settings icon
share icon
પ્રશ્ન

શું બાઇબલ ખરેખર ઇશ્વરનું વચન છે?

જવાબ


આ પ્રશ્નનો આપણો ઉત્તર ફક્ત બાઇબલ વિશેનો આપણો દ્રષ્ટિકોણ અને આપણા જીવનોમાં તેનુ મહત્વ જ નક્કી નથી કરતો, પરંતુ આપણા ઉપર તે અનંતકાળની અસર પણ નક્કી કરે છે જો બાઇબલ ખરેખર ઇશ્વરનું વચન છે, તો આપણે તેને વળગી રહેવું જોઇએ, તેનો અભ્યાસ કરવો જોઇએ, તેને અનુસરવું જોઇએ, અને છેલ્લે તેનો વિશ્વાસ કરવો જોઇએ. જો બાઇબલ ઇશ્વરનું વચન હોય તો તેનો અસ્વીકાર કરવો તે ઇશ્વરનો અસ્વીકાર કરવો છે.

હકીકત તો એ છે કે ઇશ્વર નું આપણને બાઇબલ આપવું તે આપણા પ્રત્યે તેમના પ્રેમનું પ્રમાણ અને ઉદાહરણ છે “પ્રકટીકરણ” શબ્દનો સામાન્ય અર્થ છે કે ઇશ્વરે માણસો સાથે વાતચીત કરી કે તેમને શું ગમે છે અને કેવી રીતે આપણે તેની સાથે સાચો સંબંધ સ્થાપી શકીએ. આ તે વાતો છે જે આપણે ન જાણી શક્યા હોત જો ઇશ્વરે આપણને બાઇબલમાં તે પ્રકટ ન કર્યો હોત જોકે બાઇબલમાં ઇશ્વરે પોતાના પ્રકટીકરણને પ્રગતિશીલ રીતે લગભગ ૧૫૦૦ વર્ષોમાં આપ્યું, તેમાં દરેક વાતો રહેલી છે જેની ઇશ્વર વિશે જાણવામાં માણસને જરૂરી છે જેથી તે તેમની સાથે સંબંધ સ્થાપી શકે. જો બાઇબલ ખરેખર ઇશ્વરનું વચન છે તો તે વિશ્વાસ, ધાર્મિક રીતિ રિવાજો અને આદર્શોના દરેક વિષયો માટે અંતિમ અધિકારી છે.

આપણે આપણી જાતને ચોક્કસ આ પ્રશ્ન પૂછવો જોઇએ કે કેવી રીતે આપણે જાણી શકીએ કે બાઇબલ ઇશ્વર નું વચન છે અને ફક્ત એક સારી પુસ્તક માત્ર નથી? બાઇબલમાં એવી તો શું વિશેષતા છે જે તેને અત્યાર સુધી લખવામાં આવેલી દરેક ધાર્મિક પુસ્તકોથી અલગ પાડે છે? શું એવું કોઇ પ્રમાણ છે કે બાઇબલ જ ખરેખર ઇશ્વર નું વચન છે? જો આપણે ગંભીરતાપૂર્વક બાઇબલના દાવાઓ જેમ કે બાઇબલ એ ઇશ્વરનું વચન છે, તે ઇશ્વર પ્રેરિત છે, અને વિશ્વાસ અને કાર્યની દરેક બાબતો માટે પુરતું છે, ની ચકાસણી કરવા માંગતાં હોઇએ તો આવા પ્રશ્નો ઉપર ચોક્ક્સ ધ્યાન આપવું જોઇએ.

તેમાં કોઇ શંકા નથી કે બાઇબલ ઇશ્વરનું વચન હોવાનો દાવો કરે છે. આ સ્પષ્ટ રીતે પાઉલે તિમોથીને આપેલી આજ્ઞામાં જોઇ શકાય છે: “..... તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, તે ઇસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણ ને સારું તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે. દરેક શાસ્ત્ર ઇશ્વર પ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારુ તૈયાર થાય” (૨ તિમોથી–૩:૧૫-૧૭).

