મેં ઇસુમાં મારો વિશ્વાસ મૂક્યો છે .... તો હવે શું ?મેં ઇસુમાં મારો વિશ્વાસ મૂક્યો છે .... તો હવે શું ?

વધામણી! તમે જીવન-બદલી નાંખે એવો નિર્ણય લીધો છે. તો પણ તમે એ પૂછો છો કે “હવે શું ? હું ભગવાન સાથે મારી યાત્રાની શરૂઆત કેવી રીતે કરી શકું ?” બાઇબલમાં થી નીચે બતાવેલ પાંચ પગલાં તમને માર્ગદર્શન આપશે. જ્યારે તમને તમારી યાત્રા વિશે પ્રશ્ન પૂછવો હોય તો, મહેરબાની કરીને મુલાકાત લો www.GotQuestions.org/Gujarati.

1. સુનિશ્ચિત કરો કે તમે મોક્ષને સમઝો છો.

1 જહોન 5:13 આપણને કહે છે, “હું આ બધી વસ્તુઓ તમને લખી રહ્યો છું કે જે ભગવાનનાં પુત્રનાં નામમાં વિશ્વાસ રાખે છે જેથી તમે જાણી શકો કે તમારી પાસે શાશ્વત જીવન છે. ” ભગવાન ચાહે છે કે આપણે મોક્ષને સમઝીએ. ભગવાન ચાહે છે કે આપણે દ્રઢ વિશ્વાસ રાખીએ એ જાણવા માટે કે નિશ્ચિતરૂપે આપણો ઉદ્ધાર થઇ ગયો છે. સંક્ષિપ્તમાં, મોક્ષનાં મુખ્ય મુદ્દાઓ પર જઇએ.

(અ) આપણે બધાએ પાપ કર્યા છે. આપણે બધાએ જે કઇં પણ કર્યું છે તે ભગવાનને નાખુશ કરી રહ્યું છે (રોમનસ 3:23).

(બ) આપણા પાપોનાં કારણે, આપણે સજાને પાત્ર છીએ ભગવાન થી શાશ્વત જુદાઇની સાથે (રોમનસ 6:23).

(ક) ઇસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા આપણા પાપોનાં દંડની ચુકવણી કરવા માટે (રોમનસ 5:8; 2 કોરિથિયંસ 5:21). ઇસુ આપણા સ્થાન પર મૃત્યુ પામ્યા, સજા લેવા માટે જેનાં માટે આપણે લાયક હતા. તેનું પુનર્જીવન એ સાબિત કરે છે કે આપણા પાપોની ચુકવણી માટે ઇસુની મૃત્યુ પૂરતી હતી.

(ડ) ભગવાન તે બધાને ક્ષમા અને મોક્ષ પ્રદાન કરે છે કે જે ઇસુમાં પોતાનો વિશ્વાસ રાખે છે – તેની મૃત્યુ પર ભરોસો કરે છે પોતાનાં પાપોની ચુકવણીનાં રૂપમાં (જહોન 3:16; રોમનસ 5:1; રોમનસ 8:1).

તે મોક્ષનો સંદેશ છે! જો તમે ઇસુ ખ્રિસ્તમાં તમારો વિશ્વાસ મૂકો છો તમારા ઉદ્ધારક તરીકે, તમારો ઉદ્ધાર થઇ ગયો છે! તમારાં બધા પાપોને માફ કરી દેવામાં આવ્યા છે, અને ભગવાન વાયદો કરે છે કે તે કદી પણ તમને છોડશે નહી અથવા પરિત્યાગ કરશે (રોમનસ 8:38; મેથ્યુ 28:20). યાદ રાખો, ઇસુ ખ્રિસ્તમાં તમારો મોક્ષ સુરક્ષિત છે (જહોન 10:28 -29). જો તમે તમાર ઉદ્ધારક તરીકે ફક્ત ઇસુમાં જ વિશ્વાસ રાખો છો, તમે દ્રઢ વિશ્વાસ રાખી શકો છો કે તમે સ્વર્ગમાં ભગવાન સાથે મરણોત્તર જીવન પસાર કરશો!

2. સારું દેવળ શોધો કે જે બાઇબલની શિક્ષા આપે.

