત્મિક શિક્ષણ પરીક્ષણ સાથે પુષ્ટિ આપે છે જે ફક્ત દૈવીય સામર્થ વડે જ પાર પડી શકે છે: મૃત્યુ અને શારીરિક પુનરુત્થાન, જે ભવિષ્ય તેમને ભાખ્યું અને જાતે જ પૂર્ણ કર્યું (માથ્થી ૧૬:૨૧; ૨૦:૧૮-૧૯, માર્ક ૮:૩૧, ૧, લૂક ૯:૨૨, યોહાન ૨૦-૨૧, ૧ કરિન્થી ૧૫).

વધુમાં, ખ્રિસ્તી ધર્મનો પુનરુત્થાનનો સિધ્ધાંત હિન્દુ ધર્મના પુનર્જન્મના સિધ્ધાંતથી અલગ છે. તે બંને વિચારો સરખાં નથી, અને તે પુનરુત્થાન ફક્ત ઐતિહાસિક અને ગુપ્ત અભ્યાસથી જ સમજી શકાય છે. ખાસ કરીને ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં ધર્મનિરપેક્ષ અને ધાર્મિક વિદ્વતા દ્વારા નોંધપાત્ર ન્યાય જોઈ શકાય છે. તેની ચકાસણીમાં પુનર્જન્મના હિન્દુ સિદ્ધાંતને ચકાસવા જેવું કંઈ જ નથી. નીચેના તફાવતોને ધ્યાનમાં રાખો:

પુનરુત્થાનમાં એક મૃત્યુ, એક જીવન, એક નાશવાન શરીર, અને એક નવા અવિનાશી મહિમાવાળા શરીરનો સમાવેશ થાય છે. પુનરુત્થાન દૈવીય હસ્તક્ષેપ દ્વારા થાય છે, એકેશ્વરવાદ છે, તે પાપ માંથી છૂટકારો છે, અને છેવટે તે ફક્ત અંતના દિવસોમાં થાય છે. પુનર્જન્મ, તેનાથી વિપરીત, બહુવિધ મૃત્યુ, બહુવિધ જીવન, બહુવિધ નાશવાન માનવ શરીર, અને કોઈ પણ અવિનાશી શરીર નો સમાવેશ થતો નથી. વધુમાં, પુનર્જન્મ કુદરતી કાયદા દ્વારા થાય છે, તે ઈશ્વર સર્વવ્યાપી (બધા ભગવાન છે) છે, કર્મના આધારે ચાલે છે, અને તે હંમેશા ક્રિયાત્મક છે. અલબત, તફાવતોની સૂચી તેઓનું સત્ય સાબિત કરતું નથી. તેમ છતાં, જો પુનરુત્થાન ઐતિહાસિક દૃષ્ટિબિંદુ છે, તો પછી આ બે પછીના જીવનના ભેદભાવ ને કારણે અન્યાયી બાબતથી ન્યાયી બાબતને અલગ કરે છે. ખ્રિસ્તનું પુનરુત્થાન અને પુનરુત્થાનનો ખ્રિસ્તી સિધ્ધાંત બંને વિચારણા યોગ્ય છે.

ત્રીજું, ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર ઐતિહાસિક રીતે નોંધપાત્ર છે, ગંભીર વિચારણાને પાત્ર છે. કેટલાક પરીક્ષણોમાં બાઈબલ હિન્દુ વેદ અને પ્રાચીન અન્ય તમામ પુસ્તકોથી ચડિયાતું સાબિત થયુ છે. એવું પણ કહી શકીએ કે બાઈબલ એટલું અનિવાર્ય છે કે બાઈબલ ઉપર શંકા કરવી એ તો ઈતિહાસ ઉપર શંકા કરવા જેવું છે, કારણકે તે પ્રાચીનકાળની સૌથી પ્રમાણભૂત પુસ્તક છે. જુના કરાર (હિબ્રુ બાઈબલ) કરતા વધારે ઐતિહાસિક રીતે ચકાસી શકાય તેવું પુસ્તક નવો કરાર છે. નીચેની બાબતોને ધ્યાનમાં લો:

૧) બીજા અન્ય પુસ્તકો કરતા નવા કરાર માટે વધારે હસ્તપ્રત અસ્તિત્વમાં છે – ૫,૦૦૦ પ્રાચીન ગ્રીક હસ્તપ્રત, બધી થઈને ૨૪,૦૦૦ જેમાં બીજી ભાષાઓનો પણ સમાવેશ થાય છે. હસ્તપ્રતોની અનેકતા એક જબરદસ્ત સંશોધન માટે પરવાનગી આપે છે જેનાં દ્વારા આપણે લખાણને એકબીજા સાથે સરખાવીને ચકાસી શકીએ છીએ સાચું શું છે તે ઓળખી શકીએ છીએ.