બાઇબલ ઇશ્વરનું વચન છે તેના આંતરિક અને બાહ્ય એમ બન્ને પ્રમાણ છે. આંતરિક પ્રમાણો એ છે જે બાઇબલની અંદરની વાતો છે જે તેના ઇશ્વરીય મૂળની સાક્ષી આપે છે. બાઇબલ ખરેખર ઇશ્વરનું વચન છે તેના આંતરિક પ્રમાણોમાંનું પહેલું તેની એકતામાં જોઇ શકાય છે. તે હકીકતમાં છાસઠ અલગ અલગ પુસ્તકો, ત્રણ અલગ અલગ ખંડોમાં, ત્રણ અલગ અલગ ભાષાઓમાં લગભગ ૧૫૦૦ વર્ષો કરતાં વધારે સમયમાં, ૪૦ કરતાં વધારે લેખકો દ્વારા લખવામાં આવ્યું જેનો અલગ-અલગ વ્યવસાય હતો, તેમ છતાં બાઇબલ શરૂઆતથી અંત સુધી કોઇ વિરોધાભાસ વગર એક સમાન બની રહી છે. આ એક્તા બીજી અન્ય પુસ્તકો કરતાં વિશેષ છે અને વચનોનું ઇશ્વરીય હોવાનું પ્રમાણ છે જેમાં ઇશ્વરે માણસોને પ્રેરિત કર્યા કે તેઓ તે બાબતો લખી લે.

બાઇબલ ખરેખર ઇશ્વરનું વચન છે તેના આંતરિક પ્રમાણોમાંનું બીજુ તેના પૃષ્ઠોમાં લખેલી ભવિષ્યવાણીઓમાં જોઇ શકાય છે. બાઇબલના અલગ-અલગ દેશોને સંબંધિત સેંકડો ભવિષ્યવાણીઓનો સમાવેશ થાય છે જેમાં, ઇસ્ત્રાએલ, નિશ્ચિત શહેરોના ભવિષ્ય વિશે, મનુષ્યજાતિના ભવિષ્ય વિશે, અને એક જે આવનાર છે જે મસિહા છે, ફક્ત ઇસ્ત્રાએલનો નહિ; પણ દરેક જે તેના પર વિશ્વાસ કરશે તે તેના તારણહાર બનશે. અન્ય બીજા ધર્મોની પુસ્તકોમાં અથવા એવા વ્યક્તિઓ જેવાકે નાસ્ત્રેદેમસ દ્વારા કરવામાં આવેલ ભવિષ્યવાણી વિપરીત, બાઇબલ ની ભવિષ્યવાણી વિસ્તૃત છે અને ક્યારેય નિષ્ફળ નથી ગઈ. ફક્ત જુના કરારમાં ઇસુ ખ્રિસ્ત વિશે ત્રણસો કરતાં વધારે ભવિષ્યવાણીઓ છે. ફક્ત એ વાતનું પૂર્વ ચિન્હ નથી આપ્યુ કે તેનો જન્મ ક્યાં થશે અને કયાં પરિવારમાંથી આવશે, પરંતુ તે પણ કે તે કેવીરીતે મરશે અને તે પણ કે તે ત્રીજા દિવસે ફરીથી સજીવન થશે. બાઇબલમાં પુરી થયેલી ભવિષ્યવાણીઓને તેના ઇશ્વરીય મૂળ દ્વારા સમજાવવા ઉપરાંત બીજો કોઇ તાર્કિક રીત નથી. બીજી કોઇ ધાર્મિક પુસ્તકમાં આ સીમા સુધી કે આ પ્રકારની ભવિષ્યવાણી નથી જે બાઇબલમાં છે.

બાઇબલ ઇશ્વરીય મૂળનું છે તેનું ત્રીજુ આંતરિક પ્રમાણ તેના વિશેષ અધિકાર અને સામર્થ્યમાં જોઇ શકાય છે. જ્યારે આ પ્રમાણ પહેલા બે પ્રમાણ કરતાં વધારે વ્યક્તિગત છે, પરંતુ તે બાઇબલ ઇશ્વરીય મૂળનું હોવાની સામર્થી સાક્ષીથી ઓછું નથી. બાઇબલનો અધિકાર અત્યાર સુધી લખાયેલી બીજી પુસ્તકો કરતાં વિશેષ છે. આ અધિકાર અને સામર્થ ઉત્તમ રીતે અસંખ્ય માણસો ઇશ્વરના વચનના સામર્થ વડે પરિવર્તન પામ્યા તેમાં જોઇ શકાય છે. નશીલા પદાર્થોના વ્યસનીઓ તેના દ્વારા સાજા થયા, સમલૈંગિક વ્યક્તિઓ તેના દ્વારા મુક્ત થયા છે, ત્યજી દેવાયેલા અને મરણ પથારીએ પડેલા તેના દ્વારા પરિવર્તન પામ્યા છે, નિર્દયી અપરાધી તેના દ્વારા સુધર્યા છે, પાપીઓ તેના દ્વારા ઠપકો પામ્યા છે, તેના વાંચવા દ્વારા નફરત પ્રેમ માં બદલાઇ ગઈ છે. બાઇબલમાં પ્રેરક અને પરિવર્તન શક્તિ રહેલી છે તે એટલા માટે શક્ય છે કારણ કે ખરેખર ઇશ્વરનું વચન છે.

