settings icon
share icon
પ્રશ્ન

ખ્રિસ્તીપણું શું છે? અને ખ્રિસ્તીઓ કેવો વિશ્વાસ કરે છે?

જવાબ


૧ કરિંથી–૧૫:૧-૪ કહે છે, “હવે ભાઇઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો, અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે, અને અવરથા વિશ્વાસ કર્યો નહિ હોય તો જે દ્વારા તમે તારણ પામો છો, તે સુવાર્તા હું તમને જણાવું છું, કેમકે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે, ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારુ મરણ પામ્યો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો, અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું”.

ટૂંકમાં, તે ખ્રિસ્તીપણાના વિશ્વાસનો હાર્દ છે. બીજા વિશ્વાસો કરતાં તદન વિશેષ, ખ્રિસ્તીપણું એ ધાર્મિક પ્રવૃતિઓ કરતાં વધારે એક સંબંધ વિશે છે. “આ કરો અને આ ન કરો” ની યાદીના બદલાંમાં, એક ખ્રિસ્તીનો ઉદેશ્ય ઇશ્વર પિતા સાથે એક ઘનિષ્ઠતાથી ચાલવાનો છે. તે સંબંધ, ઇસુ ખ્રિસ્તના કાર્ય અને ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં પવિત્ર આત્મા દ્વારા સેવાના લીધે શક્ય છે.

ખ્રિસ્તીઓ વિશ્વાસ કરે છે કે બાઇબલ ઇશ્વર પ્રેરિત છે, અને તેથી તેની શિક્ષાઓએ અંતિમ અધિકાર છે (૨ તિમોથી-૩:૧૬; ૨ પિતર-૧:૨૦-૨૧). ખ્રિસ્તીઓ વિશ્વાસ કરે છે કે એક ઇશ્વર પણ વ્યક્તિત્વમાં છે. પિતા, પુત્ર (ઇસુ ખ્રિસ્ત), અને પવિત્ર આત્મા.

ખ્રિસ્તીઓ વિશ્વાસ કરે છે કે મનુષ્યજાતી વિશેષ રૂપથી ઇશ્વર સાથે સંબંધ સ્થાપિત કરવા રચવામાં આવી, પણ પાપે દરેક વ્યક્તિઓને ઇશ્વરથી અલગ કરી દીધા (રોમન–૩:૨૩; ૫:૧૨). ખ્રિસ્તી વિશ્વાસ એ શિખવાડે છે કે ઇસુ ખ્રિસ્ત આ ધરતી પર, પૂર્ણ ઇશ્વર, પરંતું છતાં પણ પૂર્ણ માણસના રૂપમાં ચાલ્યા (ફિલિપ્પી–૨:૬-૧૧), અને વધસ્તંભ પર મર્યા. ખ્રિસ્તીઓ વિશ્વાસ કરે છે કે વધસ્તંભ પર તેના મૃત્યુ પછી, ખ્રિસ્તને દાટવામાં આવ્યો, તે ફરીથી સજીવન થયો, અને હવે પિતાના જમણાં હાથમાં બિરાજમાન છે, હંમેશા વિશ્વાસીઓ માટે મધ્યસ્થા કરે છે (હિબ્રૂ-૭:૨૫). ખ્રિસ્તીપણું એવી ઘોષણા કરે છે કે વધસ્તંભ પર ઇસુનું મૃત્યુ એ દરેક લોકોના પાપોની કિંમત ચુકવવા માટે પુરતું છે અને આજ છે જેના કારણે ઇશ્વર અને માણસ વચ્ચેનો સંબંધ પુનઃ સ્થાપિત થાય છે (હિબ્રૂ–૯:૧૧-૧૪, ૧૦: ૧૦; રોમન-૫:૮,૬:૨૩).

બચવા માટે, વ્યક્તિએ વધસ્તંભ પર ખ્રિસ્તે પૂરાં કરેલાં કાર્ય પર પૂરી રીતે વિશ્વાસ મૂકવો જરૂરી છે. જો કોઇ વ્યક્તિ વિશ્વાસ કરે છે કે ખ્રિસ્ત તેની જગ્યાએ મૃત્યુ પામ્યાં અને તેના પાપની કિંમત ચૂકવી, અને ફરીથી સજીવન થયા, તો તે વ્યક્તિ બચી શકશે. કોઇ વ્યક્તિ મોક્ષને કમાઇ નથી શકતો. કોઇ વ્યક્તિ ઇશ્વરને પ્રસન્ન કરવા માટે “સારું” નથી બની શકતો, કારણકે આપણે દરેક પાપી છીએ (યશાયા–૫૩:૬; ૬૪:૬-૭), બીજું, હવે વધારે કંઇ કરવાની જરૂર નથી, કારણકે ખ્રિસ્તે બધાં કાર્યો પૂરા કર્યા છે! જ્યારે તે વધસ્તંભે હતો, ઇસુ એ કહ્યું , “ સંપૂર્ણ થયું” (યોહાન-૧૯:૩૦).