દેવળને એક ઇમારતનાં રૂપે ના વિચારો. દેવળ લોકો છે. એ ઘણું મહત્વનું છે કે ઇસુમાં વિશ્વાસ રાખવાવાળા એક બીજાની સંગાથે છે. તે દેવળનો એક પ્રાથમિક ઉદ્દેશ છે. હવે જ્યારે તમે ઇસુ ખ્રિસ્તમાં તમારો વિશ્વાસ મૂકો છો, અમે દ્રઢતાની સાથે તમને પ્રોત્સાહિત કરીશું કે તમે તમારા વિસ્તારમાં બાઇબલમાં – વિશ્વાસ કરતા હોય એવા દેવળને શોધો અને પાદરી સાથે વાત કરો. તેને જાણવા દો ઇસુ ખ્રિસ્તમાં તમારા નવા વિશ્વાસને.

દેવળનો બીજો ઉદ્દેશ છે બાઇબલની શિક્ષા આપવી. તમને શિખવવામાં આવશે કે ભગવાનનાં નિર્દેશોને કઇ રીતે તમારા જીવનમાં લાગુ કરવા. એ સમઝો કે સફળતાપૂર્વક અને શક્તિશાળી ખ્રિસ્તી જીવન જીવવા માટે બાઇબલ એક ચાવી છે.

દેવળનો ત્રીજો ઉદ્દેશ છે પૂજા. પૂજા એ આભાર છે ભગવાનને તે બધા માટે જે કઇં પણ તેણે કર્યું છે! ભગવાને આપણો ઉદ્ધાર કર્યો છે. ભગવાન આપણને પ્રેમ કરે છે. ભગવાન આપણા માટે ઉપલબ્ધ છે. ભગવાન આપણને માર્ગદર્શન અને નિર્દેશ આપે છે. તો શા માટે આપણે તેનો આભાર ન માનીએ? ભગવાન પવિત્ર, સાચો, પ્રેમાળ, દયાવન, અને દૈવી કૃપાથી ભરેલો છે. રીવીલેશન 4:11 જાહેર કરે છે, “તમે યોગ્ય છો, આપણા સ્વામી અને ભગવાન, ખ્યાતિ, સમ્માન અને શક્તિ પ્રાપ્ત કરે છે, તમારા માટે બધી વસ્તુઓ બનાવી છે, અને તમારી ઇચ્છાથી તેમને બનાવવામાં આવ્યા અને તેમનું અસ્તિત્વ છે. ”

3. ભગવાન પર કેન્દ્રિત કરવા માટે રોજ સમય નિયત કરો.

ભગવાન પર કેન્દ્રિત થવા માટે રોજ સમય વિતાવવો એ આપણા માટે બહુ જ મહત્વનું છે. કેટલા લોકો આ સમયને કહે છે “શાંતિનો સમય.” બીજા કહે છે “ભક્તિ,” કારણકે એ સમય છે કે જ્યારે આપણે પોતાને ભગવાનને સમર્પિત કરીએ છીએ. કેટલાક સવારનો સમય આપવો પસંદ કરે છે, જ્યારે કેટલાક સાંજનો સમય આપવો પસંદ કરે છે. એ મહત્વ નથી રાખતું કે તમે એ સમયને શું કહો છો અથવા તે તમે ક્યારે કરો છો. મહત્વનું એ છે કે તમે નિયમિત ભગવાન સાથે સમય પસાર કરો. કઇ ઘટનાઓ અમારો સમય ભગવાન સાથે મેળવે છે ?

(અ) પ્રાર્થના. પ્રાર્થના એ સામાન્યરૂપે ભગવાનથી વાત કરવી છે. ભગવાનથી પોતાનાં વિશે અને સમસ્યાઓ વિશે વાત કરો. ભગવાનને કહો કે તે તમને માર્ગદર્શન અને બુદ્ધિ આપે. ભગવાનને કહો કે તે તમારી જરૂરીયાતો પૂરી કરે. ભગવાનથી કહો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો અને તેણે તમારા માટે જે બધું કર્યું છે તેનાં માટે કેટલી કદર કરો છો. આ બધું છે પ્રાર્થનાં વિશે.

(બ) બાઇબલ વાંચવી. દેવળમાં શીખવવામાં આવતી બાઇબલ સિવાય, રવિવાર સ્કૂલ, અને/અથવા બાઇબલ અભ્યાસ – તમને તમારા માટે બાઇબલ વાંચવાની જરૂર હશે. બાઇબલમાં એ બધું જ છે જે તમે જાણવા ચાહો છો સફળ ખ્રિસ્તી જીવન પસાર કરવા માટે. વિવેકપૂર્ણ નિર્ણયો કેવી રીતે લેવા એ માટેનું ભગવાનનું માર્ગદર્શન આમાં છે, ભગવાનની ઇચ્છા કેવી રીતે જાણવી, બીજાને મદદ કેવી રીતે કરવી, અને ધાર્મિક વિકાસ કેવી રીતે કરવો. બાઇબલ એ ભગવાનનાં શબ્દો છે આપણા માટે.