૨) નવા કરારની હસ્તપ્રતો પ્રાચીનકાળના અન્ય દસ્તાવેજોની તુલનામાં સાચીની નજીક છે. A.D. પહેલી સદીમાં દરેક સાચી હસ્તપ્રત સમકાલીન સમયમાં (સાક્ષી) લખવામાં આવી હતી, અને હાલમાં તે A.D. ૧૨૫ જેવી જૂની હસ્તપ્રતનો ભાગ છે. A.D. ૨૦૦ માં સમગ્ર પુસ્તકની નકલ, અને સંપૂર્ણ નવો કરાર A.D. ૨૫૦ માં મળ્યો. સમકાલીન સમયમાં લખાયેલા નવા કરારના તમામ પુસ્તકો હોવાનો અર્થ એ હતો કે તેઓની પાસે પૌરાણિક કથા તરફથી લોક કથા તરફ જવાનો સમય નથી. વધુમાં, તેમના સત્ય દાવાઓને મંડળીના સભ્યો દ્વારા જવાબદાર ગણવામાં આવે છે, જે ઘટનાઓના વ્યક્તિગત સાક્ષી તરીકે હકીકતો તપાસી શકે છે.

૩) નવા કરારના દસ્તાવેજો પ્રાચીન અન્ય કોઈપણ દસ્તાવેજો કરતા વધુ સચોટ છે. ઓનેસ્ટ ટુ ગોડ માં જ્હોન આર. રોબિન્સન અહેવાલ આપે છે કે નવા કરારના દસ્તાવેજો ૯૯.૯% ચોક્કસ છે (કોઈપણ સંપૂર્ણ પ્રાચીન પુસ્તકની સૌથી સચોટ). ગ્રીક નવા નિયમના નિષ્ણાંત બ્રુસ મેત્ઝ્ગર, વધુ સામાન્ય ૯૯.૫% સૂચવે છે.

ચોથું, ખ્રિસ્તી એકેશ્વરવાદ ને સર્વવ્યાપી ઈશ્વર અને બહુઈશ્વરવાદ ઉપર લાભ છે. હિન્દુ ધર્મને ફક્ત સર્વવ્યાપી ઈશ્વર (“બધા ભગવાન છે”) અથવા ફક્ત બહુઈશ્વરવાદ (ઘણા બધા ઈશ્વર હોવા) તરીકે દર્શાવવું યોગ્ય નથી. હિન્દુ ધર્મના પ્રવાહને આધારે, જે એક વર્ણવે છે, એક ઈશ્વર સર્વવ્યાપી છે, બહુઈશ્વરવાદ, અદ્વૈતાત્મક (“બધા એક છે”), એકેશ્વરવાદ, અથવા અન્ય ઘણા વિકલ્પો હોઈ શકે છે. જો કે, હિન્દુ ધર્મમાં બે મજબૂત પ્રવાહ છે બહુઈશ્વરવાદ અને ઈશ્વર સર્વવ્યાપી છે. ખ્રિસ્તી એકેશ્વરવાદ આ બંને ઉપર ચડિયાતું છે. અવકાશ વિચારણાને લીધે, આ ત્રણ દૃષ્ટિકોણો ની સરખામણી માત્ર એક બિંદુ, નૈતિકતાના સંદર્ભમાં કરવામાં આવે છે.

