settings icon
share icon
પ્રશ્ન

શું ખ્રિસ્તીઓએ જુના કરારના નિયમનું પાલન કરવું જોઈએ?

જવાબ


આ વિષયને સમજવા માટે મહત્વની વાત એ જાણવું છે કે જુના કરારની વ્યવસ્થા ઇસ્ત્રાએલી જાતિને આપવામાં આવી હતી. નહિ કે ખ્રિસ્તી વિશ્વાસીઓને. તેમાંના કેટલાંક નિયમ ઇસ્ત્રાએલીઓને એ બતાવવા માટે હતા કે કેવી રીતે તેઓ ઇશ્વરની આજ્ઞા માને અને તેમને પ્રસન્ન કરે (ઉદાહરણ તરીકે, દસ આજ્ઞાઓ). તેમાંના કેટલાક નિયમ તેઓને એ બતાવવા માટે હતા કે ઇશ્વરની આરાધના અને પાપ માટે પ્રાયશ્ચિત (અર્થાત બલિદાનની રીત) કેવી રીતે કરે. તેમાંના કેટલાંક નિયમો ફક્ત ઇસ્ત્રાએલીઓને બીજા દેશોથી અલગ બનાવવા માટે હતા (જેમ કે ભોજન અને વસ્ત્રના નિયમ). જુના કરારના કોઇ નિયમો આજે ખ્રિસ્તીઓ ઉપર લાગુ નથી થતાં. જ્યારે ઇસુ વધસ્તંભ પર મર્યા. ત્યારે તેમણે જુના કરારના નિયમોને સમાપ્ત કરી દીધા (રોમન–૧૦:૪, ગલાતી-૩:૨૩-૨૫, એફેસી–૨:૧૫).

જુના કરારના નિયમોની જગ્યાએ, આપણે ખ્રિસ્તના નિયમ ને આધીન છીએ (ગલાતિ-૬:૨), જેમ કે “પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હ્ર્દયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.... જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર” (માથ્થી–૨૨:૩૭-૩૯). જો આપણે તે બે નિયમો પાળીએ, તો આપણે તે દરેક વાતોને પૂરી કરીએ છીએ જે ખ્રિસ્ત ચાહે છે: “આ બે આજ્ઞા આખા નિયમ શાસ્ત્ર તથા પ્રબોધકોના પાયો છે” (માથ્થી–૨૨:૪૦). હવે, તેનો એવો અર્થ નથી કે જુના કરારના નિયમો આજે અપ્રાસંગિક થઈ ગયા છે. જુના કરારના ઘણાં બધા નિયમો “ઇશ્વરને પ્રેમ કરવાના” અને “પડોશીને પ્રેમ કરવાનાં” બે વિભાગોમાં જ આવે છે. જુના કરારના નિયમ ઇશ્વરને કેવી રીતે પ્રેમ કરવો અને પોતાના પાડોશીને પ્રેમ કરવા માટે શું કરી શકાય તે માટે એક દિશા નિર્દેશ બની શકે છે. સાથે સાથે, એ કહેવું કે આજના સમયમાં જુના કરારના નિયમ એક જૂથ છે (યાકૂબ–૨:૧૦). કાં તો તેમાંના દરેક લાગુ થાય છે, અથવા એક પણ નથી થતાં. જો ખ્રિસ્તે તેમાનાં કેટલાંક પૂરા કર્યા છે, જેમ કે બલિદાનના નિયમ, તો તેણે બધુ પૂરું કર્યું છે.

“કેમ કે આપણે દેવની આજ્ઞાઓ પાળીએ એ જ દેવ પરનો પ્રેમ છે, અને તેની આજ્ઞાઓ ભારે નથી” (૧ યોહાન–૫:૩). દસ આજ્ઞાઓ એ આખાં જુના કરારના નિયમનો સાર છે. દસ આજ્ઞાઓમાંની નવ તો નવા કરારમાં ફરીથી આપવામાં આવી છે (બધી જ ફક્ત સાબ્બાથના દિવસને માનવાની આજ્ઞાને છોડીને). સ્પષ્ટ છે કે જો આપણે ઇશ્વરને પ્રેમ કરીએ છીએ, તો આપણે ખોટાં દેવની આરાધના અને મૂર્તિઓ સામે નમીશું નહી. જો આપણે આપણાં પડોશીને પ્રેમ કરીશું, તો આપણે તેમની હત્યા નહી કરીએ. તેમની સામે જૂઠું નહી બોલીએ, તેમની સામે વ્યાભિચાર નહી કરીએ, અને તેમની વસ્તુઓની લાલસા નહી રાખીએ. જુના કરારના નિયમોનો ઉદેશ્ય લોકોને નિયમોનું પાલન ન કરવાની અસમર્થતા માટે દોષી ઠરાવવા અને ઇસુ ખ્રિસ્તને મોક્ષદાતાના રૂપમાં સ્વીકારવાની આવશ્યક્તા તરફ સંકેત કરવાનો છે (રોમન-૭:૭-૯, ગલાતી-૩:૨૪). જુના કરારના નિયમો ઇશ્વર માટે ઇચ્છવામાં આવ્યા ન હતા. આપણે ઇશ્વર અને આપણાં પડોશી પ્રત્યે પ્રેમ રાખવાનો છે. જો આપણે આ બે આજ્ઞાઓને વિશ્વાસથી પાળીશું, તો આપણે તે દરેક કાર્યો કરી રહ્યા છીએ જેની ઇશ્વર આપણી પાસે માંગ કરે છે.

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

શું ખ્રિસ્તીઓએ જુના કરારના નિયમનું પાલન કરવું જોઈએ?
© Copyright Got Questions Ministries