4. સંબંધ એ લોકો સાથે વિકસિત કરો કે જે તમને ધાર્મિક મદદ કરી શકે.

1 કોરિનથિયંસ 15:33 આપણને કહે છે, “આડે રસ્તે દોરાશો નહી : ખરાબ સોબત સારા ચરિત્રને ખરાબ કરી દે છે.” આપણા પર “ખરાબ” લોકોનાં પ્રભાવની ચેતવણીઓથી બાઇબલ ભરેલી છે. એ લોકો સાથે સમય વ્યતીત કરવો જે લોકો પાપી ગતિવિધિઓમાં શામિલ છે તે ગતિવિધિઓ દ્વારા આપણને લાલચ ઉત્પન્ન થશે. એવા ચરિત્રવાળા જે આપણી આજુ બાજુ છે “ઘસી જશે” આપણા ઉપર. આથી એ બહુ જરૂરી છે કે પોતાને બીજા લોકોની આસ-પાસ રાખીએ કે જે સ્વામીને પ્રેમ કરતા હોય અને તેમનાં પ્રતિ વચનબદ્ધ હોય.

એક અથવા બે મિત્ર શોધવાનો પ્રયત્ન કરો, હોઇ શકે તો તમાર દેવળમાંથી, જે તમને મદદ કરી શકે અને તમને પ્રોત્સાહન આપે (હેબ્ર્યુસ 3:13; 10:24). તમારા મિત્રોને કહો કે તમને જવાબદાર રાખે શાંતિનાં સમયે, તમારી ગતિવિધિઓનાં વિશે, અને ભગવાન સાથે તમારી ચાલ સાથે. પૂછો જો તમે તેમનાં માટે આ કરી શકતા હોવ. એનો એ અર્થ નથી કે તમે તમાર બધા મિત્રોને છોડી દો કે જે સ્વામી ઇસુને તેમનાં ઉદ્ધારકનાં રૂપે નથી જાણતા. તેમનાં મિત્ર રહો અને તેમને પ્રેમ કરો. ફક્ત તેમને એ બતાવો કે ઇસુએ તમારી જીંદગી બદલી નાંખી છે અને તમે આ બધી વસ્તુ ન કરી શકો જે તમે કરતા હતા. ભગવાનથી કહો કે એ તમને અવસર પ્રદાન કરે તમારા મિત્રો સાથે ઇસુ સાથે સહભાગી બનવા માટે.

5. જળસંસ્કાર વિધિ.

ઘણા લોકોને જળસંસ્કાર વિધિ વિશે ગેરસમજ છે. શબ્દ “જળસંસ્કાર” એટલે પાણીમાં ડૂબાડવું. જળસંસ્કાર એક બાઇબલનો રસ્તો છે ઇસુમાં નવા વિશ્વાસ અને તેમને અનુસરવાની તમારી વચનબદ્ધતા જાહેરમાં જાહેર કરવાનો. પાણીમાં ડૂબાડવાની ક્રિયાને ચિત્ર દ્વારા સમઝાવવામાં આવી જેમકે ખ્રિસ્ત સાથે દફનાવવામાં આવી રહ્યા છે. પાણીમાંથી નીકળવાની ક્રિયા ખ્રિસ્તનાં પુનર્જીવનને દર્શાવે છે. જળસંસ્કાર કરવામાં આવી રહ્યો છે પોતાને ઓળખવા માટે ઇસુની મૃત્યુ, દફન અને પુનર્જીવન સાથે (રોમનસ 6:3-4).

જળસંસ્કાર એ નથી જે તમને બચાવે છે. જળસંસ્કાર તમારા પાપોને ધોતો નથી. જળસંસ્કાર એક સધારણ પગલું છે આજ્ઞા પાલનનું, ફક્ત ખ્રિસ્તમાં તમારો વિશ્વાસ જાહેરમાં જાહેર કરવાનાં મોક્ષ માટે. જળસંસ્કાર મહત્વપૂર્ણ છે કારણકે તે આજ્ઞા પાલનનું પગલું છે - ખ્રિસ્તમાં તમારો વિશ્વાસ અને તેનાં પ્રતિ તમારી વચનબદ્ધતા જાહેરમાં જાહેર કરવાનું. જો તમે જળસંસ્કાર માટે તૈયાર છો, તમારે પાદરી જોડે વાત કરવી જોઇએ.ગુજરાતી હોમ પેજ પર પરત કરોમેં ઇસુમાં મારો વિશ્વાસ મૂક્યો છે .... તો હવે શું ?