બહુઈશ્વરવાદ અને સર્વવ્યાપી ઈશ્વરવાદ બંને તેમની નૈતિકતાના પાયા વિષે પ્રશ્નાર્થરૂપ છે. બહુઈશ્વરવાદ માં, જો ઘણાં બધા ઈશ્વરો છે, તો ક્યા ઈશ્વર પાસે મનુષ્યો માટેની નૈતિકતાનું ચોક્કસ માપદંડ છે? જ્યારે ઘણાં બધા ઈશ્વરો હોય છે, ત્યારે તેમની નૈતિકતાના મૂલ્યો વચ્ચે સંઘર્ષ થવું જોઈએ નહિ, સંઘર્ષ થાય, તો તે અસ્તિત્વમાં નથી. જો તેઓ અસ્તિત્વમાં નથી, તો પછી નૈતિકતા પાયા વગરની છે. તે સ્થિતિની નબળાઈ તે જાતે જ સ્પષ્ટ છે. જો નૈતિક મૂલ્યો વચ્ચે સંઘર્ષ નથી, તો ક્યા સિધ્ધાંત પર તે ગોઠવાયેલા છે? તે ગમે તે સિધ્ધાંત પર ગોઠવાયેલી હોય પણ તે ઈશ્વરો કરતા વધારે અંતિમ હશે. જ્યાં સુધી તેઓ બીજા અધિકારો વિષે જવાબ નહિ આપે ત્યાં સુધી ઈશ્વરો અંતિમ નથી. તેથી, એક ઉચ્ચ સત્યતા છે જેને વ્યક્તિએ વળગી રહેવું પડશે. આ હકીકત બહુઈશ્વરવાદને ખાલી નહિ તો છીછરું બનાવે છે. ત્રીજા ભાગમાં, જો ઈશ્વરોનું તેમના સાચા અને ખોટા માપદંડો વચ્ચે સંઘર્ષ ઉભું થતું હોય, તો પછી એક ઈશ્વરની આજ્ઞા માનવી એ બીજા ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા જેવું છે, જે સજાને પાત્ર છે. નૈતિકતા સંબંધિત હોવી જોઈએ. એક ઈશ્વર માટે સારું હોવું એ જરૂરી નથી કે દરેક હેતુએ કે વૈશ્વિક અર્થમાં “સારું” હોય. ઉદાહરણ તરીકે, કોઈના બાળકને કાલી માટે બલિદાન કરવું એ હિન્દુત્વના એક પ્રવાહ માટે પ્રશંશાને પાત્ર પણ બીજા ઘણા લોકો માટે તે દોષપાત્ર છે. પણ ચોક્કસ પણે, બાળકનું બલિદાન, વાંધાજનક જ છે. કેટલીક વસ્તુઓ દરેક કારણો અને દેખાવો દ્વરા સાચી અને ખોટી છે.

ઈશ્વર સર્વવ્યાપી છે તે બહુઈશ્વરવાદ કરતા વધારે અલગ નથી પણ તે અંતમાં ફક્ત એક જ વસ્તુ છે તેવું વ્યક્ત કરે છે – એકજ દૈવીય હકીકત – આમ તે “સારા” અને “ખરાબ” વચ્ચેના અલગાવને નામંજૂર કરે છે. જો “સારું” અને “ખરાબ” ખરેખર અલગ હોત, તો પછી ત્યાં એક અવિભાજિત સત્યતા ન હોત. સર્વવ્યાપી ઈશ્વરવાદ અંતે “સારા” અને “ખરાબ” વચ્ચેના નૈતિક અલગાવને પરવાનગી આપતું નથી. સારું અને ખરાબ તે બંને એક સરખી અવિભાજિત સત્યતામાં વિલીન થયેલું છે. અને જો “સારા” અને “ખરાબ” વચ્ચે આવો અલગાવ ઉભો કરવામાં આવે, તો કર્મનો સંદર્ભ તે અલગાવનો નૈતિક સંદર્ભ સમાપ્ત કરી દેશે. કર્મ એ ગુરુત્વાકર્ષણ અને જડતા જેવા કુદરતી નિયમો જેવું અવ્યક્તિગત છે. જયારે કર્મ કેટલીક પાપી આત્માઓને બોલાવે છે, તે કોઈ દૈવીય નિયમ નથી જે ન્યાયને લાવે છે. તેના બદલે, તે કુદરતની અવ્યક્તિગત પ્રતિક્રિયા છે. પણ નૈતિકતાને વ્યક્તિત્વની જરૂર છે, વ્યક્તિત્વ જે કર્મ ઉધાર આપી શકતું નથી. ઉદાહરણ તરીકે, મારવા માટે વપરાયેલી લાકડી ઉપર આપણે દોષ લગાવી શકતા નથી. લાકડી તો નૈતિક ક્ષમતા અને ફરજ વગરની વસ્તુ છે. તેના કરતા, આપણે તે લાકડીને ખરાબ રીતે ઉપયોગ કરનાર વ્યક્તિ ઉપર દોષ મુકીએ છીએ. તે વ્યક્તિ પાસે નૈતિક ક્ષમતા અને નૈતિક ફરજ છે. તેવી જ રીતે, જો કર્મ ફક્ત અવ્યક્તિગત સ્વભાવ છે, તો પછી તે નીતિનિરપેક્ષ (“નૈતિકતા વગરનું”) છે અને તે નીતિશાસ્ત્ર માટેનો પર્યાપ્ત આધાર નથી.