જેમ કોઇ વ્યક્તિ મોક્ષને કમાઇ નથી શકતું, તેમ કોઇ વ્યક્તિ એકવાર તે/તેણીનો વિશ્વાસ ખ્રિસ્તે વધસ્તંભ પર કરેલાં કાર્યો પર રાખે છે, તેથી કોઇ વ્યક્તિ તે/તેણીનો મોક્ષ ગુમાવવા કંઇ નથી કરી શકતું કેમકે ખ્રિસ્ત દ્વારા સંપૂર્ણ થયું છે! મોક્ષ જે વ્યક્તિ પ્રાપ્ત કરે છે તેના ઉપર આધાર રાખે છે તેવું કંઇજ નથી. યોહાન-૧૦:૨૭-૨૯ કહે છે, “મારા ઘેટાં મારો સાદ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંતજીવન આપું છું; અને કદી તેઓનો નાશ થશે નહિ, અને મારા હાથમાંથી કોઇ તેઓને છીનવી લેશે નહિ. મારો બાપ, જેણે મને આપ્યાં છે, તે સહુથી મોટો છે, અને બાપના હાથમાંથી કોઇ છીનવી લેવા સમર્થ નથી”.

કેટલાંક વિચારતા હશે, “આ તો મહાન છે–એકવાર હું બચી ગયો, હું મને મન પડે તેવું કરી શકું છું અને હું મારો મોક્ષ ગુમાવીશ નહી!” પણ મોક્ષ એ સ્વતંત્ર થઈને મન ફાવે તેમ કરવું નથી. મોક્ષ એ જુનો પાપી સ્વભાવ છોડી અને ઇશ્વર સાથે સાચો સંબંધ કેળવવો છે. જ્યારે આપણે પહેલાં પાપના દાસ હતા, હવે આપણે ખ્રિસ્તના દાસ છીએ (રોમન–૬:૧૫-૨૨). જ્યાં સુધી વિશ્વાસીઓ આ પૃથ્વી પર પાપી શરીર લઈને જીવશે, ત્યાં સુધી પાપ છોડવા વિશેની સતત મુશ્કેલી રહેશે. પરંતુ તેમ છતાં, ખ્રિસ્તી વિશ્વાસી ઇશ્વરના વચનનું (બાઇબલ) અધ્યયન કરવા દ્વારા અને તેને પોતાના જીવનમાં લાગુ કરવા દ્વારા અને પવિત્ર આત્માની આધિનતામાં રહેવા દ્વારા- અર્થાત, રોજ બરોજની પરિસ્થિતિઓમાં આત્માના માર્ગદર્શનના આધીન થવા દ્વારા પાપ સાથેની લડાઇમાં વિજય પ્રાપ્ત કરી શકે છે.

તેથી, જ્યારે ઘણી ધાર્મિક પધ્ધતિઓ એ માંગ કરે છે કે એક વ્યક્તિને કેટલીક નિશ્ચિત કરેલી બાબતો કરવી જોઈએ અથવા કેટલીક નિશ્ચિત કરેલી બાબતો ન કરવી જોઈએ, ખ્રિસ્તીપણું આ વાત પર વિશ્વાસ કરે છે કે ઇસુ ખ્રિસ્ત આપણાં પાપોની કિંમત ચુકવવા માટે વધસ્તંભ પર મર્યા, અને ફરીથી સજીવન થયા, તમારા પાપોનું મૂલ્ય ચુકવી દેવામાં આવ્યું છે અને તમે ઇશ્વર સાથે સંગતિ કરી શકો છો. તમે તમારા પાપી સ્વભાવ ઉપર વિજય મેળવી શકો છો અને સંગતિ અને આજ્ઞાકારિતામાં ઇશ્વર સાથે ચાલી શકો છો. આજ વાસ્ત્વિક બાઇબલ આધારિત ખ્રિસ્તીપણું છે.

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

ખ્રિસ્તીપણું શું છે? અને ખ્રિસ્તીઓ કેવો વિશ્વાસ કરે છે?
© Copyright Got Questions Ministries