એવા બાહ્ય પ્રમાણો પણ છે જે સંકેત કરે છે કે બાઇબલ ખરેખર ઇશ્વરનું વચન છે. તેમાંથી એક બાઇબલની ઐતિહાસિકતા છે. કારણકે બાઇબલ ઐતિહાસિક ઘટનાઓનું વિવરણ આપે છે, તેથી તેની સત્યતા તથા ચોકસાઇ બીજા અન્ય ઐતિહાસિક દસ્તાવેજોની જેમ ખરાઇને આધિન છે. બન્ને અર્થાત પૂરા તત્વ પ્રમાણો તથા બીજા લેખિત દસ્તાવેજો દ્વારા બાઇબલનું ઐતિહાસિક વૃતાન્ત સમય – સમય પર સાચું અને ચોક્ક્સ સાબિત થયુ છે. હકિકતમાં, બધા પૂરા તત્વ અને હસ્તલિપી પ્રમાણો તેને પૂરાતન સંસારની શ્રેષ્ઠ દસ્તાવેજોથી સિધ્ધ કરેલ પુસ્તક બનાવી દીધું છે. સચ્ચાઇ તો એ છે કે બાઇબલ ઐતિહાસિક રૂપથી સત્ય ઘટનાઓનું સાચું તથા સત્યતાથી વિવરણ રાખે છે જેની ખરાઇનો એક મોટો સંકેત એ છે કે જ્યારે ધાર્મિક વિષયો તથા સિધ્ધાંતો પર વિચાર કરવામાં આવે છે અને તેના દાવાઓએ સાબિત કરવામાં મદદરૂપ થાય છે કે બાઇબલ જ ઇશ્વરનું વચન છે.

બાઇબલ ખરેખર ઇશ્વરનું વચન છે તેનું અન્ય બાહ્ય પ્રમાણ તેના માનવ લેખકોની પ્રમાણિક્તા છે. જેમ કે પહેલાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ઇશ્વરે આપણા માટે પોતાના વચનોની નોંધ રાખવા માટે અલગ અલગ વ્યવસાયના માણસોનો ઉપયોગ કર્યો છે. આ માણસોના જીવનોનો અભ્યાસ કરવાથી ખબર પડે છે કે, તેવું કોઇ સારું કારણ નથી જેથી આપણે વિશ્વાસ કરીએ કે તેઓ પ્રમાણિક અને વિશ્વાસુ નથી. હકીકત તો એ છે કે તેઓ જે વિશ્વાસ કરતાં હતા તેના માટે પીડાદાઇ રીતે જીવ આપવા માટે પણ તૈયાર હતા, જે એ સાબિત કરે છે કે તેઓ સાધારણ પરંતુ વિશ્વાસ યોગ્ય વ્યક્તિઓ હકીકતમાં એવો વિશ્વાસ કરતાં હતા કે ઇશ્વરે તેઓની સાથે વાત કરી છે. જે માણસોએ નવો કરાર લખ્યો અને બીજા અન્ય સેંકડો વિશ્વાસીઓ (૧ કરિંથી–૧૫:૬) તેમના સંદેશના સત્યને જાણતા હતા કેમ કે તેઓએ ઇસુ ખ્રિસ્તને જોયા અને તેમના ફરીથી સજીવન થયા. પછી તેમની સાથે સમય ગાળ્યો હતો. ફરીથી સજીવન થયેલા ખ્રિસ્તને જોવાનો તેમના ઉપર જબરદસ્ત પ્રભાવ પડ્યો હતો. તેઓ ડરી ડરીને સંતાવવા કરતાં એ સંદેશને માટે મરવા સુધ્ધા તૈયાર હતા જે ઇશ્વરે તેઓ ઉપર પ્રકટ કર્યો હતો. તેઓના જીવન તથા તેઓના મૃત્યુ આ સત્યને સાબિત કરે છે કે બાઇબલ ખરેખર ઇશ્વરનું વચન છે.