ખ્રિસ્તી એકેશ્વરવાદ, જો કે, તેની નીતિશાસ્ત્રનું મૂળ ઈશ્વરનાં વ્યક્તિત્વમાં છે. ઈશ્વરનું ચરિત્ર સારું છે, તેથી, તેના માટે શું અનુકુળ છે અને તેની ઈચ્છા સારી છે. ઈશ્વર અને ઈશ્વરની ઈચ્છાઓથી જે અલગ કરે છે તે દુષ્ટ છે. તેથી, એક ઈશ્વર નીતિશાસ્ત્રના ચોક્કસ આધાર તરીકે સેવા આપે છે, નૈતિકતા અને સારા અને ખરાબ વચ્ચેના જ્ઞાનને વાજબી ઠરાવવા વ્યક્તિગત આધારને અનુમતિ આપે છે.

પાંચમું, પ્રશ્ન એ રહે છે “તમે તમારા પાપ સાથે શું કરશો?” ખ્રિસ્તી ધર્મમાં આ પ્રશ્નનો ખુબજ મજબૂત જવાબ છે. હિન્દુત્વમાં, બૌદ્ધ ધર્મની જેમ પાપના બે વિચારો છે. પાપને ઘણીવાર અજ્ઞાન તરીકે સમજવામાં આવે છે. હિન્દુત્વ એવી રીતે સમજાવે છે કે જો કોઈ વ્યક્તિ હકીકતને જોવે નહિ કે સમજે નહિ તો તે પાપ છે. પણ ત્યાં નૈતિક ભૂલ “પાપ” નો વિચાર તેમ ને તેમ જ રહે છે. જાણી જોઈને કંઈક દુષ્ટ બાબત કરવી, આત્મિક અથવા દુનિયાના નિયમો તોડવા, અથવા ખોટા કામની ઈચ્છા રાખવી, આ પાપ હોવું જોઈએ. પરંતુ પાપની તે નૈતિક વ્યાખ્યા, એક પ્રકારની નૈતિક ભૂલ તરફ નિર્દેશ કરે છે તેમાં પ્રત્યક્ષ પ્રાયશ્ચિતની જરૂર છે. પ્રાયશ્ચિતનો ઉદભવ ક્યાંથી થયો? શું પ્રાયશ્ચિત કર્મોના સિદ્ધાંતને વળગી રહેવા દ્વારા આવ્યું? કર્મ સામાન્ય અને નીતિનીરપેક્ષ છે. કોઈ એક વ્યક્તિ સારા કાર્ય દ્વારા “સંતુલન” કરી શકે છે, પણ તે ક્યારેય પાપનો નિકાલ નથી કરી શકતો. કર્મ એવું કોઈ સંદર્ભ નથી આપતું જ્યાં નૈતિક ભૂલ વધારે નૈતિક હોય. ઉદાહરણ તરીકે, આપણે ગુપ્તમાં પાપ કરવા દ્વારા કોને નાખુશ કરીએ છીએ? કર્મ કોઈ એક કે બીજી રીતે કોઈની કાળજી રાખતો નથી કારણકે કર્મ કોઈ વ્યક્તિ નથી. ઉદાહરણ તરીકે, ધારોકે એક માણસ બીજાના પુત્રને મારી નાંખે છે. તે પોતાના પૈસા, મિલકત, અથવા પોતાના પુત્રને નારાજ પક્ષની સામે ધરી શકે છે. પણ તે યુવાન માણસને પાછો સજીવન ન કરી શકે. વળતરની કોઈ પણ રકમ તે પાપ માટે ઉભું રહી શકતું નથી. શું પ્રાયશ્ચિત શિવ અથવા વિષ્ણુની ભક્તિ કે પ્રાર્થના કરવા દ્વારા આવે છે? ભલે તે લોકો ક્ષમા આપતા હોય તો પણ, એવું લાગે છે કે પાપનું દેવું હજુ ચૂકવાયું નથી. તેઓ પાપને માફ કરશે જેમકે તે શમાયોગ્ય હોય, કોઈ મોટી વાત નથી, અને પછી લોકો આનંદના દરવાજા મારફતે હાથ ઉંચો કરશે.

