settings icon
share icon
પ્રશ્ન

હું એ ચોક્ક્સ પણે કેવી રીતે જાણી શકું કે જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે હું સ્વર્ગમાં જઈશ?

જવાબ


શું તમને ચોક્ક્સ પણે ખબર છે કે તમારી પાસે અનંતજીવન છે અને જ્યારે તમારું મૃત્યુ થશે ત્યારે તમે સ્વર્ગમાં જશો? ઇશ્વર ઇચ્છે છે કે તમે ચોક્ક્સ થાઓ! બાઇબલ કહે છે કે: “તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે દેવનાં પુત્રના નામ પર વિશ્વાસ રાખનારા ઉપર, મેં આ વાતો લખી છે” (૧ યોહાન-૫:૧૩). માની લો કે તમે આ સમયે ઇશ્વરની સામે ઉભાં છો, અને પુછે છે કે, “હું તમને સ્વર્ગમાં શા માટે જવા દઉં?” તમે શું કહેશો ? તમે નથી જાણતા કે તમારે શું ઉત્તર આપવો જોઇએ. તમારે જે જાણવાની જરૂર છે તે એ છે કે ઇશ્વર આપણને પ્રેમ કરે છે અને તેમણે એક એવો માર્ગ પૂરો પાડ્યો છે જેનાથી આપણે ચોક્ક્સ પણે જાણી શકીએ છીએ કે આપણે અનંતકાળનું જીવન ક્યાં વીતાવીશું. બાઇબલ આ રીતે વર્ણવે છે: “કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે એકાકીજનિત દીકરો આપ્યો, એ સારુ કે જે કોઇ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે” (યોહાન–૩:૧૬).

આપણે સૌ પ્રથમ એ સમસ્યાને સમજવાની છે જે આપણને સ્વર્ગથી દુરરાખે છે. તે સમસ્યા આ છે. આપણું પાપી સ્વભાવ ઇશ્વર સાથે આપણો સંબંધ રાખવાથી દુર રાખે છે. આપણે સ્વભાવથી અને પસંદગીથી જ પાપી છીએ. “કારણકે સઘળાએ પાપ કર્યુ છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે” (રોમન–૩:૨૩). આપણે આપણી જાતને નથી બચાવી શકતા. “કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે. કરણીઓથી નહિ, રખેને કોઇ અભિમાન કરે” (એફેસી–૨:૮-૯). આપણે મ્રુત્યુ તથા નરકના પાત્ર છીએ. “ કેમકે પાપનો મૂસારો તો મરણ છે” (રોમન–૬:૨૩).

ઇશ્વર પવિત્ર અને ન્યાયી છે અને તેણે પાપને ચોક્ક્સ દંડ આપવો જોઇએ, છતાં તે આપણને પ્રેમ કરે છે અને આપણા પાપ માટે માફી પુરી પાડી. પછી ઇસુ કહે છે: “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના આ બાપની સામે કોઇ આવતું નથી (યોહાન–૧૪:૬). ઇસુ આપણા માટે વધસ્તંભ ઉપર મૃત્યુ પામ્યા: “કેમકે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહ્યુ કે, જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે” (૧ પિતર–૩:૧૮). ઇસુ મૃત્યુમાંથી ફરી સજીવન થયો: “તેને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યો, અને આપણા ન્યાયીકરણને માટે તેને પાછો ઉઠાડવામાં આવ્યો” (રોમન–૪:૨૫).

તેથી મૂળ પ્રશ્ન તરફ પાછા આવીએ- “હું એ ચોક્ક્સ પણે કેવી રીતે જાણી શકું કે જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે હું સ્વર્ગમાં જઈશ?” જવાબ આ છે. ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખ્યો અને તમે તારણ પ્રાપ્ત કરશો (પ્રે. કૃ.–૧૬:૩૧). “પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો” (યોહાન–૧:૧૨). તમે અનંત જીવનને મફત ભેંટના રૂપમાં પ્રાપ્ત કરી શકો છો. “ પ્રભુ ઇસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંતજીવન છે” (રોમન–૬:૨૩). તમે અત્યારેજ ઉદેશ્યવાળું અને સંપૂર્ણ જીવન જીવી શકો છો. ઇસુએ કહ્યુ: “તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું” (યોહાન–૧૦:૧૦). તમે ઇસુ સાથે સ્વર્ગમાં અનંકાળનું જીવન વિતાવી શકો છો, કારણકે તેણે વાયદો કર્યો છે: “અને જો હું જઈને તમારા માટે જગા તૈયાર કરીશ, તો હું પાછો આવીશ, અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો” (યોહાન–૧૪:૩).

જો તમે ઈસુ ખ્રિસ્તને તમારા મોક્ષદાતાના રૂપમાં સ્વીકારવા માંગો છો, તો અહીંયા એક સરળ પ્રાર્થના આપવામાં આવી છે જે તમે કરી શકો છો. આ પ્રાર્થના કે બીજી કોઈ પ્રાર્થના કરવાથી તમારો બચાવ નહીં થાય. ફક્ત ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ તમને પાપોથી બચાવશે. આ પ્રાર્થના ઈશ્વર પ્રત્યેનો તમારો વિશ્વાસ અને તમારા મોક્ષ માટે રસ્તો પુરો પાડ્યો તે માટે ધન્યવાદ વ્યક્ત કરવા માટે છે. “ઈશ્વર, હું જાણું છું કે મેં તમારા વિરુધ્ધ પાપ કર્યુ છે અને હું સજા ને પાત્ર છું પણ ઈસુ ખ્રિસ્તે તે સજા પોતે લઈ લીધી છે જેને હું લાયક હતો જેથી તેનામાં વિશ્વાસ દ્વારા મને ક્ષમા મળી શકે. મોક્ષ માટે હું તમારામાં વિશ્વાસ મુકું છું. ધન્યવાદ તમારી અદભૂત દયા અને ક્ષમા માટે! આમીન!”

શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

હું એ ચોક્ક્સ પણે કેવી રીતે જાણી શકું કે જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે હું સ્વર્ગમાં જઈશ?
© Copyright Got Questions Ministries