બાઇબલ ખરેખર ઇશ્વરનું વચન છે તેનું અંતિમ બાહ્ય પ્રમાણ બાઇબલનું અવિનાશી હોવું છે. ઇશ્વરનું વચન હોવાનો દાવો અને તેની મહત્વપૂર્ણતા ના કારણે, બાઇબલે ઇતિહાસમાં બીજા અન્ય પુસ્તકોથી વધારે ખરાબ આક્રમણ અને તેના નાશ કરવાના પ્રયત્નોને સહન કર્યુ છે. શરૂઆતના રોમન રાજાઓ જેવા કે ડાયોસ્લિશ્યિન, સામ્યવાદી સરમુખત્યાર અને આજના આધુનિક સમયના નાસ્તિકો અને અજ્ઞેયવાદી સુધી, બાઇબલે પોતાના બધા આક્રમણ કરનારાઓને સહન કર્યા છે અને તેના બધા આક્રમણકારીઓને પોતાની સામે ટકવા નથી દીધા અને આજે પણ આ જગતમાં સૌથી વધારે પ્રકાશિત થવાવાળું પુસ્તક છે.

સમય દરમ્યાન, શંકાવાદિઓએ બાઇબલને કાલ્પનિક રૂપમાં સ્વીકાર કર્યો, પરંતુ પુરાતત્વએ તેના ઐતિહાસિક હોવાનું સિધ્ધ કર્યું છે. વિરોધીઓએ તેની શિક્ષાઓને પ્રાચીન અને અપ્રચલિત કહીને આક્રમણ કર્યો, પરંતુ તેની નૈતિક તથા વૈધાનિક ધારણાઓ અને શિક્ષાઓએ આખા જગતમાં સમાજોમાં અને સંસ્કૃતિઓમાં સકારાત્મક છાપ છોડી છે. આજે પણ તેના ઉપર વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને રાજનીતિક આંદોલનોએ પોતાનું આક્રમણ નિરંતર ચાલુ રાખ્યું છે, પરંતુ આજે પણ તે તેટલી જ પ્રમાણિક અને પ્રાસંગિક છે જેટલી તે પહેલાં જ્યારે તેને લખવામાં આવી હતી. આ તે પુસ્તક છે જેણે છેલ્લા ૨૦૦૦ વર્ષો દરમ્યાન અસંખ્ય જીવનોને પરિવર્તન કર્યા છે. તેનાથી કોઇ ફરક નથી પડતો કે તેના વિરોધી તેના પર આક્રમણ કરે, તેનો નાશ કરવા, અથવા તેનું સન્માન ઘટાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ આક્રમણો પછી પણ બાઇબલ પહેલાં જેવી જ બનેલી છે, જીવનો ઉપર તેનું સત્ય, અને પ્રભાવ એટલાજ છે. તેને ભ્રષ્ટ કરવામાં દરેક પ્રયત્નો, તેના પર કરેલા દરેક આક્રમણો, અથવા તેને નાશ કરવાના દરેક પ્રયત્નો પછી પણ તેની ચોકસાઇ આજ સુધી સુરક્ષિત બનેલી છે, જે એ સત્યની સ્પષ્ટ સાબિતી છે કે બાઇબલ ખરેખર ઇશ્વરનું વચન છે. આપણે એ વાત ઉપર વિસ્મિત ન થવુ જોઇએ કે બાઇબલ ઉપર કેવા આક્રમણો કરવામાં આવ્યા છે, તે હંમેશા અપરિવર્તિત અને સહી સલામત જ રહે છે. આ બધા પછી ઇસુએ કહ્યુ, “આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહિ”. (માર્ક-૧૩:૩૧). આ પ્રમાણને જોયા પછી કોઇપણ નિસંદેહ કહી શકે છે કે, હાં બાઇબલ ખરેખર ઇશ્વરનું વચન છે.

Englishગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

શું બાઇબલ ખરેખર ઇશ્વરનું વચન છે?
© Copyright Got Questions Ministries