ખ્રિસ્તીપણું, જો કે, પાપને એકમાત્ર, અંતિમ, અને વ્યક્તિગત ઈશ્વર વિરુદ્ધ નૈતિક ભૂલ માને છે. આદમથી લઈને અત્યાર સુધી, મનુષ્યો પાપી જીવો છે. પાપ વાસ્તવિક છે, અને તે માણસ અને આનંદ વચ્ચે અનંત અંતર ઉભું કરે છે. પાપ ન્યાયની માંગણી કરે છે. તો પણ તે સારા કે મહાન કાર્યો દ્વારા “સંતુલિત” કરી શકાતું નથી. જો કોઈ વ્યક્તિ તેણે કરેલા ખરાબ કાર્યો કરતા દસ ગણા વધારે સારા કાર્યો કરે, તો પણ તે વ્યક્તિના વિવેકબુદ્ધિમાં પાપ રહેલું હશે. બાકીના ખરાબ કાર્યોનું શું થાય છે? શું તેને પહેલાની જેમ કોઈ મોટી બાબત ન હોય તેમ માફ કરી દેવામાં આવશે? શું તે આનંદમાં રૂપાંતર થશે? શું તે માત્ર એક ભ્રમ છે, કે તેનાથી કોઈ સમસ્યા નથી? આમાનો કોઈપણ વિકલ્પ યોગ્ય નથી. ભ્રમને લગતું, પાપ પણ આપણા સમજવા માટે ખુબજ વાસ્તવિક છે. પાપનિયતા વિષે જ્યારે આપણે પ્રમાણિક હોઈએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આપણે પાપ કર્યું છે. માફીને લગતું, કોઈ પણ કિમત વગર પાપને માફ કરવું એટલે એવું માનવામાં આવે છે કે પાપનાં લીધે કોઈ પણ પરિણામ આવતું નથી. આપણે જાણીએ છીએ કે તે ખોટું છે. આનંદને લાગતું, આનંદ એટલો બધો વધારે સારો નહિ હોય જો પાપમાં કંઈક છુપાયેલું હશે. એવું લાગે છે કે કર્મના ભીંગડા આપના હૃદય ઉપર પાપને છોડી જાય છે અને શંકા ઉભી કરે છે કે આપણે સાચા અને ખોટાના માપદંડનું વ્યક્તિગત ધોરણે ઉલ્લંઘન કર્યું છે. અને આનંદ ક્યા તો આપણને ચલાવી લેતું નથી, અથવા તો તે સંપૂર્ણ હોવું જોઈએ કે જેથી આપણે અંદર આવી શકીએ.

ખ્રિસ્તીપણામાં, જો કે, વધસ્તંભ ઉપર ખ્રિસ્તના વ્યક્તિગત બલિદાન દ્વારા બધાના પાપોની સજા ચૂકવાઈ ગઈ છે. ઈશ્વર માણસ બન્યા, સંપૂર્ણ જીવન જીવ્યા, અને જે મૃત્યુને આપણે હકદાર હતા તે મૃત્યુ સહી. તે આપણા માટે વધસ્તંભ ઉપર મૃત્યુ પામ્યા, આપણા માટે એક અવેજી, આપણા પાપ માટે, એક કવચ, એક પ્રાયશ્ચિત. અને મૃત્યુ પણ તેમને હરાવી શકાતું નથી તે સાબિત કરવા તે પુનરુત્થાન પામ્યા. વળી, જેઓ તેમને તેમના એકમાત્ર પ્રભુ અને ઉદ્ધારક નાં રૂપમાં તેમના પર વિશ્વાસ કરે છે તેઓ માટે અનંત જીવન માટે તે જ પુનરુત્થાનનો વાયદો કર્યો છે (રોમન ૩:૧૦-૨૩, ૬:૨૩; ૮:૧૨, ૧૦:૯-૧૦; એફેસી ૨;૮-૯; ફિલીપ્પી ૩:૨૧).

અંતમાં, ખ્રિસ્તીપણામાં આપણે જાણી એ છીએ કે આપણે બચી ગયા છીએ. આપણે આપણા ક્ષણિક અનુભવ ઉપર આધાર રાખવાની જરૂર નથી, નથી આપણે આપણા સારા કાર્યો કે આપણી ભક્તિ ઉપર આધાર રાખતા, નથી આપણે આપણો વિશ્વાસ ખોટા દેવતાઓ ઉપર રાખતા જેઓ “અસ્તિત્વમાં છે” તે વિશ્વાસ કરવાનો પ્રયત્ન કરવો પડે છે. આપણી પાસે જીવતો અને સાચો ઈશ્વર છે, ઐતિહાસિક રીતે લંગરિત વિશ્વાસ, સ્થાયી અને પરીક્ષણ યોગ્ય ઈશ્વરનું પ્રગટીકરણ (વચન), નૈતિક જીવન માટે ધર્મશાસ્ત્ર અનુસાર સંતુષ્ટિત આધાર, અને સ્વર્ગમાં ઈશ્વર સાથે રહેવાની ખાતરી.

તેથી, આનો અર્થ તમારા માટે શો છે? ઈસુ અંતિમ વાસ્તવિકતા છે! ઈસુ આપણા પાપો માટેનું સંપૂર્ણ બલિદાન હતા. ઈશ્વર આપણને દરેકને માફી અને ઉદ્ધાર આપે છે જો આપણે આપણા માટેની તેમની ભેંટ (યોહાન ૧:૧૨) સ્વીકારીએ તો, ઈસુને એક ઉદ્ધારક ના રૂપમાં વિશ્વાસ કરવાથી કે જેણે આપણા માટે – તેમના મિત્રો માટે પોતાનું જીવન આપી દીધું. જો તમે તમારા એકમાત્ર ઉદ્ધારક ના રૂપમાં ઈસુ ઉપર તમારો વિશ્વાસ મુકશો, તો તમને સ્વર્ગમાં અનંત આનંદની ખાતરી ચોક્કસ પણે મળશે. ઈશ્વર તમારા પાપ માફ કરશે, તમારી આત્માને શુદ્ધ કરશે, તમારી ભાવનાને નવી કરશે, અને તમને આ સંસારમાં પુષ્કળ જીવન આપશે અને આવનારા સંસારમાં અનંત આનંદ આપશે. આપણે કેવી રીતે આવી અનમોલ ભેંટનો અસ્વીકાર કરી શકીએ? આપણે કેવી રીતે એવા ઈશ્વરથી આપણી પીઠ ફેરવી શકીએ જે આપણને એટલો પ્રેમ કરે છે કે તેને આપણા માટે પોતાનું બલિદાન આપી દીધું?

જો તમે જે વિશ્વાસ કરો છો તે વિષે અચોક્કસ છો, તો અમે તમને નીચે દર્શાવેલી પ્રાર્થના ઈશ્વરને કરવા માટે આમંત્રિત કરીએ છીએ; “ઈશ્વર, સત્ય શું છે તે જાણવા માટે મારી મદદ કરો. ભૂલને પારખવા મારી મદદ કરો. ઉદ્ધરનો સાચો માર્ગ કયો છે તે જાણવા મારી મદદ કરો.” ઈશ્વર હંમેશા આવી પ્રાર્થનાનો આદર કરે છે.

જો તને ઈસુને તમારા ઉદ્ધારક તરીકે સ્વીકારવા માંગો છો, તો સરળતાથી ઈશ્વરને કહો, શબ્દો દ્વારા અથવા શાંત રહીને, અને તેમને કહો કે તમે ઈસુ દ્વારા ઉદ્ધારની ભેંટ સ્વીકારો છો. જો તમે પ્રાર્થના કરવા માંગતા હોય, તો અહિયાં એક ઉદાહરણ છે: “ઈશ્વર, મારા માટેના તમારા પ્રેમ માટે તમારો આભાર. મારા માટે તમે પોતે બલિદાન થયા માટે તમારો આભાર. મારી માફી અને ઉદ્ધાર માટે તમે પૂરું પાડ્યું તે માટે તમારો આભાર. હું ઈસુ દ્વારા ઉદ્ધારની ભેંટનો સ્વીકાર કરું છું. હું ઈસુને મારા ઉદ્ધારકર્તાના રૂપમાં સ્વીકાર કરું છું. આમીન!”

શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

હું હિન્દુ છું, શા માટે મારે ખ્રિસ્તી બનવું જોઈએ?
© Copyright Got Questions Ministries